- National
- 'જોડણીની એક અક્ષરમાં ભૂલ થઈ હતી, તો લાખો લોકોને વિદેશી જાહેર કરાયા...', આસામનું 'સત્ય' બહાર આવ્યું આ...
'જોડણીની એક અક્ષરમાં ભૂલ થઈ હતી, તો લાખો લોકોને વિદેશી જાહેર કરાયા...', આસામનું 'સત્ય' બહાર આવ્યું આ અહેવાલથી
નાગરિકતા કેસ અંગે આસામમાં અપનાવવામાં આવેલી કાનૂની પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નાની ભૂલોને કારણે આસામમાં 1.6 લાખ લોકોને 'વિદેશી' જાહેર કરવામાં આવ્યા છે. આ ભૂલો નાની જોડણીની ભૂલો તેમજ યોગ્ય શીર્ષક અને વાસ્તવિક નામ વચ્ચેની મૂંઝવણ સાથે સંબંધિત છે. નવા અહેવાલમાં ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સ (FTs) અને ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા થયા છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં નાગરિકત્વના મુદ્દાઓ પર દેખરેખ રાખતા કાયદાકીય માળખા પર પુનર્વિચાર કરવાની તાત્કાલિક જરૂર છે. કારણ કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને અપડેટ કરવા માટે દેશભરમાં આસામ જેવી પ્રક્રિયા અપનાવવાની શક્યતા છે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ પ્રક્રિયામાં વિશ્વસનીય મૌખિક જુબાનીને પણ નકારી કાઢવામાં આવી હતી. આ તારણો ગૌહાટી હાઈકોર્ટના 1,200થી વધુ આદેશો, સુપ્રીમ કોર્ટના મુખ્ય ચુકાદાઓ અને ટ્રિબ્યુનલના આદેશો તેમજ વકીલો અને અરજદારો સાથેની મુલાકાતોના વિશ્લેષણ પર આધારિત છે. આ અહેવાલમાં આવા ઘણા કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કેસ 1: બારપેટાના રહેવાસી રહેમાન અલીએ 2012માં નાગરિકતા માટે દસ્તાવેજો સબમિટ કર્યા હતા. તેમના પિતાનું નામ તેમાં ખુર્શીદ અલી તરીકે લખાયેલું હતું. એક વર્ષ પછી, અધિકારીઓએ તેમના દાવાને ફગાવી દીધો, અને કહ્યું કે તે 'વિસંગતતા' છે. કારણ કે 1965 અને 1970ની મતદાર યાદીમાં તેમના પિતાનું નામ ફુર્શેદ અલી તરીકે લખાયેલું હતું, જ્યારે 1989, 1997 અને 2010ની યાદીમાં તેમનું નામ ખુર્શીદ તરીકે યોગ્ય રીતે જ નોંધાયેલું હતું.
કેસ 2: મહારાજન નેસાના કાકાની જુબાની 2019માં નકારી કાઢવામાં આવી હતી. કારણ કે તેમને ખબર નહોતી કે તેમના પિતાએ બક્સા જિલ્લાના ગોબરધના ગામમાં ક્યારે જમીન ખરીદી હતી. આ એક એવો પ્રશ્ન માનવામાં આવતો હતો જે તેમની નાગરિકતાની સ્થિતિ સાથે સંબંધિત ન હતો.
કેસ 3: 2019માં, ઇબ્રાહિમ અલીની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી કારણ કે 1989ની મતદાર યાદીમાં તેમના પિતાનું નામ 'સ્વર્ગસ્થ નુરુલ' અને 1965 અને 1970ની મતદાર યાદીમાં 'નુરુલ ઇસ્લામ' લખાયેલું હતું.
કેસ 4: મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, આતિફા બેગમ બરભુઇયા એક પારિવારિક મિત્ર માટે જુબાની આપવા ગઈ હતી. પરંતુ 1965ની મતદાર યાદીમાં વકુલ અલીનું નામ ખોટી રીતે તુઆકુલ અલી તરીકે લખાયેલું હોઈ શકે છે, તેમની આ જુબાની સ્વીકારવામાં આવી ન હતી.
કેસ 5: 2010માં, કોર્ટે કહ્યું કે, રાજેન્દ્ર દાસના પિતાના નામમાં 'વિસંગતતા' હતી, કારણ કે 1970માં તેમનું નામ રાધા ચરણ અને 1966માં રાધાચરણ દાસ લખાયેલું હતું.
કેસ 6: 2019માં, કોર્ટે જહુરા બીબીની રિટ ફગાવી દીધી. કારણ કે તે એ સાબિત કરવામાં નિષ્ફળ રહી કે અલેપ્પુદ્દીન શેખ, અલેક ઉદ્દીન શેખ અને અલીમ ઉદ્દીન શેખ એક જ વ્યક્તિના નામ છે. આ નામ વારંવાર રેકોર્ડમાં ખોટું લખવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ઘણા અન્ય કેસ પણ નોંધાયા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 85,000થી વધુ કેસ હજુ પણ પેન્ડિંગ છે.
આ રિપોર્ટનું શીર્ષક 'અનમેકિંગ સિટીઝન્સ: ધ આર્કિટેક્ટ ઓફ રાઇટ્સ વાયોલેશન એન્ડ એક્સક્લુઝન ઇન ઇન્ડિયાઝ સિટીઝનશિપ ટ્રાયલ્સ' રાખવામાં આવ્યું છે. તે બેંગલુરુ સ્થિત 'નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી' અને 'ધ ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન' દ્વારા મોહસીન આલમ ભટ, આરુષિ ગુપ્તા અને શાર્દુલ ગોપુજકરે તેને તૈયાર કર્યો છે.

