TMCના બળવાખોર સાંસદોના 2023માં બનેલી NCPI પાર્ટી સાથે જોડાવાના 5 કારણો

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં વર્ષ 1998 પછી આવેલા સૌથી મોટા ભંગાણ વચ્ચે, બળવાખોર સાંસદોએ ત્રિપુરાના એક અજાણ્યા પક્ષ 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI) સાથે જોડાણ કરવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. રાજકીય વિશ્લેષકો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાં પાછળ મમતા બેનર્જીના નિયંત્રણમાંથી બહાર નીકળીને પોતાનું અલગ અસ્તિત્વ ટકાવી રાખવાની વ્યુહરચના કામ કરી રહી છે.

0504

બળવાખોર સાંસદો માટે ભાજપમાં સીધા જોડાવાને બદલે NCPI સાથે હાથ મિલાવવો કેમ વધુ સુરક્ષિત સાબિત થયો, તેના 5 મુખ્ય કારણો નીચે મુજબ છે:

1. અજાણ્યો પક્ષ એ નબળાઈ નહીં, પણ સૌથી મોટી વ્યુહરચના

તૃણમૂલ કોંગ્રેસના 20 જેટલા બળવાખોર લોકસભા સાંસદોએ સામાન્ય રીતે પક્ષપલટો કરનારા નેતાઓની જેમ સીધા ભાજપમાં જોડાવાનો પરંપરાગત રસ્તો ન અપનાવ્યો. તેના બદલે તેમણે ત્રિપુરાના એક નાના, રજિસ્ટર્ડ પણ ચૂંટણી પંચની માન્યતા ન ધરાવતા  પક્ષ NCPIની પસંદગી કરી.

આ પક્ષનું કોઈ મોટું રાજકીય અસ્તિત્વ ન હોવું એ જ બળવાખોરો માટે સૌથી મોટો ફાયદો સાબિત થયો છે. PTIના અહેવાલ મુજબ, NCPIની પસંદગી તેમને એ કાનૂની સુરક્ષા આપે છે જે કદાચ ભાજપ સીધી રીતે ન આપી શકત. આનાથી સંસદમાં તેમનું સામૂહિક સંખ્યાબળ પણ જળવાઈ રહેશે અને ભાજપ સત્તાવાર રીતે તેમને પક્ષમાં સામેલ કર્યા વગર પણ તેમનું સમર્થન મેળવી શકશે.

2. પક્ષપલટા વિરોધી કાયદાથી બચવાનો 'કાનૂની પેતરો'

CPI(M)ના નેતા સુજન ચક્રવર્તીના મતે, આ નિર્ણય પશ્ચિમ બંગાળ વિધાનસભામાં અગાઉ થયેલા બળવામાંથી પાઠ શીખીને લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, ‘આ કોઈ રાજકીય વિચારધારાનું જોડાણ નથી, પરંતુ માત્ર એક કાનૂની પેતરો છે.’ લોકસભાના બળવાખોર સાંસદો વિધાનસભામાં TMCના વિભાજન વખતે ઊભી થયેલી કાનૂની ગૂંચવણો અને મુશ્કેલીઓથી બચવા માગતા હતા, તેથી તેમણે આ રસ્તો પસંદ કર્યો છે.

05

3. સંસદીય નિયમો વચ્ચે 'કાયદેસરતા' મેળવવાનો રસ્તો

સૂત્રોના જણાવ્યા અનુસાર, બળવાખોરોનો મૂળ પ્લાન ઘણો સરળ હતો. તેઓ બે-તૃતીયાંશ (2/3) સાંસદોની બહુમતી સાથે TMC સંસદીય પક્ષમાંથી અલગ થઈને સંસદમાં એક સ્વતંત્ર જૂથ બનાવવા માગતા હતા, જે બહારથી ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને ટેકો આપી શકે.

પરંતુ સંસદના કડક નિયમો (પક્ષપલટો વિરોધી કાયદો) અંતર્ગત આવી અલગ વ્યવસ્થા માટે કોઈ અવકાશ નહોતો. આ કાનૂની અડચણ સામે આવ્યા બાદ તેમણે NCPIનો આશરો લીધો. એક સ્વતંત્ર બળવાખોર જૂથને જે માન્યતા ન મળી શકી હોત, તે NCPI સાથેના જોડાણથી તેમને મળી ગઈ.

એક વરિષ્ઠ બળવાખોર સાંસદે પીટીઆઈને જણાવ્યું કે, ‘આ નિર્ણય કોઈ વિચારધારાના આધારે નહીં પણ વ્યાવહારિક સ્થિતિને જોઈને લેવાયો છે. અમે કાનૂની ગૂંચવણો વગર મમતા બેનર્જીના અંકુશમાંથી બહાર નીકળીને સંસદમાં એક અલગ રાજકીય ઓળખ ઊભી કરવા માગતા હતા. NCPIના માધ્યમથી અમને આનો વ્યવહારુ ઉકેલ મળી ગયો.’

