ચૂંટણી પંચનો નવો પ્લાન, વર્ષમાં માત્ર 2 વખત જ થશે પેટાચૂંટણી, દેશને શું ફાયદો થશે?

વારંવાર થતી સામાન્ય ચૂંટણીઓની સાથે દેશને હવે લગભગ દર મહિને થતી પેટાચૂંટણીઓથી પણ છુટકારો મળી શકે છે. રાજ્યો તરફથી સૂચનો મળ્યા બાદ વન નેશન-વન ઇલેક્શન પર રચાયેલી સંસદીય સમિતિએ હવે વર્ષમાં માત્ર 2 વાર પેટાચૂંટણીઓ કરાવવાની ભલામણનો સમાવેશ કરી લીધો છે. આ દરમિયાન, પેટાચૂંટણીઓ દર 6 મહિને માત્ર એક જ વખત થશે. સારી વાત એ છે કે વન નેશન વન ઇલેક્શન પર અલગ અલગ મંતવ્યો ધરાવતા રાજ્યો પણ તેની સાથે સહમત થતા દેખાઈ રહ્યા છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ, લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદની ખાલી બેઠકોને 6 મહિનાથી વધુ સમય માટે ખાલી રાખી શકાતી નથી.

એવામાં પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ એવી રીતે બનાવવામાં આવશે કે તેની જરૂરિયાત વર્ષમાં માત્ર બે વખત પડે. સમિતિ સાથે જોડાયેલા સભ્યોના મતે, આ મુદ્દો સૌપ્રથમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, જ્યારે સમિતિ દેશભરમાં બધી ચૂંટણીઓને એકસાથે કરાવવાની વાત કરી રહી છે, ત્યારે તેણે પેટાચૂંટણીઓને પણ તેના દાયરામાં લાવવી જોઈએ.

EC
ddnews.gov.in

ત્યારબાદ, આ સૂચન ઘણા અન્ય રાજ્યો અને કાયદાકીય નિષ્ણાતો દ્વારા પણ આપવામાં આવ્યું હતું. સમિતિ સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મુદ્દાને હવે વન નેશન-વન ઇલેક્શનમાં મુખ્ય રીતે સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે જ, સમિતિ આ અંગે પોતાની ભલામણ પણ આપશે.

રિપોર્ટમાં શું છે

સમિતિ એ જણાવશે કે પેટાચૂંટણીઓની વર્તમાન સ્થિતિ શું છે. એક રિપોર્ટ અનુસાર, માત્ર  2024માં લગભગ 28 પેટાચૂંટણીઓ થઈ હતી. લોકસભા અને વિધાનસભા ઉપરાંત, તેમાં વિધાન પરિષદની ચૂંટણીઓ પણ સામેલ હતી. આ હિસાબે દેશમાં દર મહિને લગભગ 2 પેટાચૂંટણીઓ થઈ હતી. તો, 2025માં પણ 5 પેટાચૂંટણીઓ થઈ છે. તેમાં જાન્યુઆરીમાં તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ, ફેબ્રુઆરીમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશ. માર્ચમાં મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની, એપ્રિલમાં આંધ્રપ્રદેશ અને મે મહિનામાં ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીઓ થઈ છે.

EC
madrascourier.com

આ પહેલનો સૌથી મોટો ફાયદો એ થશે કે દેશ હંમેશા ચૂંટણી મોડમાં નહીં રહે. વર્તમાનમાં દર મહિને થનારી આ પેટાચૂંટણીઓને કારણે, ચૂંટણી પંચ, રાજ્ય સરકાર અને રાજકીય પક્ષો ચૂંટણીમાં ફસાયેલા રહે છે. તેનાથી તેમને પોતાને સશક્ત બનાવવાનો કે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સમય મળતો નથી. એવામાં, દર 6 મહિને માત્ર એક જ વાર પેટાચૂંટણીઓ થથી, હવે તેમને ચૂંટણી સિવાય કંઈક સારું કરવાનો સમય મળશે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.