- National
- પ્રેમીને પૈસાની જરૂર હોવાથી પરિણીત પ્રેમિકાએ પોતાના જ ઘરમાંથી ઘરેણાં અને રોકડ રકમની કરી ચોરી!
પ્રેમીને પૈસાની જરૂર હોવાથી પરિણીત પ્રેમિકાએ પોતાના જ ઘરમાંથી ઘરેણાં અને રોકડ રકમની કરી ચોરી!
લોકો ઘણીવાર કહેતા હોય છે કે પ્રેમ આંધળો હોય છે. પરંતુ શું પ્રેમ એટલો બધો આંધળો હોઈ શકે છે કે, કોઈ વ્યક્તિ બધી હદ વટાવીને પોતાના પ્રિયજનોને છેતરવાની સાથે પોતાનું ઘર પણ લૂંટી લે છે. હા, UPના હાપુરથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પત્નીએ લગ્ન સમયે પોતાના પતિ સાથેના સાતેય વચનો નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. લગ્નના થોડા સમય પછી તે જ પત્ની એટલી કપટી બની ગઈ કે તેણે માત્ર પોતાનો બીજો પ્રેમી જ પસંદ કર્યો નહીં, પરંતુ તે પ્રેમી પ્રત્યેની વફાદારીમાં પોતાના પતિ સાથે જ દગો કર્યો.
હકીકતમાં, પત્નીએ તેના પ્રેમી માટે પોતાના ઘરમાં રાખેલા છ લાખ રૂપિયાના ઘરેણાં અને બે લાખ રોકડા રૂપિયા ચોરી લીધા. પરંતુ આ ઘટના પોલીસ સુધી પહોંચતા થોડા જ દિવસોમાં તેનો ખુલાસો થયો. પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીને પકડી લીધા અને ચોરાયેલો સામાન પણ રિકવર કર્યો.
મળતી માહિતી મુજબ, હાપુરના ધૌલાના પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલૈંડા ગામમાં રહેતા ઇઝરાયલના ઘરમાં 19 ઓગસ્ટની રાત્રે ચોરી થઈ હતી. ઇઝરાયલના ઘરમાંથી લગભગ છ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને બે લાખ રૂપિયાની રોકડ ચોરી થઈ હતી. જ્યારે ઇઝરાયલે ધૌલાના પોલીસ સ્ટેશનની પોલીસને ઘટનાની જાણ કરી, ત્યારે પોલીસે પણ ચોરોની શોધ શરૂ કરી.
હાપુરના ASP વિનીત ભટનાગરે જણાવ્યું કે, પોલીસે આ ચોરીનો ખુલાસો કર્યો છે અને એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફરહીન નામની મહિલા ફરિયાદી ઇઝરાયલની પત્ની છે. જ્યારે વાહિદ તેનો પ્રેમી છે. વાહિદ બહાદુરગઢ પોલીસ સ્ટેશનના પલવાડા ગામનો રહેવાસી છે.
ASPએ વધુમાં જણાવ્યું કે, વાહિદ ઘણા સમયથી ઇઝરાયલના ઘરે આવતો જતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સમય દરમિયાન ફરહીન અને વાહિદની આંખો એકબીજા સાથે મળી ગઈ હતી. ફરહીન તેના પ્રેમી વાહિદના પ્રેમમાં એટલી અંધ થઈ ગઈ હતી કે, તેણે તેને મદદ કરવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરવાનું આયોજન કર્યું હતું. ફરહીને ઘરમાં રાખેલા સોનાના દાગીના અને બે લાખ રૂપિયાની રોકડ ચોરી કરી વાહિદને આપી દીધી. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે CCTV અને સ્થળ નિરીક્ષણના આધારે આખો મામલો બહાર આવ્યો.
હાલમાં, હાપુડ પોલીસે ઇઝરાયલની પત્ની ફરહીન અને તેના પ્રેમી વાહિદની ધરપકડ કરી છે. પોલીસે બંને પાસેથી છ લાખ રૂપિયાના ઘરેણાં અને એક લાખ 97 હજાર 500 રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

