દરોડા પાડવા લગ્નના સ્ટીકર લગાવીને 50 ગાડીઓના કાફલા સાથે પહોંચી ITની ટીમ

મધ્ય પ્રદેશના સતનના 5 મોટા બિઝનેસમેનોને ત્યાં મંગળવારે સવારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડો એવો કે ટીમ એક બાદ એક બિઝનેસમેનોને ત્યાં પહોંચી ગઇ, જ્યારે તેઓ ઊંઘમાંથી જાગ્યા પણ નહોતા. સતનાના આ મોટા લોકો કંઈ સમજે, એ અગાઉ જ ઈન્કમટેક્સ વિભાગની તપાસ ચાલુ થઈ ગઈ. એક સાથે પડેલા દરોડાથી શહેરમાં એવો હાહાકાર મચ્યો હતો, કે રડારમાં નહોતા તેમને પણ પરસેવો આવવા લાગ્યો.

.Raid2

શહેરના ગૌશાળા ચોકમાં બિઝનેસમેને ટીમને પ્રવેશવા ન દીધી તો, સીડી લગાવીને અધિકારીઓની ટીમ છતથી ઘરમાં પ્રવેશી. મોટી વાત એ છે કે આ અધિકારીઓ લગ્નમાં મહેમાન બનીને પહોંચ્યા હતા અને જ્યાં સુધી તેમની વાસ્તવિકતા કોઈને ખબર પડે તે અગાઉ જ ચોરી કરનારાઓની કહાની આવકવેરા વિભાગના અધિકારી ઘડવા લાગ્યા.

આમ તો, આવકવેરા વિભાગના અધિકારીઓએ સવારે 6:00 વાગ્યે 5 બિઝનેસમેનેઓના ઘરે ત્યારે દરોડા પાડ્યા, જ્યારે તેઓ ઊંઘમાંથી જાગ્યા પણ નહોતા. ઉતાવળમાં એક બાદ બીજા સહયોગી બિઝનેસમેનોના ઘરો પર દરોડા પાડી દીધા. હવે વિભાગીય અધિકારી ભલે કંઈ કહેવાનું ટાળતા હોય, પરંતુ માહિતી બહાર આવી રહી છે તે મુજબ, બિઝનેસમેનોએ 100 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખરીદી હતી અને ત્યારથી તેઓ ઈન્કમ ટેક્સના રડાર પર હતા અને મંગળવારે સંયુક્ત રૂપે સતનાના 5 મોટા બિઝનેસમેનોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગની ટીમની કાર્યવાહી સવારથી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. એવો પણ દાવો છે કે આ આવકવેરાની તપાસ ચાલુ રહેશે. આવકવેરા વિભાગની ટીમની રડારમાં રહેલા બિઝનેસમેને સીતારામ અગ્રવાલના ગૌશાળા ચોકવાળા ઘરે જ્યારે આવકવેરા વિભાગની ટીમ પહોંચી ત્યારે તેમણે દરવાજા બંધ કરી દીધા હતા. ત્યારબાદ એક ડઝન અધિકારીઓની ટીમે સીડી ગોઠવીને ઘરમાં પ્રવેશી.

તમને જણાવી દઈએ કે, તેઓ મોટા ભાગે આ પ્રકારની રડાર પર રહે છે અને હુંડીના મોટા બિઝનેસમેન છે તો તેઓ હવાલા માટે પણ ચર્ચામાં રહે છે. મંગળવારે સવારે જ્યારે આવકવેરા વિભાગના અધિકારીઓ લગ્નના બેનર સ્ટીકરો લગાવેલી ગાડીઓથી પહોંચ્યા અને એક સાથે 5 અલગ-અલગ સ્થળોમાં એક સાથે  દરોડા પાડ્યા તો સવાલ એવા ઊભા થવા લાગ્યા કે આખરે પાંચેય જગ્યાએ એક સાથે દરોડા કેમ પાડવામાં આવ્યા?

વાસ્તવમાં આ તમામ બિઝનેસમેન એક કે બીજા માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા છે. 100 કરોડની જમીન ખરીદવામાં આમ તો મુખ્યરૂપે રામા ગ્રુપના નરેશ ગોયલ, મેહરોત્રા ગ્રુપના અતુલ મેહરોત્રા અને સુનિલ સેનાની સામેલ છે, પરંતુ આ ડીલમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર હુંડીના બિઝનેસમેન સીતારામ અગ્રવાલ ઉર્ફે રામુ દલાલ પણ ઝપેટમાં આવી ગયા.

Raid3

એ જ રીતે, અતુલ મેહરોત્રા સાથે મળીને મોટી ફ્લોર મિલ નાખવાના કારણે સંતોષ ગુપ્તા પણ ITની નજરથી બચી શક્યા. રામા ગ્રુપ ટીંબર અને લોખંડના વ્યવસાય સાથે જોડાયેલું છે. તો, સિવિલ કોન્ટ્રાક્ટર અતુલ મેહરોત્રાની મેહરોત્રા બિલ્ડકોન કંપની માસ્ટર પ્લાનિંગ અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં કામ કરે છે. સેનાની ગ્રુપની બિટ્સ એન્જિનિયરિંગ કોલેજ અને સ્કૂલ છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.