સ્મૃતિ ઈરાનીએ કહ્યું- અમેઠીમાં 40 એકર જમીનનું ભાડું 623 રૂપિયા, આ છે જાદુ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીના પ્રહારો પર વળતો પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જેમણે અમેઠીએ 'જાદુ' બતાવ્યો તેઓએ વડાપ્રધાન પર કટાક્ષ કર્યો. જયારે ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલના આરોપો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે રાહુલ અને તેમની માતા સોનિયા બંને જામીન પર છે. સાથે જ કહ્યું કે રાહુલે નિર્લજ્જતાથી પાયાવિહોણા આક્ષેપો કર્યા છે.

રાષ્ટ્રપતિના સંબોધન પર આભારની દરખાસ્ત પરની ચર્ચામાં ભાગ લેતા, સ્મૃતિ ઈરાનીએ એવો આક્ષેપ કર્યો કે 'પરિવાર'એ અમેઠીમાં ઘણી જમીનો પર કબજો મેળવ્યો છે જે ફાઉન્ડેશન અથવા ફેક્ટરી માટે ફાળવવામાં આવી હતી. તેમનો ઈશારો ગાંધી પરિવાર તરફ હતો.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, આજે એક સજ્જન જેમણે અમેઠીને 'જાદુ' બતાવ્યું અને 4 વિધાનસભા બેઠકો પર જેમની ડિપોઝીટ જપ્ત થઈ, તેમણે વડાપ્રધાન પર કટાક્ષ કર્યો. તેમનો ઈશારો 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠી લોકસભાની બેઠક પર રાહુલ ગાંધીની હાર અને પોતાની જીત તરફ હતો. મહિલા સ્વ-સહાય જૂથો માટે ફાળવણીનો ઉલ્લેખ કરતાં, તેમણે જણાવ્યું હતું કે, 2009 અને 2014 ની વચ્ચે સ્વ-સહાય જૂથોને આશરે 80,000 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. 2014-2022 સુધીમાં આ રકમ વધારીને 4.93 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, 1981માં એક ફાઉન્ડેશને અમેઠીમાં 40 એકર જમીન લીધી. ત્યાં કહેવામાં આવ્યું કે અમે અમેઠીના લોકો માટે મેડિકલ કોલેજ બનાવીશું. 623 રૂપિયા ભાડું આપવામાં આવ્યું. તે જમીન પર પરિવારે પોતાના માટે ગેસ્ટહાઉસ બનાવી લીધું. અમેઠીમાં 40 એકર જમીનનું ભાડું 623 રૂપિયા કેવી રીતે, આ તો જાદુ છે. તેમણે દાવો કર્યો કે અમેઠીમાં 'પરિવાર'ના હોસ્પિટલે એક વ્યક્તિની સારવાર ન કરી અને પાછા મોકલી લીધા, કારણ કે તેમની પાસે આયુષ્માન ભારત કાર્ડ હતું. બાદમાં તે વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, અમેઠીમાં એક ફેક્ટરી માટે જમીન લેવામાં આવી. અચાનક આ જમીન ફાઉન્ડેશનને આપી દીધી. બાદમાં પરિવારે જમીન ખાલી ન કરી. ખેડૂત કોર્ટમાં જાય છે અને જમીન ખાલી કરવાનો આદેશ લાવે છે. આજે પણ તેઓ જમીન પર બેસેલા છે. આજે તેઓ ગરીબોની વાત કરે છે. તેમણે કહ્યું, હજની નવી પોલિસી કાલે આવી છે. જ્યારે તેમની (કોંગ્રેસ) સરકાર હતી, ત્યારે હજ માટે અરજી કરવાના પૈસા ચૂકવવા પડતા હતા. મોદી સરકારે સુનિશ્ચિત કર્યું છે કે હવે કોઈએ અરજી માટે પૈસા ચૂકવવા પડશે નહીં. તેમણે કહ્યું કે મોદી સરકારની નીતિને કારણે હજ પર પ્રતિવ્યક્તિ 50 હજાર રૂપિયાની બચત થઈ રહી છે.

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ રાહુલ ગાંધીના આરોપો પર વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, 'રાહુલ ગાંધીએ નિર્લજ્જતાથી પાયાવિહોણા, ખોટા આરોપો લગાવ્યા. બધું નિયમો અને પ્રક્રિયા મુજબ થયું, પછી તે શ્રીલંકામાં હોય કે દેશમાં. રાહુલ જામીન પર છે, તેમની માતા જામીન પર છે, જેલ જઈ ચૂકેલા વ્યક્તિએ તેમની બહેનને કરોડોની ભેટ આપી. નેશનલ હેરાલ્ડ પર શું થયું? ટ્રાયલ ચાલવાની છે અને તેઓ જામીન પર છે. રાહુલ ગાંધી જણાવો કે ઑગસ્તા શું છે? રાજીવ ગાંધી ટ્રસ્ટને ચીને, ઝાકિર નાઈકે, નીરવ મોદીએ, મેહુલ ચોક્સીએ અને રાણા કપૂરે પણ પૈસા આપ્યા.

BJP નેતાએ વધુમાં કહ્યું કે, 'રાહુલ ગાંધીના જીજા ડીએલએફ કૌભાંડ અને બિકાનેર જમીન કૌભાંડમાં સામેલ છે. કોલસા કૌભાંડ, આદર્શ કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, 2જી કૌભાંડ, બોફોર્સ કૌભાંડ... છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના પરિવારનો ભ્રષ્ટાચારનો ઇતિહાસ રહ્યો છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી... કોંગ્રેસ સરકારે બધાને ફાયદો કરાવ્યો. મોદી સરકાર વચેટિયાઓથી પૈસા બચાવે છે, ટેક્સ ચોરોથી વસૂલ કરે છે. રાહુલ ગાંધીએ હવાબાજી, ભાષણબાજી કરી છે, પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. તેમની પાસે કોઈ પુરાવા કે દસ્તાવેજો નથી.'

જણાવી દઈએ કે આ પહેલા રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પૂછ્યું, 'અદાણીજી તમારી સાથે કેટલી વાર વિદેશ ગયા? તમે વિદેશ ગયા પછી અદાણીજી કેટલી વાર એ દેશ ગયા? કેટલી વાર એવું બન્યું કે તમારી મુલાકાત પછી અદાણીને કોન્ટ્રાક્ટ મળ્યો? છેલ્લા 20 વર્ષમાં અદાણીજીએ ભાજપને કેટલા પૈસા આપ્યા? ઈલેક્ટોરલ બોન્ડમાં કેટલા પૈસા આપ્યા?' રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, વડાપ્રધાન જયારે 2014માં દિલ્હી આવ્યા ત્યારે અસલી જાદુ શરૂ થયો. 2014માં અદાણી અમીરોની યાદીમાં 609માં નંબરે હતા, પછી આઠ વર્ષમાં તેઓ બીજા નંબરે આવી ગયા. તેમણે આરોપ લગાવ્યો કે નિયમોમાં ફેરફાર કરીને અદાણીને છ એરપોર્ટ આપવામાં આવ્યા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.