પેસિફિક મહાસાગરના નીચેના ભાગે ધરતીના બે ભાગ થઇ રહ્યા છે... શું કોઈ મોટું સંકટ તો નથી આવવાનું ને?

પૃથ્વીની સપાટી એક વિશાળ પર્વતનો ટુકડો નથી, પરંતુ તે ઘણા મોટા મોટા ટુકડાઓથી બનેલી છે. આ ટુકડાઓ, જેને ટેક્ટોનિક પ્લેટ કહેવાય છે, તે ધીમે ધીમે ફરતા રહે છે. ક્યારેક તો તેઓ એકબીજા સાથે અથડાય પણ જાય છે, અલગ થાય છે, અથવા એક બીજાની નીચે ખસી જાય છે. પરંતુ હાલમાં વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારી શોધ કરી છે.

પેસિફિક મહાસાગર નીચે કેનેડાના વૈંકુવર ટાપુ પાસે એક ટેક્ટોનિક પ્લેટ બે ભાગમાં વિભાજીત થઈ રહી છે. આ વિસ્તારને કૈસ્કેડિયા સબડક્શન ઝોન કહેવામાં આવે છે. નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે, આ ઝોન તેના અંતની નજીક છે. શું આનાથી કોઈ મોટો ભૂકંપ કે પ્રલય આવી શકે છે? આ સંશોધન સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થયું છે.

પૃથ્વીનો ઉપરનું સ્તર અનેક પ્લેટોમાં વહેચાયેલું છે. આ પ્લેટો ગરમ, અડધા પીગળેલા ખડકની ઉપર તરતી રહે છે. આ પ્લેટો એકબીજા સાથે જોડાયેલી હોય છે પરંતુ ધીમે ધીમે હલતી રહે છે. ક્યારેક તેઓ એકબીજા સામે ઘસાય છે, ક્યારેક તે અલગ થઇ જાય છે. સૌથી ખતરનાક પ્રક્રિયા સબડક્શન છે, જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ નીચે સરકે છે. આનાથી જ્વાળામુખી ફાટે છે અને ભૂકંપ આવવાનું કારણ બને છે.

કૈસ્કેડિયા સબડક્શન ઝોન પેસિફિક મહાસાગરના ઉત્તર ભાગમાં છે. અહીં ચાર પ્લેટો મળે છે: એક્સપ્લોરર, જુઆન ડે ફ્યૂકા, પેસિફિક અને ઉત્તર અમેરિકન. એક્સપ્લોરર અને જુઆન ડે ફ્યૂકા પ્લેટો ઉત્તર અમેરિકન પ્લેટની નીચે સરકી રહી છે. આ વિસ્તાર ખૂબ જ જટિલ છે.

Tectonic-Plate-Pacific-Ocean.jpg-3

લુઇસિયાના સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક બ્રાન્ડન શક કહે છે કે, સબડક્શન ઝોન શરૂ કરવું એ ઊંચી ટેકરી પર ટ્રેન ચલાવવા જેવું છે, તેમાં ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ એકવાર શરૂ થયા પછી, ટ્રેન ટેકરી પરથી નીચે દોડવા લાગે છે. તેને રોકવી મુશ્કેલ બની જાય છે. તેને રોકવા માટે ટ્રેન પાટા પરથી ઉતરી જવા જેવી મોટી દુર્ઘટનાની જરૂર પડશે.

શક અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ જહાજમાંથી સિસ્મિક ઇમેજિંગ કર્યું. આ સમુદ્રના તળિયા દ્વારા ધ્વનિ તરંગો મોકલવા જેવું છે, જેવી રીતે અલ્ટ્રાસાઉન્ડથી પેટનો એક્સ-રે. તેઓએ ભૂકંપના તરંગોનો પણ ઉપયોગ કર્યો, જે પૃથ્વીની અંદર ઉછળી ઉછળીને આવે છે. આનાથી જાણવા મળ્યું કે, એક્સપ્લોરર પ્લેટ કૈસ્કેડિયાના ઉત્તરીય છેડે તૂટી રહી છે.