4. પક્ષ પર નહીં, માત્ર સંસદીય પાંખ પર કબજો

બળવાખોરો માટે આખી તૃણમૂલ કોંગ્રેસ પર કબજો કરવો અશક્ય હતો, પરંતુ સાંસદોના એક મોટા જૂથને મમતા બેનર્જીથી અલગ કરવા તેમના માટે શક્ય હતું.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળવાખોર ધારાસભ્યોએ પોતાને જ 'અસલી TMC' તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પોતાના અલગ નેતા ચૂંટ્યા અને પક્ષના સત્તાવાર નેતૃત્વના અધિકારોને પડકાર્યા, જેના કારણે તરત જ કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ.

તેનાથી વિપરીત, લોકસભાના સાંસદોએ આ વિવાદથી અંતર રાખ્યું છે. તેઓ પોતાને 'અસલી' TMC હોવાનો કોઈ દાવો નથી કરી રહ્યા. તેઓ પક્ષના સંગઠન, પ્રતીક (ચૂંટણી ચિહ્ન) કે માળખા પર હક જમાવવાનો પ્રયત્ન પણ નથી કરી રહ્યા. તેમણે સ્વીકારી લીધું છે કે મૂળ સંગઠન મમતા બેનર્જી હસ્તક જ રહેશે, તેઓ માત્ર સંસદની અંદર પક્ષની પાંખને મમતાના નિયંત્રણમાંથી મુક્ત કરવા માગે છે.

બીજી તરફ, TMCના વરિષ્ઠ નેતા સૌગત રોયે આ ઘટનાક્રમને નકારી કાઢતા કહ્યું કે પક્ષની તાકાત આજે પણ અકબંધ છે. તેમણે પીટીઆઈને જણાવ્યું કે, ‘કેટલાક સાંસદો પક્ષ છોડી શકે છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ એટલે મમતા બેનર્જી. સંગઠન, કાર્યકરો અને જનતા આજે પણ તેમની સાથે જ છે. જેઓ એવું વિચારે છે કે પક્ષનું લેબલ બદલીને તેઓ મમતા બેનર્જીને નબળા પાડી દેશે, તેઓ ભ્રમમાં જીવે છે.’

06

5. બેકડોરથી ભાજપને સીધો ફાયદો

રાજકીય વિશ્લેષક વિશ્વનાથ ચક્રવર્તીના મતે, ‘ભાજપ માટે આ નેતાઓને અત્યારે સીધા પક્ષમાં સામેલ કરવા કરતાં એક સહયોગી પક્ષ તરીકે સાથે રાખવા વધુ સરળ છે.’

બળવાખોર સાંસદોની મોટાભાગની બેઠકો ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસ્થાને થઈ હોવા છતાં, ભાજપે તેમને તાત્કાલિક પક્ષમાં લેવાની કોઈ ઉતાવળ ન બતાવી. આ સંયમ પાછળ પશ્ચિમ બંગાળની સ્થાનિક રાજકીય વાસ્તવિકતા જવાબદાર છે.

આ બળવાખોર સાંસદોમાંથી ઘણા નેતાઓ ભૂતકાળમાં ભાજપ સામે ચૂંટણી લડ્યા છે અને તેના પર આકરા પ્રહારો કર્યા છે.

જો ભાજપ આ તમામ નેતાઓને સામૂહિક રીતે પક્ષમાં સામેલ કરી લે, તો પશ્ચિમ બંગાળ ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે નારાજગી ઊભી થઈ શકે તેમ છે, કારણ કે સ્થાનિક સ્તરે તેઓ આ જ નેતાઓ સામે લડીને ઊભા થયા છે.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે NCPIના આ રસ્તાથી એકસાથે બે મોટી સમસ્યાઓ ઉકલી ગઈ છે – બળવાખોરો કાનૂની મુશ્કેલી વગર એકજૂથ રહી શક્યા અને ભાજપને પશ્ચિમ બંગાળમાં કોઈ રાજકીય વિવાદ ઊભો કર્યા વગર સંસદમાં મજબૂત સમર્થન મળી ગયું.

About The Author

Related Posts

Top News

તેલના મોંઘા ભાવથી દુનિયાને બચાવવાના પ્રયાસમાં અમેરિકા કંગાળ થઈ ગયું!

વૈશ્વિક ઉર્જા બજારમાંથી ખુબ જ ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે. અમેરિકાનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) ઘટવાની આરે છે....
Business 
તેલના મોંઘા ભાવથી દુનિયાને બચાવવાના પ્રયાસમાં અમેરિકા કંગાળ થઈ ગયું!

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગૂગલના CEO સુંદર પિચાઈને એ સમયે એક અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમના...
World 
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

ડિજિટલ ઇન્ડિયાના યુગમાં, સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર કોઈપણ વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો...
Business 
બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

કેન્દ્રની પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન

સાઉથ ગુજરાત સોલાર એસોસેયિશન દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નવી પોલીસીને કારણે સોલાર...
Gujarat 
કેન્દ્રની  પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન
Copyright (c) Khabarchhe All Rights Reserved.