મેહબૂબા મુફ્તીએ શિવલિંગ પર ચઢાવ્યું જળ, મુસ્લિમ ધર્મગુરુ બોલ્યા-તે ઇસ્લામથી..

જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) મુખિયાએ બે દિવસ અગાઉ પૂંછ જિલ્લાના એક મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો. આ મામલે ઘણી મુસ્લિમ સંસ્થાઓ તેમના વિરોધમાં આવી ગઈ છે. આ ક્રમમાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં થિયોલોજી વિભાગના પૂર્વ ચેરમેન અને મુસ્લિમ ધર્મગુરુ મુફ્તી જાહીદ અલી ખાને કહ્યું કે, એ સિવાય જે કોઈ બીજાની ઈબાદત કરે છે, તે ઇસ્લામથી નામંજૂર છે. શિવલિંગ પર જળ ચડાવવું પૂજા હોય છે. જે પૂજા કરશે તે ઇસ્લામમાં નામંજૂર હશે.

પ્રોફેસર મફ્તી જાહીદ ખાને કહ્યું કે, એમ કરનારાઓએ ઇસ્લામમાં પાછું આવવા માટે ફરી ઘણા કામ કરવા પડશે. મેહબૂબા મુફ્તીએ ઇસ્લામની તાલીમાત વિરુદ્ધ કામ કર્યું છે. ઇસ્લામ માત્ર અલ્લાહની ઈબાદતની મંજૂરી આપે છે, જે એમ કરશે તે ઇસ્લામની તાલીમાત વિરુદ્ધ હશે. મુસ્લિમોને ત્યાં જન્મ થવાથી કોઈ મુસ્લિમ નથી થઈ જતું અને ગેર-મુસ્લિમના ઘરે જન્મ થવાથી ગેર-મુસ્લિમ નથી હોતું. અલ્લાહ સિવાય કોઇની પણ ઈબાદત કરનાર કાફિર હોય છે.

એમ કરનારાઓને ફરી ઇસ્લામ ધર્મમાં આવવા માટે કલમા-એ-તૈયબન અને કલમા-એ-શાદત વાંચવું પડશે. ઇસ્લામ મુજબ, અકીદા રાખવા પર મુસ્લિમ થાય છે. કોઈ જન્મથી મુસ્લિમ હોતું નથી. સગીર થયા બાદ અલ્લાહ  પર ઈમાન લાવવું અને તમામ નવીઓ પર ઈમામ લાવવાનું હોય છે. ભારતમાં નવી પણ છે, આપણાં વડવાઓ કહેતા હતા કે રામચંદ્ર અને કૃષ્ણ પણ નવી હતા અને શિવજી પણ નવી હતા. જો એ જ વાત યોગ્ય સાબિત થાય છે કેમ કે અલ્લાહે દરેક જગ્યાએ નવી મોકલ્યા છે રસૂલ મોકલ્યા છે, પરંતુ આ હદ સુધી જો અલ્લાહના નવી છે તો આપણે ઈમાન લાવીએ છીએ.

આ અંગે દેવબંદી ઉલેમા મુફ્તી અસદ કાસમી પણ મેહબૂબા મુફતીને ખરું-ખોટું સંભળાવી ચૂક્યા છે. ઉલેમાએ કહ્યું હતું કે, મેહબૂબા મુફ્તી જે કર્યું, તેએ ખોટું છે. તેમણે આ પ્રકારના કામ ન કરવા જોઈએ. મેહબૂબા મુફ્તી હોય કે સામાન્ય મુસ્લિમ, કોઈએ પણ એમ ન કરવું જોઈએ, જેની ઇસ્લામમાં કોઈ જગ્યા ન હોય. મેહબૂબા મુફ્તી જાણે છે કે ઇસ્લમમાં શું ખોટું છે. જો કે, તેમણે કહ્યું કે, ભારતમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. તે શું કરી રહ્યો છે. તે કેમ કરી રહ્યો છે, કેમ નથી કરી રહ્યો, તે પોતાની મરજીનો માલિક છે, પરંતુ જે તેમણે કર્યું તે ઇસ્લામ વિરોધી છે અને યોગ્ય નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.