પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેમ કહ્યું- મેં પૂરું કર્યું નહેરુનું કાર્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  અર્બન નક્સલ પર આક્રમક રીતે ભડક્યા હતા. પર્યાવરણ મંત્રીઓના સંમેલનમાં તેમણે કહ્યું કે રાજનીતિક સમર્થનવાળાં અર્બન નક્સલ દ્વારા ઘણા વર્ષો સુધી વિકાસના કર્યોમાં અડચણ ઉભી કરી હતી. તેમણે કહ્યું કે રાજનીતિક સમર્થન પ્રાપ્ત શહેરી નક્સલવાદીઓએ ગુજરાતમાં ઘણા વર્ષો સુધી નર્મદા નદી પર સરોવર બંધના નિર્માણમાં અડચણ ઉભી કરી હતી. તેમનો દાવો હતો કે આ પર્યાવરણને નુકશાન કરશે.

PMએ કહ્યું કે આજે આ બંધ બનીને તૈયાર છે તો તમે જોઈએ શકો છો કે તેમના દાવા કેટલા પોકળ સાબિત થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગર દેશનો વિકાસ સંભવ નથી. પરંતુ આપણે જોવું જોઈએ કે પર્યાવરણની મંજૂરીના નામે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને કેવી રીતે ગુંચવવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ આઝાદી બાદ તરત જ કાયવમાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે આ મામલે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી અને પંડિત નેહરુએ શિલાન્યાસ કર્યો હતો પરંતુ શહેરી નક્સલ મેદાનમાં આવી ગયા હતા. ખોટા પ્રચાર કરવામાં આવ્યો હતો કે પર્યાવરણ વિરોધી આ બંધ છે. જે કામની શરૂઆત નહેરુ દ્વારા કરવામાં આવી હતી તે કામ મારા આવ્યા પછી પૂરું થયું હતું.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.