રાજસ્થાનમાં એવું શું છે કે કોંગ્રેસ ટેન્શનમાં છે, રાહુલને કેમ 3-1ના...

રાજસ્થાનમાં આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપની તૈયારીઓ જોરો પર છે. મુખ્યમંત્રી ગેહલોત જ્યાં કોંગ્રેસની જીતને લઈને આશ્વસ્ત ન નજરે પડે છે તો ભાજપ કહી રહી છે કે ગેહલોતની વિદાઇ નક્કી છે. આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપી દીધું જેથી કોંગ્રેસ નેતા હેરાન પણ છે અને ચિંતિત પણ. રાહુલ ગાંધીએ એક કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનમાં કોંગ્રેસને જીતને લઈને સંશય વ્યક્ત કરતા કહ્યું કે, તેમની પાર્ટી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જીતી રહી છે, કદાચ તેલંગાણા પણ જીતી રહી છે અને રાજસ્થાનમાં ખૂબ નજીકની રેસ છે.

રાહુલનું આ સંશય ભરેલું નિવેદન આપ્યું છે, જ્યારે મુખ્યમંત્રી ગેહલોત સહિત તમામ કોંગ્રેસ નેતા દાવો કરી રહ્યા છે કે રાજસ્થાનમાં કોંગ્રેસે એક શાનદાર મોડલનું શાસન કર્યું છે જેને ઘણા રાજ્ય પણ ફોલો કરી રહ્યા છે અને અહી કોંગ્રેસની સરકાર ફરીથી બનાવવાનું નક્કી છે. હવે રાહુલના નિવેદનથી કોંગ્રેસ નેતા તો હેરાન છે જ, સાથે જ તેનું રાજકીય મહત્ત્વ પણ કાઢવામાં આવી રહ્યું છે. તો આવો જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે કયા કારણ છે જેના કાર રાહુલ ગાંધીના મનમાં રાજસ્થાનને લઈને સંશય બનેલું છે.

રાજસ્થાન કોંગ્રેસના બે દિગ્ગજ નેતા મુખ્યમંત્રી ગેહલોત અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટની અદાવત કોઇથી છૂપી નથી. જો કે, બંનેએ હાલના દિવસોમાં એક-બીજા વિરુદ્ધ કોઈ નિવેદનબાજી કરી નથી અને બંને નેતા દાવો કરી રહ્યા છે કે રાજસ્થાનમાં સરકાર રીપિટ થશે. પરંતુ બંનેના સમર્થક સમય સમય પર એકજૂથ થઈને ચૂંટણી લડવા કહ્યું હતું અને સાર્વજનિક નિવેદનબાજી ન કરવાની સલાહ પણ છે. હાલમાં નિવેદનબાજી તો શાંત છે, પરંતુ જેવા જ કોંગ્રેસ ઉમેદવારોની ટિકિટ નક્કી કરશે તો, જે નિવેદનબાજી અત્યારે બંધ છે, તો ખૂલીને સામે આવી શકે છે. એ પણ એક કારણ છે કે પાર્ટીએ રાજસ્થાનમાં મુખ્યમંત્રી ફેસ ન જાહેર કરીને સામૂહિક લીડરશીપમાં ચૂંટણી લડવા જઈ રહી છે.

ગેહલોત કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા રાજેન્દ્ર ગુઢા પોતાની જ સરકાર પર ઘણા આરોપ લગાવી ચૂક્યા છે. તેમના આરોપો બાદ ગેહલોત સરકારની ખૂબ નિંદા થઈ. આ વર્ષે જુલાઈમાં ગુઢા એક લાલ ડાયરી લઈને વિધાનસભા પહોંચી ગયા અને દાવો કર્યો કે અશોક ગેહલોત વિરુદ્ધ આ ડાયરીમાં આરોપીની પૂરી લિસ્ટ છે. સંકટના સમયે ધારાસભ્યોને ખરીદવાનું આખું લેખું-જોખું આ ડાયરીમાં રાખવામાં આવ્યું હતું. આ આરોપો બાદ ગહલોતે ગૂઢાને મંત્રીમંડળથી સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ ગેહલોત સરકાર બેકફૂટ પર નજરે પડી.

