શું છે સ્વદેશી 4G નેટવર્ક, જેને PM નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું, જાણો 5Gના જમાનામાં આ કેમ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના ઝારસુગુડાથી BSNLના સ્વદેશી 4G નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું. ભારત હવે પ્રતિષ્ઠિત ટેલિકોમ્યુનિકેશન ઉપકરણ બનાવનારા પ્રતિષ્ઠિત દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે. BSNLની રજત જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 97,500થી વધુ 4G મોબાઇલ ટાવરનું પણ ઉદ્ઘાટન કર્યું, જેમાંથી 92,600 ટાવર આજ ટેલિકોમ સેવા પ્રદાતાની 4G ટેક્નોલોજીથી સજ્જ છે.

આ ટાવર્સ લગભગ 37,000 કરોડ રૂપિયાના ખર્ચે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. સ્વદેશી 4G નેટવર્કની શરૂઆત ભારત ડેનમાર્ક, સ્વીડન, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે જે સ્વદેશી ટેલિકોમ્યુનિકેશન ઉપકરોણો બનાવે છે.

modi1
x.com/SanataniMunda12

સ્વદેશી 4G નેટવર્ક શું છે?

આ ટેલિકોમ્યુનિકેશન કંપની BSNLનું સ્વદેશી 4G નેટવર્ક છે. તેનાથી  દેશભરના BSNL ગ્રાહકોને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે. તે ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવશે અને BSNLના 5G નેટવર્કની શરૂઆત અને એકીકરણ માટે માર્ગ મોકળો કરશે. આ શરૂઆત 26,700થી વધુ અંતરિયાળ, સીમાવર્તી અને વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોના ગામોને કનેક્ટિવિટી મળશે. જેમાં ઓરિસ્સાના 2472 ગામનો પણ સમાવેશ થાય છે.

20 લાખથી વધુ નવા ગ્રાહકોને સેવા આપશે. આ 4G મોબાઇલ ટાવર સૌર ઉર્જાથી ચાલે છે, જેથી આ ભારતના ગ્રીન ટેલિકોમ હબનું સૌથી મોટું સમૂહ બની ગયું છે. તે સતત ઢાંચો તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા ફંડ દ્વારા ભારતના 100% 4G સેચુરિટેડ નેટવર્કનું પણ અનાવરણ કર્યું, જેમાં મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ 29,000 થી 30,000 ગામોને જોડવામાં આવ્યા છે.

modi2
com/ProfCmkr

5Gના યુગમાં 4G નેટવર્ક શા માટે?

ટેલિકોમ કંપની BSNL નેટવર્ક ક્ષમતાના સંદર્ભમાં એરટેલ, Jio અને Viથી પાછળ રહી ગઇ હતી. પરંતુ હવે BSNLનું સ્વદેશી 4G નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે, અને તેના ગ્રાહકોને પણ સારી ગતિ મળશે. તે પૂરી રીતે સ્વદેશી છે. BSNLના સ્વદેશી 4G નેટવર્કનો ફાયદો ગ્રાહકોને તો મળશે જ, પરંતુ 20 લાખથી વધુ નવા ગ્રાહકોને પણ ફાયદો થશે. તેનાથી એ વાત સમજી શકાય છે કે 4G ટાવરના ઉદ્ઘાટન થવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે 4G નેટવર્કને સરળતાથી 5Gમાં બદલી શકાય છે. તેમાં તેજસ નેટવર્ક તરફથી વિકસિત રેડિયો એક્સેસ નેટવર્ક સામેલ છે. તે C-DOC દ્વારા વિકસિત એક કોર નેટવર્ક છે, જેને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે એકીકૃત કર્યું છે.

About The Author

Related Posts

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.