- Politics
- કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલેએ પોતાના જ સાથીદાર BJP અને શિવસેનાને વિશ્વાસઘાતી શા માટે કહી?
કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલેએ પોતાના જ સાથીદાર BJP અને શિવસેનાને વિશ્વાસઘાતી શા માટે કહી?
BMC ચૂંટણી માટે રામદાસ અઠાવલેની પાર્ટી RPIએ 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, BMC ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેના વચ્ચે બેઠક વહેંચણીની સમજૂતીમાંથી તેમની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-અઠાવલે (RPI-A)ને બાકાત રાખવી, એ ‘વિશ્વાસઘાત’ છે. ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની શિવસેના અનુક્રમે 137 બેઠકો અને 90 બેઠકો પર સમજૂતી થઈ છે. BMCમાં કુલ 227 વોર્ડ છે.
BMC ચૂંટણીઓ પર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, ‘ભાજપ અને શિવસેના સાથે આવવાથી RPIને ટિકિટ ફાળવવામાં મુશ્કેલીઓ થઈ. રિપબ્લિકન પાર્ટી મુંબઈમાં ખૂબ જ મજબૂત પાર્ટી છે, પરંતુ ભાજપે અમારી અવગણના કરી. વાટાઘાટો દરમિયાન અમને એક વાર પણ બોલાવવામાં ન આવ્યા.’
https://twitter.com/ANI/status/2005939105390289006?s=20
અઠાવલેએ વધુમાં કહ્યું કે, ‘જો RPIને ભાજપ-શિવસેના વાટાઘાટોમાં બોલાવવામાં આવી હોત, તો અમને કેટલીક બેઠકો મળી શકતી હતી. ગઈકાલે રાત્રે 2:00 વાગ્યે અમને કહેવામાં આવ્યું હતું કે અમને 6 બેઠકો આપવામાં આવી છે. અમે 26 બેઠકોની જે યાદી આપી હતી, તેમાં અમને અપેક્ષા હતી કે RPIને 14-15 બેઠકો મળશે. આ ભાજપ તરફથી મોટો વિશ્વાસઘાત છે. એટલે અમે મુંબઈની 28 બેઠકો પર RPIના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી રહ્યા છીએ.’
https://twitter.com/ANI/status/2005936352047829052?s=20
તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ આજે મને ફોન કર્યો અને કહ્યું કે તેમણે RPIને 6 બેઠકો આપી છે, પરંતુ અમે તેમને કહ્યું કે આ એવી બેઠકો છે જે અમે માંગી નહોતી. અમારી પાસે ત્યાં ઉમેદવારો નથી. અમારી પાસે ઉમેદવારો છે, એટલે તેઓ તમારા ઉમેદવારો છે. ચૂંટણી ચિહ્ન તમારું રહેશે.’... અમે મહાયુતિ સાથે રહીશું. અમારી 38 બેઠકો સિવાય, અમે બાકીની બેઠકો પર ભાજપ અને શિવસેનાના ઉમેદવારો માટે પ્રચાર કરીશું અને નિશ્ચિત રૂપે મહાયુતિને સત્તામાં લાવવાનો પ્રયાસ કરીશું. પરંતુ અમે 38 બેઠકો પર મૈત્રીપૂર્ણ રીતે લડવાનો નિર્ણય લીધો છે.’
BMC ચૂંટણી અંગે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, ‘અમને નાગપુર, અમરાવતી અને ઔરંગાબાદ જેવા ઘણા શહેરોમાં બેઠકો આપવામાં આવી નથી. અમને નાલાસોપારામાં એક પણ બેઠક આપવામાં આવી નથી. RPIને ભિવંડીમાં એક બેઠક મળી હતી. કલ્યાણ-ડોમ્બિવલીમાં એક પણ બેઠક આપવામાં આવી નથી. એટલે ભાજપે ઘણી જગ્યાએ RPIની અવગણના કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ પોતાની પાર્ટીનો વિસ્તાર કરવા માંગે છે, પરંતુ તેણે અમારી પાર્ટી બાબતે પણ વિચાર કરવો જોઈએ. એટલા માટે રિપબ્લિકન પાર્ટીના કાર્યકરોમાં ખૂબ ગુસ્સો છે, અને ભાજપના નેતાઓએ આ તરફ ધ્યાન આપવું જોઈએ. અમે 38 બેઠકો પર સંયુક્ત રીતે ચૂંટણી લડીશું અને મુંબઈમાં, અમે ભાજપ અને શિવસેના સાથે ગઠબંધન તોડી નાખ્યું છે. અમે મુંબઈમાં અમારા દમ પર ચૂંટણી લડી રહ્યા છીએ.’