ભાજપે પણ આ મુદ્દો પકડી લીધો અને પોતે વડાપ્રધાને સીકર રેલી દરમિયાન લાલ ડાયરીનો ઉલ્લેખ કરીને ગેહલોત સરકાર પર પ્રહાર કર્યો. ભાજપ કહી રહી છે કે ગેહલોત સરકારને રાજ્યની જનતા લાલ ઝંડો દેખાડશે, રાજસ્થાનમાં હિન્દુત્વ પણ એક પ્રમુખ મુદ્દો રહ્યો છે. ભાજપે ગેહલોત સરકાર પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવતી રહી છે. આ મુદ્દાને લઈને બેકફૂટ પર નજરે આવી રહેલી સરકારે આ વખત રણનીતિમાં બદલાવ કર્યો છે. ગેહલોત સરકારે ધ્રુવીકરણથી બચવા માટે હિન્દુ તીર્થસ્થળો, મંદિરો, ધાર્મિક પર્યટન સ્થળોમાં જઈને કર્યા કર્યા છે અને ઘણી યોજનાઓ પણ ચાલવી છે.

કન્હૈયાલાલ હત્યાકાંડ હોય કે પછી કરોલીમાં જીવતા સળગાવવામાં આવેલા પૂજારી બાબૂલાલ વૈષ્ણવનું મોત હોય. ગેહલોત સરકારની બંને મુદ્દા પર નિંદા થઈ હતી. કન્હૈયાલાલ હત્યાકાંડનો મુદ્દો તો ભાજપ ચૂંટણી મુદ્દો બનાવી ચૂકી છે. કોટામાં ભાજપની પરિવર્તન રેલી દરમિયાન આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઉદયપુરના કન્હૈયાલાલ હત્યાકાંડ જેવી ઘટના આસામમાં થતી તો હું 10 મિનિટમાં હિસાબ બરાબર કરી દેતો. જો કે ગેહલોત સરકાર કન્હૈયાલાલના પરિવારની આર્થિક મદદ સાથે સાથે તેના બંને દીકરાઓને સરકારી નોકરી આપી ચૂકી છે.

ભાજપ તેને મુદ્દો ન બનાવી શકે એટલે ગેહલોત સરકાર કન્હૈયાના હત્યારાઓને પકડવામાં મદદ કરનાર 2 યુવકોને પણ સરકારી નોકરી આપવાની જાહેરાત કરી ચૂકી છે. આ બધા છતા એ ચૂંટણી મુદ્દો બનેલો છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ અત્યાર સુધી ઘણા ચૂંટણી સર્વે સામે આવ્યા છે, જેમાં કેટલકમાં ભાજપ તો કેટલકમાં બંને વચ્ચે કાંટાની ટક્કર બતાવવામાં આવી રહી છે એટલે કે સર્વેમાં પણ દેખાડવામાં આવી રહ્યું છે કે એન્ટી ઇન્કમ્બન્સી અને ચૂંટણીમાં ગેહલોત માટે પડકાર ઓછા નથી.

C વૉટરના હાલના સર્વેમાં જ્યાં ભાજપને લીડ મળતી નજરે પડી રહી છે તો હાલમાં જ આવેલા IANS એજન્સી Polstrat સર્વમાં કોંગ્રેસને 200માંથી 97-105 સીટો મળતી દેખાઈ રહી છે. ભાજપ માટે અહી ખુશીની વાત એ છે કે તેને પણ 89-97 સીટો મળવાનું અનુમાન છે. રાજસ્થાનમાં છેલ્લા 2 દશકથી એ જ ટ્રેન્ડ રહ્યો છે કે ત્યાં 5 વર્ષમાં સરકાર જરૂર બદલાય છે એટલે એક વખત કોંગ્રેસ તો આગામી વખત ભાજપની સરકાર રાજ્યમાં બને છે.

ઘણા સત્તાધારી ધારાસભ્યો અને મંત્રીઓને ચૂંટણીમાં મોટા ભાગે હારનો સામનો કરવો પડે છે. તેનાથી સ્પષ્ટ છે કે સત્તાપક્ષના ધારાસભ્યોને એન્ટી ઇન્કમ્બન્સીનો દરેક વખત સામનો કરવો પડે છે. આ કેટલાક એવા કારણ છે જેમણે રાહુલ ગાંધીના નિવેદન સાથે જોડીને જોઈ શકે છે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ અને ભાજપ પોતાના આ પડકારોથી કેવી રીતે પાર પડે છે.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.