આ 'શ્રવણ કુમાર'ની વાર્તા, જેણે પોતાની માતા માટે આંગણામાં કૂવો ખોદી પાણી કાઢ્યું

એક પાતળો છોકરો, જેને જોઈને કોઈ પણ કહી શકે કે તે હાડકાંનું માળખું છે, પણ તેની આંખોમાં એક અદભુત ચમક છે. આ ચમક એ કામની છે, જેને સાંભળીને દરેક તેના વખાણના પુલ બાંધે છે. અમે વાત કરી રહ્યા છીએ મુંબઈથી 128 કિમી દૂર પાલઘર જિલ્લાના પ્રણવ રમેશ સલકરની. જેણે આ મહિનાની શરૂઆતમાં કેલવે ગામમાં તેમની ઝૂંપડી પાસે તેની માતા માટે કૂવો ખોદ્યો હતો. 

દરેક વ્યક્તિએ શ્રવણ કુમારની વાર્તા તો સાંભળી જ હશે, જેમણે પોતાના વૃદ્ધ માતા-પિતાની સેવા કરીને એક દાખલો બેસાડ્યો. મહારાષ્ટ્રના પાલઘરમાં એક 16 વર્ષના છોકરાએ પણ પોતાની માતા માટે આવું કામ કર્યું છે, જેને સાંભળીને લોકો તેની સરખામણી શ્રવણ કુમાર સાથે કરી રહ્યા છે. પ્રણવ રમેશ સાલકરે તેની માતાને બાળપણથી જ પાણી માટે સખત સંઘર્ષ કરતા અને દૂરની નદીમાંથી પાણી લાવતા જોયા હતા. તેનાથી માતાનું આ દર્દ જોવાતું ન હતું, તેથી તેણે પોતાના આંગણામાં જ સખત મહેનત કરીને કૂવો ખોદી નાંખ્યો. 

સલકરે કહ્યું, હું ખૂબ જ ખુશ છું કે, મારી માતાને આટલું દૂર નદીમાંથી પાણી લેવા માટે નહીં જવું પડે. પ્રણવ નવમા ધોરણમાં ભણતો આદિવાસી છોકરો છે. તેણે પોતાના આંગણામાં જ કૂવો ખોદ્યો. પ્રણવના પિતા રમેશે જણાવ્યું કે, તે આખો દિવસ ખોદકામ કરતો હતો. માત્ર 15 મિનિટનો લંચ બ્રેક લેતો હતો. પ્રણવે કહ્યું, મારી માતા સવારે ઊઠીને સૌથી પહેલાં પાણી લેવા માટે જતી હતી અને દૂર દૂરથી ડોલમાં પાણી લઈને આવતી. મને તે બિલકુલ ગમતું ન હતું. 

ધોરણ IX ના વિદ્યાર્થી પ્રણવ સાલકરની આ પહેલ કેલ્વે પાસેના તેમના આદિવાસી ગામ ધવંગે પાડામાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ સમાચાર તરત જ ગામની સીમાની બહાર ગયા અને તે આજના 'શ્રવણબાળ' તરીકે ઓળખાવા લાગ્યો. સલકરનું જિલ્લા પરિષદના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની પ્રશંસનીય કામગીરી બદલ રૂ. 11,000નું પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું. 

પ્રણવના પિતા રમેશ શાકભાજીના ખેતરમાં મજૂરી કરે છે. પ્રણવ તેના ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. પ્રણવના આ કામની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. લોકો પ્રણવના ખોદેલા કૂવાને જોવા અને તેને મળવા આવવા લાગ્યા. પંચાયત સમિતિના પ્રમુખે કહ્યું કે, સ્થાનિક સંસ્થાએ હવે પ્રણવના ઘરમાં પાણીનો નળ પણ લગાવ્યો છે. આ સિવાય સમિતિ તેમને વધુ મદદ પણ કરવા માંગે છે. 

એક ઉદ્યોગસાહસિકે કહ્યું, પ્રણવ બહુ બોલતો નથી પણ તે ખૂબ જ સંશોધનાત્મક છે. તે મનથી સંસાધનો બનાવતો જાય છે. તેણે તાજેતરમાં જ તેની ઝૂંપડીમાં અજવાળું કરવા માટે મોટરબાઈકની બેટરીમાં સોલર પેનલ લગાવી છે. જેના કારણે તેમના પરિવારને રાત્રે પણ પ્રકાશ મળતો હતો. 

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.