બાળકની જેમ પાલન-પોષણ કર્યું, કૂતરાની હત્યા પર FIR, કરાવ્યું પોસ્ટમોર્ટમ

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના કૂતરાને ગોળી મારવાનો આરોપ પાડોશી યુવક પર લગાવતા હત્યાનો કેસ નોંધાવ્યો છે. પીલીભીત પોલીસ દ્વારા ફરિયાદ નોંધ્યા બાદ કૂતરાના શબનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. કૂતરાની માલકિનનું કહેવું છે કે, તે પોતાના કૂતરાને 12 વર્ષથી બાળકની જેમ પાલન-પોષણ કરી રહી હતી અને હવે તે હત્યા કરી દેવામાં આવી.

તેણે કહ્યું કે, બધા પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઉત્તર પ્રદેશમાં જ ઉંદરની હત્યાનો કેસ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં એક યુવક પર ઉંદરને ઈંટ સાથે બાંધીને નાળામાં ડૂબાડીને હત્યા કરવાનો કેસ એનિમલ લવરે નોંધાવ્યો હતો, જેમાં ગયા અઠવાડિયે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. હવે બદાયૂથી એક જિલ્લો છોડીને આવેલા પીલીભીતમાં કૂતરાની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ ઘટના પીલીભીત જિલ્લાના પૂરનપુર વિસ્તારની કિરણ વિહાર કોલોનીની છે. કિરણ વિહારના રહેવાસી નીરજ જૈનની પત્ની નીલમ જૈને એક દેશી પ્રજાતિનો કૂતરો પાળી રાખો હતો, જેનું નામ સોનૂ રાખ્યું હતું. લગભગ 12 વર્ષથી આ દંપતી કૂતરાનું પાલન-પોષણ કરી રહ્યું હતું. મંગળવારે કૂતરાના શબને લઈને નીલમ જૈન પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોલીસને લેખિતમાં ફરિયાદ કરી, પોતાના પાડોશી યુવક અનુરાગ તોમર પર કૂતરાની હત્યાનો પોતાના પાડોશી યુવક અનુરાગ તોમર પર કૂતરાની હત્યાનો આરોપ લગાવ્યો હતો.

નીલમ જૈને પોલીસને જણાવ્યું કે, હું પોતાના પાલતુ કૂતરા સોનૂને 12 વર્ષથી પાળી રહી હતી. મારા કૂતરાએ ક્યારેય કોઈને બચકા ભર્યા નથી. તેને રેબિજના ઇન્જેક્શન પણ લાગ્યા હતા. મારા પાડોશી અનુરાગ તોમર મારા કૂતરાથી કાટ ખાતો હતો કેમ કે તેના બંને કૂતરાથી કોલોનીવાળા પરેશાન છે. સોમવારે રાત્રે મારો કૂતરો દુઃખાવાથી બૂમો પાડતો ઘરની અંદર લોહીથી લથબથ આવ્યો. તેના ઘામાંથી લોહી નીકળી રહ્યું હતું. હું બહાર નીકળી તો ત્યાં માત્ર અનુરાગ તોમર હતો. તેણે અરુરાગ પર પોતાના કૂતરાને ગોળી મારીને તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો.

પોલીસે મંગળવારે કૂતરાના શબને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ કરાવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી લગ્યાની પુષ્ટિ થયા બાદ બુધવારે અનુરાગ તોમર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. અનુરાગ આ ઘટના બાદ જ ફરાર છે. પૂરનપુરના CO સુનિલ દત્તે પણ કૂતરાની હત્યાની ફરિયાદના આધાર પર કેસ નોંધવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, કૂતરાના શબનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.