- National
- રસ્તાનો શિલાન્યાસ હતો, પરંતુ ‘અધ્યક્ષજી’ લખ્યું નહોતું, કોદાળી લીધી અને તોડી નાખ્યો
રસ્તાનો શિલાન્યાસ હતો, પરંતુ ‘અધ્યક્ષજી’ લખ્યું નહોતું, કોદાળી લીધી અને તોડી નાખ્યો
મધ્ય પ્રદેશના સાગરમાં એક નાનકડા રસ્તાનો શિલાન્યાસ હતો. રસ્તો એટલો નાનો હતો કે તેનું બજેટ માત્ર 15.60 લાખ રૂપિયા હતું. શિલાન્યાસ ચાલી રહ્યો હતો, પૂજા-પાઠ થઈ રહ્યા હતી. ધારાસભ્ય નિર્મલા સપ્રે, નગર પાલિકાનાના પ્રમુખ લતા સકવાર, ઉપાધ્યક્ષ રમાકાંત બિલગૈયા અને વોર્ડ કાઉન્સિલર અજય ઠાકુર શિલાન્યાસની પૂજામાં બેઠા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પછી હવા ચાલી અને શિલાન્યાસ પરથી પડદો ઉડી ગયો.
પડદો ઉડ્યો તો બધાની નજર શિલાન્યાસવાળી પથ્થરની તકતી પર પડી. હવે ઉપાધ્યક્ષ શું જુએ છે કે તેમનું નામ તો પથ્થરની તકતી પર છે જ નહીં. ઉપાધ્યક્ષ ગુસ્સે ભરાઈ ગયા. તેઓ એટલા ગુસ્સે થઇ ગયા કે કોઈ કંઈ સમજી શકે, તે અગાઉ કાંડ થઈ ચૂક્યો હતો. તેઓ પૂજામાંથી ઉભા થયા અને નજીકમાં પડેલી કોદાળીથી પથ્થરન તકતી પર મારી દીધી. એક જ વખતમાં આખી ન તૂટી, બીજી વખત પ્રહાર કર્યો. ત્રીજી વખતમાં તો પથ્થરની તકતી આખી જ તૂટીને જમીન પર વિખેરાઈ પડી.
આ 5Gનો જમાનો છે. દરેક પાસે સારા કેમેરાવાળા ફોન હોય છે. જ્યારે ઉપાધ્યક્ષ તોડફોડ કરી રહ્યા હતા, તો કોઈએ આખો નજારો કેમેરામાં કેદ કરી લીધો. આ વીડિયો એટલો રસપ્રદ છે કે વાયરલ તો થવાનો જ હતો. પરંતુ ઉપાધ્યક્ષ બિલગૈયાનો ગુસ્સો અહીં જ ન અટક્યો. હવે તેમણે ચીફ મ્યુનિસિપલ ઓફિસર (CMO)ને ઠપકો આપવાનું ચાલુ કરી દીધું. બિલગૈયાએ CMO પર બરાડા પાડતા પૂછ્યું કે, ‘મારું નામ કેમ નથી?’
તેમણે એમ પણ કહ્યું કે, આવું દર વખત થાય છે. બાદમાં બિલગૈયાએ પોતે જણાવ્યું કે જ્યારે તેમણે CMOને સવાલ કર્યો તો તેમને કહેવામાં આવ્યું કે ઉપાધ્યક્ષનું નામ પથ્થરની તકતી પર રહેતું નથી. મીડિયા રિપોર્ટ મુજબ, ધારાસભ્ય અને અધ્યક્ષ પણ CMO પર નારાજગી વ્યક્ત કરતા નવો પથ્થર બનાવવાનું કહ્યું છે. પથ્થર પર નામ લખાવવાની જવાબદારી CMOની હોય છે. આ સંદર્ભમાં CMOનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમણે ફોન રીસિવ કર્યો નહોતો.