ત્યાં ઘણા મોટા ફોલ્ટ્સ અને ફ્રેક્ચર મળી આવ્યા. સૌથી મોટો 75 કિલોમીટર લાંબો ફોલ્ટ છે જે પ્લેટને ચીરી નાખે છે. આ ભાગો હજુ સંપૂર્ણપણે અલગ થયા નથી, પરંતુ તેઓ ભારે પ્રેશરમાં છે, જેવી રીતે કોઈ ખેંચાયેલું રબર બેન્ડ તૂટવા જઈ રહ્યું હોય.

શક કહે છે કે, આ પહેલી વાર છે જ્યારે આપણે સબડક્શન ઝોનના મૃત્યુને સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ. તે અચાનક તૂટી રહ્યું નથી, પરંતુ ધીમે ધીમે ટુકડાઓમાં વિભાજીત થઇ રહ્યું છે, જેમ કે ટ્રેનના ડબ્બા એક એક કરીને પાટા પરથી ઉતરી રહ્યા હોય.

શક કહે છે કે, સબડક્શન ઝોન ભંગાણની એક સામાન્ય પ્રક્રિયા લાગે છે. જો પ્લેટો આ રીતે કાયમ એકબીજામાં ધકેલતી રહે, તો ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ ભૂંસાઈ જશે. તેથી, આને રોકવા માટે, કુદરત પ્લેટ તોડી નાખે છે. તૂટેલા ભાગો નાના માઇક્રોપ્લેટ બની જાય છે. કેટલાક વિભાગો હવે ભૂકંપની રીતે સક્રિય નથી કારણ કે તે મુખ્ય સિસ્ટમથી ડિસ્કનેક્ટ થઈ ગયા છે.

Tectonic-Plate-Pacific-Ocean.jpg-2

ધીમે ધીમે, એટલા ભાગો તૂટી જશે કે સબડક્શન રોકાઈ જશે. પ્લેટનું વજન ઘટી જશે, અને નીચે તરફ ખેંચાણ બંધ થઈ જશે. શક કહે છે કે આ એક પછી એક થતું ભંગાણ છે. જ્વાળામુખીના ખડકોની ઉંમર પણ આની સાબિતી આપે છે, તેઓ ક્રમશઃ જૂના અથવા તો નવા થઈ રહ્યા છે.

હમણાં ગભરાવાની જરૂર નથી. આ પ્રક્રિયા ધીમી છે, લાખો વર્ષો લાગી જશે. પરંતુ હા, ભંગાણ નાના નાના ભૂકંપો આવી શકે છે. કૈસ્કેડિયા ઝોન પહેલાથી જ એક મહત્વપૂર્ણ ખતરો છે. 1700માં, અહીં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામી આવી હતી, જે જાપાન સુધી પહોંચી હતી. જો આખો ઝોન તૂટી જાય છે, તો તે વોશિંગ્ટન, ઓરેગોન અને બ્રિટિશ કોલંબિયામાં વિનાશ લાવી શકે છે. પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે આ મૃત્યુની નિશાની છે.

આ અભ્યાસ આપણને પૃથ્વીના આંતરિક ભાગની કામગીરી સમજાવે છે. આનાથી ભૂકંપની આગાહીમાં સુધારો થશે. વૈજ્ઞાનિકો હવે વધુ ડેટા એકત્રિત કરશે. શક કહે છે કે તે ટ્રેન રેસ જેવું છે, એકવાર તે શરૂ થાય છે તો તેને રોકવું મુશ્કેલ છે. પરંતુ અંતે, તે એક નવી શરૂઆત લાવે છે. પૃથ્વી હંમેશા બદલાતી રહે છે. પેસિફિકની નીચે થતું આ ભંગાણ આપણને યાદ અપાવે છે કે આપણો ગ્રહ જીવંત છે. પરંતુ આપણે સતર્ક રહેવું જોઈએ.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.