ગુમ થયેલી માતાનું પ્રયાગરાજમાં કર્યું પિંડદાન, 35 વર્ષ બાદ ફોન આવ્યો અને પછી...

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરા શહેરની રહેવાસી એક મહિલા, લગભગ 35 વર્ષ અગાઉ શાજાપુરના કાલાપીપલ સ્થિત પોતાના ખોખરા ગામથી માનસિક સ્થિતિ સારી ન હોવાથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. મહિલાને મૃત માનીને, પરિવારના લોકોએ અલ્લાહબાદના પ્રયાગરાજ જઈને પિંડદાન પણ કરી દીધું હતું. એટલું જ નહીં, દર વર્ષે મહિલાના ફોટા પર ફૂલો ચઢાવીને શ્રાદ્ધ પણ કરવામાં આવતા હતા. પરંતુ આ મહિલા અચાનક મહારાષ્ટ્રના નાગપુરમાં જીવતી મળી. ત્યારબાદ  પરિવારમાં ખુશી પાછી આવી ગઈ છે. ચાલો જાણીએ શું છે આ ચોંકાવનારી કહાની.

રાજગઢ જિલ્લાના બ્યાવરા શહેરના જગાત ચોકમાં રહેતા ગોપાલ સેનની પત્ની ગીતા સેન લગભગ 35 વર્ષ અગાઉ પોતાના પિયર શાજાપુર જિલ્લાના કાલાપીપલ તાલુકાના ખોખરા ગામે ગઈ હતી. તે ત્યાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. ત્યારબાદ, પરિવારના સભ્યોએ ગીતા બાઈની ખૂબ શોધખોળ કરી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં. ત્યારબાદ, લગભગ 5 વર્ષ અગાઉ, પરિવારના લોકોએ મૃત સમજીને પ્રયાગરાજ જઈને, ગીતા બાઈનું પિંડદાન કરી દીધું હતું. પરિવારના સભ્યો દર વર્ષે શ્રાદ્ધ પક્ષના નવમા દિવસે શ્રાદ્ધ કરવા લાગ્યા, પરંતુ અચાનક મહારાષ્ટ્રના નાગપુરની મેન્ટલ હૉસ્પિટલમાંથી એક ફોન આવતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ ફોન પર ગીતા બાઈ જીવિત હોવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ, નાગપુર મેન્ટલ હોસ્પૉટલના સમાજ સેવા અધિક્ષક કુંડા બિડકર અને કાલાપીપલ સહિત બ્યાવાર પોલીસની મદદથી, પરિવાર નાગપુર પહોંચ્યો અને ગીતાબાઈને સુરક્ષિત ઘરે લાવ્યો, ત્યારબાદ પરિવારમાં ખુશીનો માહોલ છે.

woman1
indiatv.in

 

નાગપુર ક્ષેત્રિય મેન્ટલ હોસ્પૉટલના સમાજ સેવા અધિક્ષક કુંડા બિડકરે જણાવ્યું હતું કે, મહિલાને  કોર્ટના આદેશ પર બીમાર હાલતમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાને પરિવાર અને સરનામા બાબતે કોઈ માહિતી નહોતી. આ દરમિયાન, બાયોમેટ્રિક્સ દ્વારા સરનામું શોધવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પણ સફળતા ન મળી. આ દરમિયાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ઘણા ગામ, પોલીસ સ્ટેશનો અને સરપંચો સહિત કરિયાણાના દુકાનદારો સાથે સંપર્ક એડ્રેસ ટ્રેસ કરવામાં આવ્યો, પરંતુ સફળતા ન મળી. 19 મહિના બાદ, જ્યારે બ્યાવારા બાબતે જાણકારી મળી તો રાજગઢના SP કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ, પોલીસની મદદથી પરિવાર બાબતે જાણકારી મેળવવામાં આવી. પરિવાર નાગપુર પહોચ્યા બાદ મહિલાને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દેવામાં આવી.

woman
indiatv.in

 

ગીતાબાઈના પતિ ગોપાલ સેન અને પુત્ર અશોક સેને જણાવ્યું હતું કે, માતા ગુમ થઇ ગયા બાદ કોઈ જાણકારી ન મળતા, લગભગ 5 વર્ષ અગાઉ પ્રયાગરાજ જઈને પિંડદાન કરી દીધું હતું. ત્યારથી, દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં ફોટાને માળા ચઢાવીને શ્રાદ્ધ કરવામાં આવતા હતા. ગીતાબાઈ 35 વર્ષ બાદ પહેલી વખત ઘરે ફરતા પતિ, પુત્ર-પુત્રી અને પૌત્ર-પૌત્રીઓએ ફૂલમાળા પહેરાવીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પતિ-પત્નીએ એક-બીજાને માળા પણ પહેરાવી હતી.

Related Posts

Top News

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.