BJP ધારાસભ્યના સંબંધીના કૂતરાના મોત પર હોબાળો, MLAના કોલ બાદ તંત્ર કામે લાગ્યું

ઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપના ધારાસભ્યના સંબંધીના કૂતરાનું રોડ અકસ્માતથી મોત થઇ ગયું. બીજી તરફ પરિવહન મંત્રી સહિત ધારાસભ્યના ફોન કોલ બાદ પ્રશાસનનો પરસેવો છૂટી ગયો. મંત્રી દયાશંકર સિંહ અને ધારાસભ્ય કેતકી સિંહના ફોન બાદ પોલીસે FIR નોંધી હતી. કૂતરા ઇટાલિયન બ્રીડનો હતો. તેણે થોડા મહિના અગાઉ જ ગોરખપુર મહોત્સવમાં થયેલા ડૉગ શૉમાં ચેમ્પિયનનું ટાઇટલ જીત્યું હતું. કૂતરાનું મોત થવા પર મોટી સંખ્યામાં લોકો રોડ પર જમા થઇ ગયા, જેમણે ખૂબ હોબાળો કર્યો.

તેની સાથે જ અધિકારીઓના ફોનમાં રિંગ વાગવા લાગી. આ અંગે કૂતરાના માલિકનું કહેવું છે કે તે કોઇ સાધારણ કૂતરા નહોતો. ગોરખપુર મહોત્સવના ડૉગ શૉમાં તેણે ચેમ્પિયનનું ટાઇટલ જીત્યું હતું. મોડી સાંજે ફરતી વખત ગેરકાયદેસર ખનનમાં લાગેલા ટ્રેક્ટરે તેને કચડી દીધો. ત્યારબાદ તેની બહેન ધારાસભ્ય કેતકી સિંહ અને પરિવહન મંત્રી દયાશંકર સિંહે અધિકારીઓને ફોન કર્યો. ત્યારે જઇને પ્રશાસને ટ્રેક્ટર માલિક વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો.

એક અન્ય રિપોર્ટ મુજબ સૂચનાના ઘણા કલાકો બાદ પહોંચેલા પોલીસ અધિકારીએ ટ્રેક્ટરોને કબજામાં લઇ લીધા છે. તો સ્થાનિક લોકોએ પોલીસની સંડોવણીમાં દિયારા ક્ષેત્રમાં ગેરકાયદેસર ખનનનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે હૉસ્પિટલ રોડનો રહેવાસી કૂતરા માલિક ભાજપના ધારાસભ્ય કેતકી સિંહનો સંબંધી હોવાનું કહેવામાં આવે છે. તે લાંબા સમયથી પાળતુ કૂતરા પાળવાનો શોખીન છે. તેનું કહેવું છે કે તે રોજની જેમ મોડી સાંજે ફરી રહ્યો હતો. ત્યારે સામેથી એક ટ્રેક્ટર ટ્રૉલી પુરપાટ ઝડપે આવી રહી હતી.

જેની ઝપેટમાં તેનો પાળતું કૂતરા આવી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું. સ્થાનિક લોકોએ ટ્રેક્ટરને પકડી લીધો. જે ટ્રેક્ટરની ઝપેટમાં આવવાથી પાળતું કૂતરાનું મોત થયું હતું એ ટ્રેક્ટર ચાલક પર સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. તો અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

થોડા દિવસ અગાઉ તામિલનાડુમાં પણ કૂતરાને લઇને એક ઘટના સામે આવી હતી. અહીં ડિંડિગુલ જિલ્લામાં રહેનારા એક વ્યક્તિએ તો એવું કંઇક કરી દીધું હતું કે તેનાથી તેને જેલના સળિયા પાછળ જવું પડ્યું. આ વ્યક્તિએ પાડોશીની હત્યા કરી દીધી. તેણે આટલું મોટું પગલું એટલે ઉઠાવ્યું કેમ કે પાડોશીએ કૂતરાને કૂતરો કહી દીધો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.