એશિયન ગેમ્સઃ વરસાદને કારણે મેચ રદ્દ થઈ તો પણ ભારતને ક્રિકેટમાં ગોલ્ડ કેમ મળ્યું?

એશિયન ગેમ્સમાં વિવિધ સ્પર્ધાઓમાં આ વર્ષે ભારતના ખેલાડીઓએ હાહાકાર મચાવી દીધો છે. મેડલ પર મેડલ આવી રહ્યા છે. કબડ્ડી, હોકી, શૂટિંગ અનેક સ્પર્ધામાં મેડલો ભારત જીતી રહ્યું છે તો, ક્રિકેટ શું કામ પાછળ રહી જાય. ભારતીય ક્રિકેટ ટીમની ફાઈનલમાં અફઘાનિસ્તાન સામે જંગ હતી, આપણે સરસ શરૂઆત કરીને 18.2 ઓવરમાં અફઘાનિસ્તાનની 112 રનમાં પાંચ વિકેટ પણ પાડી દીધી હતી, પરંતુ ત્યાર બાદ વરસાદ આવ્યો હતો અને ઘણી રાહ જોવાયા બાદ પણ વરસાદ બંધ ન થતા મેચનું કોઈ રિઝલ્ટ આવ્યું નહોતું. મેચ કેન્સલ થતા ભારતીય ટીમ અફઘાનિસ્તાન કરતા આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં આગળ હતી, જેને કારણે ભારતીય ટીમને ગોલ્ડ મેડલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જ્યારે અફઘાનિસ્તાનની ટીમને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારતે મેડલ્સની સદી બનાવી...ે મેડલ્  લ 

આ વખત 100 પાર..’ આ લક્ષ્ય સાથે ભારતીય એથલીટ્સ ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં રમી રહ્યા હતા. આ લક્ષ્યને આપણાં જાબાજ ખેલાડીઓએ હાંસલ કરી લીધું છે. અત્યારે 100 મેડલ્સ જીત્યા છે, પરંતુ અત્યારે પણ આ સંખ્યા વધી શકે છે. કુલ મળીને ભારતીય એથલીટ્સે હાંગઝોઉમાં નવો ઇતિહાસ રચી દીધો છે. આજે જેવું જ ભારતીય દીકરીઓએ કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યું, આ તેમનું 100મુ મેડલ રહ્યું. આ અગાઉ ભારતે જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતે 70 મેડલ જીત્યા હતા.

અહી તેનું હાંગઝોઉ એશિયન ગેમ્સ અગાઉ આ રમતોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું, પરંતુ હવે આ એશિયન ગેમ્સમાં આ રેકોર્ડ ખૂબ પાછળ છૂટી ચૂક્યો છે. ભારતીય એથલીટસ ચીનના હાંગઝોઉમાં પોતાનો પરચમ લહેરાવી રહ્યા છે. આ વખત જ્યારે એશિયન ગેમ્સમાં ભારતીય એથલીટ્સ ચીનના હાંગઝોઉમાં રમવા જઈ રહ્યા હતા તો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું ‘ઇસ બાર 100 પાર’, એટલે આ મેડલ્સ ટેબલમાં 100 મેડલ જીતવાનું ચેલેન્જ. જેણે આપણાં ખેલાડીઓએ પૂરું કરી લીધું.

4 ઓક્ટોબરના રોજ ભારતની કમ્પાઉન્ડ તિરંદાજીમાં સામેલ જ્યોતિ અને ઓજસ દેવતાલેની ભારતીય મિશ્રિત ટીમે ગોલ્ડ મેડલ જીત્યું. તેની સાથે જ ત્યારે ભારતના કુલ મેડલ્સ 70 પાર થઈ ગયા હતા. આ દરમિયાન ત્યારે ભારતે જકાર્તા એશિયન ગેમ્સ 2018માં 70 મેડલ જીતવાના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. ભારતે વર્ષ 2018ના જકાર્તામાં થયેલી એશિયન ગેમ્સમાં 70 મેડલ પોતાના પક્ષમાં કર્યા હતા. ભારતે જકાર્તામાં 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા.

વર્ષ 1915ની પહેલી એશિયન ગેમ્સનું આયોજન ભારતની રાજધાની દિલ્હીમાં થયું હતું. ત્યારે ભારતે 15 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ (કુલ 51 મેડલ) જીત્યા હતા. 15 ગોલ્ડ મેડલ જીતવું ત્યારે એક ગજબનું પ્રદર્શન હતું. ભારત દ્વારા એશિયન ગેમ્સમાં 15 ગોલ્ડ મેડલ જીતવાનો આ રેકોર્ડ ઘણા લાંબા સમય સુધી રહ્યો. એક બાદ એક એશિયન ગેમ્સ ભારતે રમી, પરંતુ 15 ગોલ્ડ જીતવાનો રેકોર્ડ જેમનો તેમ રહ્યો.

વર્ષ 1982માં ફરી એક વખત ભારતે એશિયન ગેમ્સની મેજબની કરી, ત્યારે ભારત આ ગોલ્ડ જીતવાના રેકોર્ડની નજીક આવ્યું. એ વર્ષે થયેલી એશિયન ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 19 સિલ્વર, 25 બ્રોન્ઝ સહિત કુલ 57 મેડલ પર કબજો કર્યો, પરંતુ 1951માં જીતેલા ગોલ્ડથી ત્યારે પણ ભારત પાછળ રહી ગયું. પછી વર્ષ 2018માં જકાર્તામાં થયેલી એશિયન ગેમ્સમાં ભારતે પોતાના બધા રેકોર્ડ તોડી દીધા અને 16 ગોલ્ડ સહિત કુલ 70 મેડલો પર કબજો કર્યો.

હાંગઝોઉ એશિયન ગેમ્સમાં આ પ્રકારે 100 મેડલ્સ આવ્યા:

9 તિરંદાજી.

29 એથલેટિક્સ

22 શૂટિંગ

2 બેડમિન્ટન

5 મુક્કેબાજી

1 બ્રિજ

1 કેનોઇન્ગ

2 ક્રિકેટ

2 ઘોડેસવારી

1 ગોલ્ફ

1 હોકી

2 રોલર સ્કેટ્સ

2 રોઇંગ

3 નૌકાયન

1 સેપક ટકરા

5 સ્કવેશ

1 ટેબલ ટેનિસ

2 ટેનિસ

5 કુશ્તી

1 વુશૂ

1 કબડ્ડી.

About The Author

Top News

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે પ્લેઇંગ XIની કરી જાહેરાત

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ખાતે ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે. 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ...
Sports 
 ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે પ્લેઇંગ XIની કરી જાહેરાત

GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

છ મહિનાથી વધુ સમય પછી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક જુલાઈની શરૂઆતમાં સંસદના ચોમાસા સત્ર પહેલા...
Business 
GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે

Amazonના ફાઉન્ડર જેફ બેજોસના લગ્ન વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ધમકી આપી રહ્યા છે કે, તેઓ બેજોસના...
World 
‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.