રાજ્યસભામાં કોંગ્રેસ નેતા ખડગે એવું બોલ્યા કે, PM મોદી ખડખડાટ હસી પડ્યા

સંસદમાં અદાણી મુદ્દે ચાલી રહેલા હોબાળો વચ્ચે બુધવારે કેટલીક હળવી ક્ષણો પણ જોવા મળી હતી. કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કંઈક એવું કહ્યું કે ગૃહમાં બેઠેલા PM મોદી ખડખડાટ હસી પડ્યા હતા.

રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર બોલતી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજયસભામાં વિપક્ષ નેતા મલ્લિકાજૂર્ન ખડગેએ ફરિયાદના સૂરમાં કહ્યુ કે PM મોદી ગૃહમાં  ઓછી વખત દેખાતા હોય છે. તેમણે કહ્યું કે, જ્યારે સંસદ ચાલતી હોય. ત્યારે PM મોદી સંસદ તરફ પણ ધ્યાન આપે તો વધારે સારું રહેશે.

તેમણે આગળ કહ્યુ કે PM મોદી હંમેશા ચૂંટણી મોડમાં જ જોવા મળતા હોય છે. અહીં સંસદ ચાલતી રહે છે અને તેઓ મારા સંસદીય મત વિસ્તાર કલબુર્ગા પહોંચી ગયા હતા. ખડગેએ આગળ કહ્યું કે અરે ભાઇ,  શું તમને માત્ર એક મારો જ સંસદીય મત વિસ્તાર દેખાઇ છે. ખડગેએ કહ્યું કે, પાછું મારા વિસ્તારમાં બબ્બે રેલી કરે છે. ખડગે આટલું બોલ્યા તેમાં સંસદમાં હાસ્યનો છોડો ઉડી હતી. PM મોદી પણ ખડખડાટ હસી પડ્યા હતા.

રાજ્ય સભાના અધ્યક્ષ જગદીપ ધનખરે પણ આ અંગે કટાક્ષ કરતા કહ્યું કે આ ઊંડી તપાસનો વિષય છે. તેમણે મજાકમાં કહ્યું કે આમાં કોઈ ગાઢ સંબંધ હોય તેવું લાગે છે.

આ પછી  કોંગ્રેસ નેતા મલ્લિકાજૂર્ન ખડગેએ PM મોદીને સીધું સંબોધતા કહ્યું કે તેઓ પહેલીવાર હસી રહ્યા છે. મોદી સાહેબ પહેલીવાર હસી રહ્યા છે, તમે તેમને હસવા પણ નથી દેતા.

રાજ્યસભામાં અદાણીના મુદ્દે સરકારને ઘેરતી વખતે ખડગે શાયરના અંદાજમાં આવી ગયા હતા. તેમણે કહ્યુ કે,'नजर नहीं है नजारों की बात करते हैं, जमीं पर चांद सितारों की बात करतें हैं, वो हाथ जोड़कर बस्ती को लूटने वाले, भरी सभा में सुधारों की बात करते हैं! बड़ा हसीन हैं उनकी जबान का जादू, लगा के आग बहारों की बात करते हैं, मिली कमान तो अटकी नजर खजानों पर, नदी सुखाकर किनारों की बात करते हैं! गरीब बनाते हैं आम लोगों को, वही नसीब के मारों की बात करते हैं।

તો રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરેએ કહ્યુ કે, ખડગેની વાત સાંભળીને મારા અંદરનો શાયર પણ જાગી ઉઠ્યો છે.  ધનખરેએ કહ્યુ કે,'उम्र भर गालिब यही भूल करता रहा, धूल चेहरे पर थी, आईना साफ करता रहा'।

સ્પીકરે ઇશારા ઇશારામાં ખડગેને કહ્યું હતું કે પુરાવા વિના કોઇની પર આરોપ લગાવવો યોગ્ય નથી.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.