હનીમૂન માટે શિલોંગ ગયેલ નવદંપતી થયું ગુમ, ભાડે લીધેલી એક્ટિવા મળી; 10 દિવસ પહેલા લગ્ન થયા હતા

11 મેના રોજ લગ્ન કરનારા ઇન્દોરના નવદંપતી રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ રઘુવંશી શિલોંગમાં તેમના હનીમૂન દરમિયાન રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. બંને 20 મેના રોજ હનીમૂન માટે રવાના થયા. તેમનું છેલ્લું સ્થાન શિલોંગના સંવેદનશીલ વિસ્તાર ઓસરા હિલમાં મળી આવ્યું હતું, જ્યાં તેમનું ભાડે રાખેલ એક્ટિવા છોડી દેવાયેલી હાલતમાં મળ્યું હતું. રાજા અને સોનમના ભાઈઓ ઇન્દોરથી શિલોંગ પહોંચી ગયા છે અને સ્થાનિક પોલીસ સાથે મળીને તેમને શોધી રહ્યા છે.

હકીકતમાં, ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીએ આ મહિને 11 મેના રોજ સોનમ સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ પછી, બંને નવદંપતી 20 મેના રોજ ઇન્દોર અને બેંગલુરુ થઈને ગુવાહાટી પહોંચ્યા. ત્યાંથી, મા કામાખ્યાના દર્શન કર્યા પછી, તેઓ 23 મેના રોજ મેઘાલયના શિલોંગ જવા રવાના થયા. શિલોંગ પહોંચ્યા પછી, શરૂઆતમાં તેઓ પરિવારના સંપર્કમાં રહ્યા, પરંતુ 23 મે પછી તેમનો સંપર્ક તૂટી ગયો. રાજાના મોટા ભાઈ સચિન રઘુવંશીએ શરૂઆતમાં વિચાર્યું કે, તે નેટવર્ક સમસ્યા હોઈ શકે છે, પરંતુ 24 મેથી, તેમના બંનેના મોબાઇલ ફોન બંધ મળી આવ્યા, જેના કારણે પરિવારને ચિંતા થઇ હતી. ઘણા પ્રયાસો પછી પણ જ્યારે કોઈ સંપર્ક ન થયો, ત્યારે સોનમનો ભાઈ ગોવિંદ અને રાજાનો ભાઈ વિપિન ઈમરજન્સી ફ્લાઈટ દ્વારા શિલોંગ પહોંચ્યા.

Missing Couple
bhaskar.com

જ્યારે ગોવિંદે ગુગલ મેપ અને તેના ફોટા દ્વારા લોકેશન ટ્રેસ કર્યું, ત્યારે તેને એક્ટિવા ભાડે આપતી એજન્સી વિશે માહિતી મળી. એજન્સીએ પુષ્ટિ આપી કે, દંપતીએ તેમની પાસેથી એક એક્ટિવા ભાડે લીધી હતી અને ઓસરા હિલ તરફ ગયા હતા.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, એક્ટિવા ડુંગરાળ વિસ્તારમાં એક ખાડા પાસે ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. આ વિસ્તારમાં ઓરસા નામનો એક રિસોર્ટ પણ છે, જેને ગુનેગારોનો અડ્ડો માનવામાં આવે છે. સચિન રઘુવંશીએ જણાવ્યું કે, સ્થાનિક ભાષાની સમસ્યાને કારણે ત્યાંની પોલીસની મદદ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

Missing Couple
shreenews.in

આ પછી ઇન્દોર પોલીસ કમિશનર સંતોષ સિંહનો સંપર્ક કરવામાં આવ્યો, જેમણે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DCP ક્રાઇમ બ્રાન્ચ રાજેશ કુમાર ત્રિપાઠીને તપાસ સોંપી. તેઓ શિલોંગ પોલીસ સાથે સતત સંપર્કમાં છે. મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી તુલસીરામ સિલાવતે પણ રઘુવંશી પરિવાર સાથે વાત કરી અને રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.

ઇન્દોર પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે, 'આ ઘટનાની માહિતી મળ્યા બાદ, તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. DCP રાજેશ ત્રિપાઠીની આગેવાની હેઠળની પોલીસ ટીમ શિલોંગ પોલીસના સંપર્કમાં છે અને ત્યાંના અધિકારીઓ સાથે સતત ચર્ચા કરી રહી છે. રઘુવંશી પરિવારના સભ્યો સાથે વીડિયો કોલ દ્વારા પણ વાત કરવામાં આવી છે. શિલોંગ પોલીસ અને ઇન્દોર પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે બંને ટૂંક સમયમાં મળી આવશે. હાલમાં, ભાડે રાખેલ એક્ટિવા ઘટનાસ્થળેથી મળી આવ્યો છે અને શિલોંગ પોલીસ પરિવારના સભ્યો સાથે મળીને બંનેની શોધમાં લાગી ગઈ છે.'

Missing Couple
etvbharat.com

સોહરામાં સ્થિત એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'સર્ચ ટીમો પ્રવાસીઓમાં લોકપ્રિય ટ્રેકિંગ ટ્રેલ્સ અને ગાઢ જંગલ વિસ્તારોની તપાસ કરી રહી છે. આ વિસ્તાર તેના ઝરણાઓ માટે પ્રખ્યાત છે.'

તાજેતરના મહિનાઓમાં આ વિસ્તારમાં ગુમ થવાની આ બીજી ઘટના છે. ગયા એપ્રિલમાં, 41 વર્ષીય હંગેરિયન પ્રવાસી પુસ્કાસ ઝ્સોલ્ટ નોંગરાટ જતા રસ્તે રામદૈત ગામ નજીક મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના ગુમ થયાની જાણ થયાના 12 દિવસ પછી તેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.