મણિપુરની હિંસાનો મુદ્દો બ્રિટનની સંસદમાં, સાંસદે કહ્યું- હુમલાઓમાં ધર્મ મોટું...

મણિપુરમાં બે સમુદાયો વચ્ચે 3 મેથી શરૂ થયેલી હિંસા હજુ પણ ચાલું છે. આ દરમિયાન હવે મણિપુરનો મુદ્દો બ્રિટનની સાંસદમાં પણ ગૂંજ્યો છે. બ્રિટનના મહિલા સાંસદે મણિપુરનો ઇશ્યુ ઉઠાવ્યો છે. બ્રિટનમાં ધાર્મિક આઝાદી સાથે જોડાયેલા મામલાના સ્પેશિયલ રાજદૂત અને સાંસદ ફિયોના બ્રુસે  BBC પર મણિપુર હિંસાનું યોગ્ય રીતે રિપોર્ટીંગ ન કરવાનો આરોપ લગાવ્યો છે.

બ્રિટનના નીચલા ગૃહમાં બ્રુસે કર્યો સવાલ કે મણિપુરમાં મે મહિનાથી અત્યાર સુધીમાં સેંકડો ચર્ચ સળગાવવામાં આવ્યા છે, 100થી વધુ લોકો માર્યા ગયા છે. 50 હજારથી વધુ લોકોને ઘર છોડવું પડ્યું છે. માત્ર ચર્ચ જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલી શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી છે. બ્રુસે કહ્યું કે તે સ્પષ્ટ છે કે આ બધું આયોજન હેઠળ કરવામાં આવી રહ્યું છે અને આ હુમલાઓમાં ધર્મ એક મોટું પરિબળ છે.

બ્રુસે કહ્યું કે મણિપુરમાં લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા છે. તેમણે પૂછ્યું છે કે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ તે લોકો પર ધ્યાન આપવા માટે શું કરી શકે છે. બ્રુસે આ બધી વાત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર બનેલા રિપોર્ટના આધારે કહી છે. જે BBCમાં કામ કરી ચૂકેલા  રિપોર્ટર ડેવિડ કેમ્પનેલે બનાવ્યો હતો.

બીજી તરફ એન્ડ્રયુ સેલોઉસ નામના એક બીજા સાંસદે મણિપુરના મુદ્દાને બ્રિટિશની સાંસદમાં ઉઠાવવા બદલ બ્રુસના વખાણ કર્યા હતા.બ્રુસે સંસદ સમક્ષ લાવીને મોટું કામ કર્યું છે. મારી જેમ બ્રુસ પણ ઇચ્છે છે કે આ મુદ્દા પર BBC અને બીજી સંસ્થાઓ યોગ્ય રીતે રિપોર્ટીંગ કરે. એન્ડ્રયુએ કહ્યું કે, મને આશા છે કે કેંટરબરીના આર્ચબિશપ આ મુદ્દા પર ધ્યાન આપશે.

ભારતમાં અમેરિકી રાજદૂતે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડના વીડિયો પર કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન તેમને મણિપુરની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર તેમણે કહ્યું કે તે જ્યાં પણ આવી હિંસક ઘટનાઓ જુએ છે ત્યાં તેને દુઃખ થાય છે. ગાર્સેટી કહ્યું હતું કે મેં હજુ સુધી વીડિયો જોયો નથી. એક માણસ તરીકે મારી સહાનુભૂતિ ભારતના લોકો સાથે છે.

આ પહેલા 6 જુલાઇએ પણ અમેરિકાએ મણિપુરની હિંસા પર ચિંતા વ્યકત કરી હતી. તે વખતે એરિક ગાર્સેટીએ કહ્યું હતું કે, જો ભારત ઇચ્છે તો અમે મદદ કરવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યું હતું કે  અમે જાણીએ છીએ કે આ ભારતનો આંતરિક મામલો છે, અમે જલ્દીથી જલ્દી શાંતિની અપેક્ષા રાખીએ છીએ.

તેમણે કહ્યું હતું કે મણિપુરની સ્થિતિને લઈને અમને કોઈ વ્યૂહાત્મક ચિંતા નથી, અમે લોકો માટે ચિંતિત છીએ. મણિપુરના બાળકો અને ત્યાં મરી રહેલા લોકો માટે ચિંતા વ્યક્ત કરવા માટે કોઈ ભારતીય હોવું જરૂરી નથી.

About The Author

Related Posts

Top News

મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

મેટાએ નવા સ્માર્ટ ચશ્મા રજૂ કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ વખતે માર્ક ઝુકરબર્ગની કંપની...
Tech and Auto 
મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.