ED-CBIની બધી દલીલો ફગાવી સુપ્રીમ કોર્ટે સિસોદિયાને જામીન આપતા જાણો શું કહ્યું

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા 17 મહિના બાદ જેલથી બહાર આવશે. દિલ્હી આબકારીનીતિ કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને 10 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપી દીધા છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સિસોદિયાના જામીનનો સખત વિરોધ કર્યો, પરંતુ જસ્ટિસ બી.આર. ગવઇ અને કે.વી. વિશ્વનાથનની પીઠે તેમની દલીલોને ફગાવી દીધી. સિસોદિયાને CBI અને ED બંને તરફથી નોંધાયેલા કેસોમાં જામીન મળી ગયા છે, એટલે હવે સિસોદિયાને જેલમાંથી બહાર આવવામાં કોઇ અડચણ રહી નથી. ચાલો આ આર્ટિકલમાં જાણીએ સુપ્રીમ કોર્ટની ડિવિઝન પીઠે મનીષ સિસોદિયાને જામીન આપતા પોતાના નિર્ણયમાં શું કહ્યું.

સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું કે, જામીન નિયમ છે, જેલ અપવાદ છે. જજોએ પોતાના આદેશમાં કહ્યું કે મનીષ સિસોદિયાની જામીન અરજી સ્વીકારવામાં આવે છે. દિલ્હી હાઇ કોર્ટના આદેશને ફગાવી દેવામાં આવે છે. તેમને ED અને CBI બંને કેસમાં જામીન આપવામાં આવે છે. સિસોદિયાએ જામીનની શરતોના રૂપમાં પોતાનો પાસપોર્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો અને રિપોર્ટ કર્યો છે. સિસોદિયા હાલમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

કોર્ટે એ જોતા અરજી સ્વીકારી લીધી કે, કેસમાં લાંબા સમય સુધી વિલંબે સિસોદિયાના તાત્કાલિક સુનાવણીના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે અને તાત્કાલિક સુનાવણીનો અધિકાર એ સ્વતંત્રતાના અધિકારનું એક પહેલુ છે. પીઠે કહ્યું કે, 'સિસોદિયાને તાત્કાલિક સુનાવણીના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા. તાત્કાલિક સુનાવણીનો અધિકાર એક પવિત્ર અધિકાર છે. હાલમાં જાવેદ ગુલામ નબી શેખના કેસમાં અમે આ પહેલુ પર વિચાર કર્યો અને જાણવા મળ્યું કે, કે જ્યારે કોર્ટ, રાજ્ય કે  એજન્સી તાત્કાલિક સુનાવણીના અધિકારનું રક્ષણ કરી શકતી નથી, તો એમ કહીને જામીનનો વિરોધ કરી નહીં કરી શકાય કે ગુનો ગંભીર છે. સંવિધાનનું અનુચ્છેદ 21 ગુનાની પ્રકૃતિ છતા લાગૂ થાય છે.

તેમણે કહ્યું કે સમયની અંદર સુનાવણી પૂર્ણ થવાની કોઇ સંભાવના નથી અને સુનાવણી પૂરી કરવા ઉદ્દેશ્યથી તેમને સળિયા પાછળ રાખવા અનુચ્છેદ 21નું ઉલ્લંઘન છે. પીઠે કહ્યું, સિસોદિયાની સમાજમાં ઊંડી જડ છે. તેઓ ભાગી નહીં શકે. પુરાવા સાથે છેડછાડના સંબંધમાં, કેસ ઘણી હદ સુધી દસ્તાવેજો પર નિર્ભર કરે છે અને એટલે બધાને જપ્ત કરી લેવામાં આવ્યા છે અને તેમાં છેડછાડની થવાની કોઇ સંભાવના નથી.

પીઠે વધુમાં જણાવ્યું કે PMLA હેઠળ આરોપીઓને જામીન આપવા માટેનો ત્રિપલ ટેસ્ટ વર્તમાન જામીન અરજી પર લાગૂ નહીં થાય કેમ કે અરજી ટ્રાયલમાં વિલંબ પર આધારિત છે. અમે આવા નિર્ણયોની નોંધ લીધી છે જેમાં કહેવામાં આવ્યું છે કે લાંબી અવધિની જેલમાં જામીન આપી શકાય છે. વર્તમાન કેસમાં ત્રિપલ ટેસ્ટ લાગૂ પડતા નથી. કોર્ટે EDના એ તર્કને પણ નકારી કાઢ્યો કે ટ્રાયલમાં વિલંબ થયો હતો કેમ કે સિસોદિયાએ ટ્રાયલ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરી હતી.

