- National
- વિનેશ ફોગાટને સરકારે આપેલા 3 વિકલ્પ- સરકારી નોકરી અથવા 4 કરોડ રૂપિયા અથવા પ્લોટ, તેણે પસંદ કર્યું......
વિનેશ ફોગાટને સરકારે આપેલા 3 વિકલ્પ- સરકારી નોકરી અથવા 4 કરોડ રૂપિયા અથવા પ્લોટ, તેણે પસંદ કર્યું...

પેરિસ ઓલિમ્પિક 2024ના સમયે ચર્ચામાં આવેલા ભારતીય પહેલવાન વિનેશ ફોગાટને લઇને એક મોટો ખુલાસો થયો છે. ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વાલિફિકેશન વિવાદ બાદ, વિનેશે કુસ્તીમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ, તેમણે રાજકારણમાં પગ રાખ્યો અને વર્ષ 2024ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી દાવેદારી રજૂ કરીને જુલાના સીટ પર જીત હાંસલ કરી હતી. તાજેતરમાં જ, હરિયાણા સરકારે તેમની સામે 3 વિકલ્પ રાખ્યા હતા. હવે અપડેટ સામે આવ્યું છે કે વિનેશે એક વિકલ્પની પસંદગી કરી લીધી છે.

વિનેશ ફોગાટે 4 કરોડ રૂપિયાની રોકડ પ્રાઇઝનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સંબંધમાં, હરિયાણા સરકારના સ્પોર્ટ વિભાગને એક પત્ર મોકલી દેવામાં આવ્યો છે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ મુજબ, જુલાના સીટથી ધારાસભ્ય વિનેશ ફોગાટે ગયા મહિને બજેટ સત્રમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. વિનેશનું કહેવું હતું કે, સરકારે તેમના માટે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ બરાબર એવોર્ડની જાહેરાત કરી હતી, પરંતુ 8 મહિના બાદ પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા નથી.

વિનેશ ફોગાટની માગ પર, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જવાબમાં કહ્યું હતું કે, વિનેશ હવે કોંગ્રેસના ધારાસભ્ય છે, છતા તેમને સરકારી નોકરી, એક પ્લોટ કે 4 કરોડ રૂપિયાની રોકડ પ્રાઇઝનો વિકલ્પ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ, તેમના જવાબમાં, વિનેશે 4 કરોડ રૂપિયાની રોકડ પ્રાઇઝ પર સહમતિ દર્શાવી છે.
વિનેશ ફોગાટે પોતાના વૈકલ્પિક નિર્ણયને લઇને સ્પોર્ટ વિભાગને પત્ર મોકલી દીધો છે. વિનેશ ધારાસભ્ય છે એટલે તેમણે સરકારી નોકરીનો વિકલ્પ પસંદ ન કર્યો. તમને યાદ અપાવીએ કે વિનેશ ફોગાટને નક્કી સીમાથી 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વાલિફાઇ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ 8 ઓગસ્ટ 2024ના રોજ ફોગાટે કુશ્તીમાંથી સંન્યાસ લઇ લીધો હતો. 6 સપ્ટેમ્બર 2024ના રોજ તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા અને જુલાના વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી અને તેમણે 6000 કરતા વધુ મતોથી જીત હાંસલ કરી હતી.
Related Posts
Top News
પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન CSK, કોચે કહ્યું- અમે આને લાયક જ છીએ
લગ્નજીવનનું સંતુલિત સમીકરણ...બીજાના પ્રેમને જોઈને એવું લાગે છે કે તે ખૂબ નસીબદાર છે
બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે
Opinion
