કેન્દ્રિય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી સખત કાર્યવાહી, જાણો શું છે કારણ

બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે. ચૂંટણી અગાઉ મોટી કાર્યવાહી કરતા ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) વિરુદ્ધ FIR નોંધી છે. અહેવાલો અનુસાર, લલન સિંહે મોકામામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના કારણે FIR દાખલ કરવામાં આવી છે.

lalan-singh-3

મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા નિવેદન બદલ કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. લલન સિંહ ઉર્ફ રાજીવ રંજન સિંહ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જન પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. લલન સિંહે મતદાનના દિવસે એક નેતાને ઘરમાં પેક કરી  દેવાની વાત કહી હતી.

આ માહિતી પટના DMના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘જિલ્લા વહીવટીતંત્ર, પટણા દ્વારા વીડિયો સર્વેલન્સ ટીમના વીડિયો ફૂટેજની તપાસ કરી. તપાસ બાદ, લલન સિંહ ઉર્ફે રાજીવ રંજન સિંહ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જન પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.

મોકામામાં JDUના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ બાદ, કેન્દ્રીય મંત્રી લલન સિંહે તેમના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી અને મોકામામાં પ્રચાર કર્યો હતો. આ દરમિયાન, લલન સિંહે કહ્યું હતું કે, ‘ચિંતા ન કરતા, મેં કમાન સંભાળી લીધી છે. અનંત સિંહ એટલે અહી નથી કારણ કે તેઓ નીતિશ કુમારના કાયદાના શાસનનું સન્માન કરે છે.  પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ષડયંત્રનો ટૂંક સમયમાં ખુલાસો થઈ જશે.

lalan-singh

ઉલ્લેખનીય છે કે, દુલારચંદ યાદવ હ*ત્યાના કેસમાં અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. અનંત સિંહ મોકામામાં એક મજબૂત નેતા છે અને મતવિસ્તારમાં તેમનો ખૂબ દબદબો છે. બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે. ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ

આજે, અમે સ્માર્ટફોન સંબંધિત એક એવા સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ જે તમને ખુશીની સાથે આશા પણ આપશે. તે...
Tech and Auto 
સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.