પ્રેમાનંદ મહારાજની રાધારાની સાથે તસવીર વાયરલ ન કરતા નહિતર જેલ ભેગા થવું પડશે

છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સંત પ્રેમાનંદના પગ દબાવતા શ્રી રાધારાણીની તસવીરોને લઈને સંત સમુદાયની નારાજગી બાદ સંત પ્રેમાનંદના એક શિષ્યએ મથુરાના સાયબર પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ FIR નોંધાવી છે. સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય ગૌતમ ચિલાનાએ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા રિપોર્ટમાં કહ્યું છે કે, એક અજાણ્યા ઇસમે રાધારાણી અને તેમના ગુરુ શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજનો ફોટો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી બનાવીને ઇન્ટરનેટ મીડિયા પર પ્રસારિત કરી દીધા છે.

premanand-ji-maharaj
facebook.com/groups

 

તેણે વધુમાં કહ્યું કે, આ કૃત્યથી સંત, મહંત અને ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આવું કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કોઈ એવું કરવાનું દુસ્સાહસ ન કરી શકે. સંતના શિષ્યએ પોલીસને એવો પણ ભરોસો અપાવ્યો છે તે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર પ્રસારિત કરવામાં આવી છે તેનું URL પણ જલદી પોલીસને ઉપલબ્ધ કરાવશે. આ તસવીરના મામલે 18 જૂનના રોજ, પરિક્રમા માર્ગ પર સ્થિત ચૈનબિહારી આશ્રમમાં સંતો-મહંતોએ રોષ વ્યક્ત કર્યો અને સંત પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 19 જૂનના રોજ પણ પરિક્રમા માર્ગ પર સ્થિત ગૌતમ ઋષિ આશ્રમમાં સંત સમાજે એક બેઠક કરીને આ ઘટનાની નિંદા કરી હતી. SI મોહિત કુમારને આ માહિતી આપવામાં આવી છે.

premanand-ji-maharaj3
etvbharat.com

 

તો, શ્રી હિત રાધા કેલી કુંજ ટ્રસ્ટ શ્રીધામ તરફથી  એક પત્ર જાહેર કરીને અપીલ કરવામાં આવી છે કે તમને બધાને સૂચના અને સાવધાન કરવા છે. વર્તમાનમાં ઘણા લોકો પૂજનીય ગુરુદેવ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજજીના ફોટા, વીડિયો અને ઑડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી મનસ્વી રીતે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે, જે બિલકુલ ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે. સમય-સમય પર અગાઉ પણ અમારા દ્વારા આવી સૂચનાઓ આપવામાં આવી છે. તો આપ સૌને નિવેદન છે કે કોઈ પણ  AIનો ઉપયોગ કરીને પૂજ્ય મહારાજના મનસ્વી રીતે ફોટા, વીડિયો અને ઑડિયો ન બનાવે, ન પ્રભાવિત થાવ, ન સમર્થન આપો અને ન ક્યાંય શેર કરો. માત્ર અમારા અધિકૃત અને વેરિફાઇડ સોશિયલ મીડિયા પરથી પ્રસારિત થતા ફોટા, વીડિયો, ઑડિયો અને સૂચના પર જ વિશ્વાસ કરો. અમે કોઈ પણ અનધિકૃત સોશિયલ મીડિયા પર બનેલી ચેનલ, પેજ હેન્ડલ પરથી પ્રસારિત કરવામાં આવેલી કોઈપણ પ્રકારની જાણકારી ઉત્તરદાયી નહીં રહીએ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.