- National
- પ્રશાંત કિશોરે જણાવી BJPને હરાવવાની ફોર્મ્યુલા! 'દેશની 80 ટકા વસ્તી હિન્દુ છે, BJPને મળ્યા ફક્ત 36 ટ...
પ્રશાંત કિશોરે જણાવી BJPને હરાવવાની ફોર્મ્યુલા! 'દેશની 80 ટકા વસ્તી હિન્દુ છે, BJPને મળ્યા ફક્ત 36 ટકા મત...'
ચૂંટણીમાં BJPની સતત જીત પર વિપક્ષ અનેક રીતે પ્રશ્નો ઉઠાવતો રહે છે. આ દરમિયાન, જનસુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં BJPને હરાવવાનો ફોર્મ્યુલા જાહેર કર્યો. પ્રશાંત કિશોરે કહ્યું કે, મે કહ્યું હતું કે MY સમીકરણ છે, તેમાં કોઈ તટસ્થતા નથી. જો તમે BJPને હરાવવા માંગતા હો, તો 40 ટકા હિન્દુઓ અને 20 ટકા મુસ્લિમોનું સમીકરણ બનાવો. જો આ લોકો રાષ્ટ્રવાદી મુસ્લિમ દળો સાથે મળીને આવે તો BJPને હરાવી શકાય છે. આઝાદી પહેલા, અંગ્રેજો સાથેની લડાઈ આ ફોર્મ્યુલાથી જ લડવામાં આવી હતી.
તેમણે કહ્યું કે દેશમાં 80 ટકા હિન્દુ છે, BJPને 36 ટકા મત મળ્યા હતા. પાંચમા ધોરણનો વિદ્યાર્થી પણ કહી દેશે કે, 80 ટકામાંથી, ફક્ત 36 ટકા મત જ BJPને મળી રહ્યા છે. જો BJPનો એક પણ મત આમતેમ ન થાય તો પણ BJPને હરાવી શકાય છે.
મતદાર અધિકાર યાત્રા પછી, પ્રશાંત કિશોરે કહ્યું કે, બિહારમાં કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. કોંગ્રેસે પોતે જ નક્કી કરી લીધું છે કે તેનું ભવિષ્ય ફાનસ સાથે જોડાયેલું રહે. રાહુલ ગાંધીએ 13 દિવસ ગાડી પર બેસીને આમતેમ ફર્યા, જો આ મહેનત છે તો મહેનતની વ્યાખ્યા બદલવી જોઈએ. રાહુલ ગાંધી 13 દિવસ બિહારમાં રહ્યા, બિહારના લોકોએ આ માટે આભારી રહેવું જોઈએ.
પ્રશાંત કિશોરે કહ્યું કે, જો તેઓ BJP સાથે છે, તો તેઓ BJPના આચરણ, ચરિત્ર અને ચહેરાથી પ્રભાવિત થશે. જોકે, CM નીતિશ જી હાલમાં જે પણ કરી રહ્યા છે, તેમાં BJPનો પ્રભાવ ન કહી શકાય. તેઓ રાષ્ટ્રગીત દરમિયાન તાળીઓ પાડવાનું શરૂ કરે છે. તેમની વર્તમાન પરિસ્થિતિમાંથી વધુ અર્થ કાઢીને તેમના વિચારોને વ્યાખ્યાયિત કરવા એ સમજદારીનું કામ નથી.
આ પહેલાના સમયે પ્રશાંત કિશોરે અલગ અલગ વખતે BJP અને કોંગ્રેસ સહિત તમામ મુખ્ય પક્ષો માટે ચૂંટણી રણનીતિકાર તરીકે કામ કર્યું અને પછી તેમના ગૃહ રાજ્ય બિહારમાં જન સૂરજ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભાની બધી 243 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે, પ્રશાંત માટે આ રસ્તો સરળ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રશાંત બિહારના રાજકારણમાં ત્યારે જ ટકી શકશે જ્યારે તેઓ રાજ્યની 3 રાજકીય માન્યતાઓને તોડી શકશે. નહિંતર, જન સુરાજની હાલત છેલ્લા 24 વર્ષમાં રચાયેલા અને બિહારની સત્તામાં પોતાના અસ્તિત્વ માટે લડી રહેલા 10 પક્ષો જેવી થશે.

