- National
- કોણ છે 124 વર્ષીય મિંતા દેવી? પ્રિયંકા ગાંધીએ સંસદમાં તેના નામ અને ફોટો સાથેની T-શર્ટ પહેરીને વિરોધ
કોણ છે 124 વર્ષીય મિંતા દેવી? પ્રિયંકા ગાંધીએ સંસદમાં તેના નામ અને ફોટો સાથેની T-શર્ટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું
બિહારમાં કથિત મતદાર છેતરપિંડી અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના મુદ્દા પર વિપક્ષ સતત સરકાર પર હુમલો કરી રહ્યું છે. આ અંગે INDIA બ્લોકના નેતાઓએ સંસદમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા વિપક્ષી નેતાઓ પણ સામેલ હતા. પરંતુ આ સમય દરમિયાન, બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું કે, ઘણા સાંસદોએ 'મિંતા દેવી' નામના કથિત 124 વર્ષીય મતદારની તસવીર સાથે T-શર્ટ પહેર્યા હતા, જેની પાછળ '124 નોટ આઉટ' લખેલું હતું. જેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
તમે લોકો તમારા મગજ પર જોર આપો તે પહેલાં, અમે તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ તાજેતરમાં બિહારની ડ્રાફ્ટ મતદાર યાદીમાં 'મિંતા દેવી' નામના મતદારનો ઉલ્લેખ કર્યો હતો, રાહુલે તેમના પ્રેઝન્ટેશનમાં બતાવ્યું હતું કે, 124 વર્ષીય મિંતા દેવી બિહારની તાજેતરમાં જાહેર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નોંધાયેલ મતદાર હતા. જે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ કરતાં નવ વર્ષ વધુ છે. રાહુલનો દાવો છે કે, આ યાદી નકલી છે અને તેમાં ઘણી ભૂલો છે. વિપક્ષે આ મુદ્દાને લઈને ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારથી વિપક્ષ સતત આ મુદ્દો ઉઠાવી રહ્યું છે.
https://twitter.com/ANI/status/1955141543280472160
એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, INDIA બ્લોકના નેતાઓ, ખાસ કરીને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મુદ્દો અનોખી રીતે ઉઠાવ્યો છે. 12 ઓગસ્ટ, 2025ના રોજ સંસદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ મિંતા દેવીની તસવીરવાળી T-શર્ટ પહેરી હતી, જેની પાછળ '124 નોટ આઉટ' લખેલું હતું. આ વિરોધ બિહારમાં કથિત મતદાર છેતરપિંડી અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા સામે હતો. આ T-શર્ટે માત્ર ધ્યાન ખેંચ્યું જ નહીં, પરંતુ વિપક્ષના આરોપોને પ્રતીકાત્મક રીતે મજબૂત પણ બનાવ્યો છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, TMCના ડેરેક ઓ'બ્રાયન, DMKના TR બાલુ, NCP (SP)ના સુપ્રિયા સુલે સહિત ઘણા નેતાઓ સંસદના મકર દ્વાર સામે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બધાએ મિંતા દેવીના ચિત્રવાળી T-શર્ટ પહેરીને પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો.

