- Russia-Ukraine Conflict
- 40 લોકોને મોતને ઘાટ ઉતારનારી લેડી રશિયન સ્નાઈપર યુદ્ધના મેદાનમાંથી પકડાઈ
40 લોકોને મોતને ઘાટ ઉતારનારી લેડી રશિયન સ્નાઈપર યુદ્ધના મેદાનમાંથી પકડાઈ
યુક્રેની સૈનિકો સાથે લડાઈમાં એક મહિલા સૈનિક ઇજાગ્રસ્ત થઈ તો તેને મરવા છોડી દેવામાં આવી ત્યારબાદ ખબર પડી કે તે ખતરનાક સ્નાઇપર હતી જેણે 40 યુક્રેની સૈનકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ધ સનના રિપોર્ટ મુજબ યુક્રેનની ઓબોજ્રેવાટેલ ન્યૂઝ પોર્ટલે વ્લાદ ઇવાનોવ નામના એક સૈનિકના સંદર્ભે કહ્યું કે, જ્યારે આ મહિલા સૈનિકને પકડવામાં આવી ત્યારે તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી. એ મહિલા સ્નાઇપરનું નામ ઇરીના સ્ટારિકોવા છે, જેને બઘીરાના નામથી ઓળખવામાં આવે છે.
ઇરીના સ્ટારિકોવા બાબતે માનવામાં આવે છે કે, તેણે અત્યાર સુધી 40 લોકોને પોતાની બંદૂકથી સ્પષ્ટ નિશાનો બનાવ્યા છે. તેણે પૂર્વી યુક્રેનના રશિયન અલગાવવાદી દોનેત્સ્ક ક્ષેત્રની સેના સાથે સેવા કરી જે વર્ષ 2014થી કીવમાં સરકાર સામે લડી રહી છે. ઇરીના સ્ટારિકોવાના કબ્જાની પુષ્ટિ કિંગ્સ કોલેજ લંડનમાં યુદ્ધ સ્ટડી વિભાગના એક સંશોધનકર્તા જિયોર્ગી રેવિશવિલીએ કથિત રીતે કહ્યું કે, ઇરીના સ્ટારિકોવા નાગરિકો સહિત 40 યુક્રેનિયનોની હત્યા માટે જવાબદાર છે. તે 11માં સ્પેશિયલાઇઝ્ડ ઓપરેશન્સ ડિવિઝનની સ્નાઇપર હતી. આ દાવો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ઇરીના સ્ટારિકોવા મૂળ રૂપે સર્બિયાની રહેવાસી છે. તે ડેનિયેલા લાજોવિક નામની એક પૂર્વ હેન્ડબોલ ખેલાડી છે જેને માદક પદાર્થોની તસ્કરી માટે દોષી ઠેરવવામાં આવી છે. એમ પણ માનવામાં આવે છે કે એક સમયે તે એક નન હતી. યુરોપીય આયોગે સોમવારે યુરોપીય સંઘના દેશોને ગોલ્ડન પાસપોર્ટ યોજનાને સમાપ્ત કરવાની ભલામણ કરી. તેની સાથે જ આ અનુરોધ પણ કર્યો કે એ વાત પર વિચાર કરે કે ક્રેમલિન સાથે જોડાયેલા કુલિન લોકો અથવા એવા લોકોને પૂર્વે આપવામાં આવેલી નાગરિકતા સંબંધિત અધિકારોને સમાપ્ત કરવામાં આવે જેમણે યુક્રેન પર રશિયાના હુમલાને યોગ્ય ઠેરાવ્યો છે.
યુક્રેનની સેનાએ ખારકીવ ક્ષેત્રમાં રશિયાના વિમાન એના ડ્રોનને તોડી પડ્યા છે. યુક્રેનના સત્તાવાર આંકડાઓ મુજબ 24 ફેબ્રુઆરી બાદ આ રશિયાનું 125મું વિમાન છે જિલ્લાની યુક્રેની બળોએ તોડી પડ્યા છે. રશિયન કુલિન રોમન અબ્રામોવિચ અને યુક્રેનના ત્રણ વાતચીત કરનારાઓએ આ મહિનાની શરૂઆતમાં કીવમાં બેઠક કરી હતી. હવે આ ચારેય લોકોમાં સંભવિત રૂપે ઝેરનું સેવન કરવાના લક્ષણ નજરે પડ્યા છે.

