કંગના રણૌતે રાજકારણમાં પોતાની ક્ષમતા પર શંકા હોવાની વાત સ્વીકારી

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રણૌત ભલે પોતાના નીડર વિચારો અને સ્પષ્ટવક્તા વ્યક્તિત્વ માટે જાણીતી હોય, પરંતુ ભાજપના  આ સાંસદે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે રાજકારણમાં પોતાની નવી ભૂમિકા ભજવતી વખતે તેને પણ આત્મ-શંકા  અને અસુરક્ષાની લાગણીનો અનુભવ થાય છે.

મીડિયાએ કંગનાને સવાલ પૂછ્યો કે તે અવારનવાર હિંમત અને બહાદુરી વિશે વાતો કરે છે, તેમ છતાં શું એવી કોઈ વસ્તુ છે જેનાથી તેને ડર લાગતો હોય? આ સવાલના જવાબમાં કંગનાએ કહ્યું કે ડર હંમેશા નાટ્યાત્મક કે જીવન કરતાં મોટો  નથી હોતો, પરંતુ તે ઘણીવાર રોજબરોજની શંકાઓ અને અસુરક્ષાના સ્વરૂપમાં સામે આવે છે.

kangana2

કંગનાએ જણાવ્યું હતું કે, ‘તમને કોઈ પણ વસ્તુ ડરાવી શકે છે. તે કોઈ બહુ મોટો કે કલ્પના બહારનો ડર નથી હોતો. પરંતુ નાની-નાની બાબતો જેમ કે, 'શું હું આ કામ માટે પૂરતી યોગ્ય સાબિત થઈશ?' તેવો ડર હોઈ શકે છે.’

અભિનેત્રીએ સમજાવ્યું કે રાજકારણમાં પ્રવેશવાને કારણે તેમની સામે નવા પડકારો, અસુરક્ષાઓ અને આત્મ-મંથનની ક્ષણો આવી છે. મંડી બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચેલા કંગનાએ સ્વીકાર્યું કે, તેઓ વારંવાર પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે શું તેઓ તેમના નવા પદ સાથે જોડાયેલી અપેક્ષાઓ પર ખરા ઉતરી રહ્યા છે કે નહીં.

પોતાના અનુભવો શેર કરતાં તેમણે કહ્યું, ‘ખાસ કરીને રાજકારણી તરીકેની મારી આ નવી નોકરીમાં, મારે કઈ રીતે રહેવું જોઈએ તે સાચો રસ્તો કયો છે? શું હું હજી પણ વધુ પડતી અભિનેત્રી જેવી લાગું છું? શું હું વધારે પડતો મેકઅપ કે પોશાક કરું છું? જો હું સ્લીવલેસ (બાય વગરના કપડાં) પહેરું તો શું તે યોગ્ય ગણાશે? શું લોકો મારા વિશે કોઈ ખોટો અભિપ્રાય બાંધી રહ્યા છે?’

કંગનાએ જણાવ્યું કે તેઓ વારંવાર એવું વિચારતા હોય છે કે શું તેઓ પોતાની જાતને યોગ્ય રીતે રજૂ કરી રહ્યા છે અને એક જનપ્રતિનિધિ તરીકે લોકો તેમની પાસે જે અપેક્ષા રાખે છે તે માપદંડોને તેઓ પૂરા કરી શકે છે કે નહીં.

તેમણે ઉમેર્યું, ‘અથવા શું હું પૂરતી સારી સાબિત થઈ રહી છું? શું આ રીતે રહેવું યોગ્ય છે? અથવા શું હું હજી પણ લોકોની નજરમાં એક હિરોઈન તરીકે જ વધુ દેખાઈ રહી છું?’

સમાજમાં પોતાની મજબૂત અને દબંગ છબી હોવા છતાં, કંગનાએ સ્વીકાર્યું કે જ્યારે તેઓ એક કલાકાર અને એક રાજકારણી તરીકેની પોતાની બંને ઓળખ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ પ્રકારના આંતરિક પ્રશ્નો તેમની સફરનો એક ભાગ બની રહે છે.

તેમણે કહ્યું, ‘તેથી, દેખીતી રીતે જ એવા ઘણા ડર અથવા શંકાઓ છે જે કોઈપણ વ્યક્તિને રોજિંદા ધોરણે થઈ શકે છે. કદાચ કોઈ એક મોટો ડર મનમાં લાંબો સમય ન ટકે, પરંતુ રોજબરોજના જીવનમાં તમને ઘણી શંકાઓ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમે કોઈ તદ્દન નવા ક્ષેત્રમાં પ્રવેશ્યા હોવ.’

kangana

તેમની આ ટિપ્પણીઓ તેમની આત્મવિશ્વાસથી ભરેલી જાહેર છબી પાછળ છુપાયેલી વ્યક્તિગત અનિશ્ચિતતાઓની એક દુર્લભ ઝાંખી કરાવે છે, અને સાથે જ એ બાબત પર પ્રકાશ પાડે છે કે મનોરંજન જગતમાંથી જાહેર સેવામાં આવવું કેટલું પડકારજનક હોઈ શકે છે.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.