કોર્ટે કહ્યું કે, 'ઇડીના આસિસ્ટન્ટ ડિરેક્ટરના કમ્પ્લાયન્સ રિપોર્ટથી ખબર પડે છે કે અનસર્ટિફાઇડ ડેટાની ક્લોન કોપી તૈયાર કરવામાં 70 થી 80 દિવસનો સમય લાગશે. જો કે ઘણા આરોપીઓએ ઘણી અરજીઓ કરી હતી, પરંતુ તેમણે CBI કેસમાં માત્ર 13 અરજીઓ અને ED કેસમાં 14 અરજીઓ દાખલ કરી. ટ્રાયલ કોર્ટે બધી અરજીઓ સ્વીકારી લીધી.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ટ્રાયલ કોર્ટનું કહેવું છે કે તેમની પાસે દાખલ અરજીઓના કારણે સિસોદિયા વિરુદ્વ સુનાવણીમાં વિલંબ થયો, એ ખોટું છે. 'જ્યારે અમે એડિશનલ સોલિસિટર જનરલને એવી કોઇ અરજી બતાવવાનું કહ્યું, જેને ટ્રાયલ કોર્ટે પાયાવિહોણી માની હોય, તો બતાવવામાં ન આલી. આ પ્રકારે, ટ્રાયલ કોર્ટેનું એમ કહેવું કે સિસોદિયાએ જ સુનાવણીમાંઆ વિલંબાનું કારણ છે એ ખોટું છે અને તેને ફગાવવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સિસોદિયાને ટ્રાયલ કોર્ટ કે હાઇકોર્ટમાં નહીં મોકલે કેમ કે તેણે સિસોદિયાની અગાઉની જામીન અરજી ફગાવતા આરોપપત્ર દાખલ કર્યા બાદ તેમને જામીન આપવા માટે અહીં આવવાની છૂટ આપી હતી. શરૂઆતમાં 4 જૂનના આદેશ પર વિચાર કરવામાં આવ્યો છે. અમને જાણવા મળ્યું કે જ્યારે સિસોદિયાએ આ કોર્ટમાં અરજી દાખલ કરી હતી ત્યારે આ કોર્ટના પહેલા આદેશથી 7 મહિનાની અવધિ વીતી ચૂકી હતી.

જો કે, સુપ્રીમ કોર્ટે એ તથ્ય પર ધ્યાન આપ્યું ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને સુનાવણી શરૂ થશે. ચાર્જશીટ દાખલ થયા બાદ પિટિશન ફરી શરૂ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. હવે સિસોદિયાને ટ્રાયલ કોર્ટમાં અને પછી હાઇકોર્ટમાં મોકલવા એ સાપ-સીડીની રમત રમવા જેવું હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેએ ન્યાયનો ઉપહાસ હશે. પ્રક્રિયાઓને ન્યાયથી ઉપર રાખી શકાય નહીં. અમારા વિચારમાં સંરક્ષિત સ્વતંત્રતાના આરોપપત્ર દાખલ કર્યા બાદ અરજીને પુનર્જિવિત કરવાની સ્વતંત્રતાના રૂપમાં સમજવું જોઈએ. એટલે અમે પ્રાથમિક આપત્તિ પર વિચાર કરતા નથી અને તેને ફગાવવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

જયાં રોજના અબજો રૂપિયાના સોદા થાય છે અને જેને દેશના અર્થતંત્રની ધરી કહેવામાં આવે છે તેવું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (...
Business 
ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

બિહાર પછી હવે મધ્યપ્રદેશમાં પણ નગર પાલિકા અને પંચાયતની મતદાર યાદીમાં છેતરપિંડીની શક્યતાને કારણે રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્ય...
National 
બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવીની મુશ્કેલી વધી શકે છે. 5 જુલાઇએ નર્મદા જિલ્લામાં સંકલન બેઠક મળી હતી જેમાં...
Gujarat 
ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મોડી રાત્રે કારમાં 2 અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના નેતાઓ દ્વારા દારૂની પાર્ટી કરવાની વાત સામે આવતા વિવાદ છેડાઈ...
National  Politics 
‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.