- Sports
- મેન ઓફ ધ મેચ બન્યો કેએલ રાહુલ તો વિરાટ કોહલીને કેમ મળ્યું મેડલ?
મેન ઓફ ધ મેચ બન્યો કેએલ રાહુલ તો વિરાટ કોહલીને કેમ મળ્યું મેડલ?

ટીમ ઈન્ડિયાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત જીત સાથે કરી છે. ભારત વિ ઓસ્ટ્રેલિયા મેચમાં ટીમ ઈન્ડિયાએ જે રીતનું પ્રદર્શન કર્યું તે ખરેખર અદ્ભુત હતું. 200 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતે એક સમયે 2 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ત્રણેય ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા અને આ પછી વિરાટ કોહલી અને K.L. રાહુલે સાથે મળીને એવી ભાગીદારી કરી હતી કે, કાંગારૂઓના બાર વાગી ગયા હતા. આ મેચમાં બીજી એક બાબત જે સૌથી મહત્વની હતી તે એ હતી કે ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગ કરતી વખતે એવી ચપળતા બતાવી કે બધા જોતા જ રહી ગયા. ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમ મેચ સમાપ્ત થઇ ગયા પછી મેચના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરને સન્માનિત કરશે. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચ સમાપ્ત થયા પછી ભારતીય ડ્રેસિંગ રૂમમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચમાં વિરાટ કોહલીને ભારતના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને આ માટે તેને ગોલ્ડન કલરનો મેડલ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ બાળક જેવા ઉત્સાહ સાથે મેડલ લીધો અને પછી તેને મોંમાં મૂકીને પોઝ આપ્યો. તેનો વીડિયો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) TV દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કહે છે કે, દિલીપ મેડલ આપશે. ફિલ્ડિંગ કોચ દિલીપે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનો ઉલ્લેખ કર્યો, પરંતુ આ એવોર્ડ વિરાટ કોહલીને આપ્યો.
તેણે આગળ કહ્યું, 'અમે હંમેશા ટીમમાં સાતત્યની વાત કરીએ છીએ. તે માત્ર એક કેચની વાત નથી. અહીં તમારી સાથે અન્ય લોકોને મદદ કરવા તૈયાર રહેવું અને દરેક સમયે યોગ્ય સ્થાને રહેવું પણ મહત્વપૂર્ણ છે. તેથી જ વિરાટને આ એવોર્ડ મળ્યો છે. વિરાટ કોહલીને એવોર્ડ તરીકે ગોલ્ડન કલરનો મેડલ મળ્યો હતો. જે બોલિંગ કોચે તેને પહેરાવ્યો હતો.
દિલીપે કહ્યું કે આ એવોર્ડ એવા વ્યક્તિને આપવામાં આવશે જે માત્ર પોતાનું કામ જ નહીં પરંતુ અન્યને પણ પ્રેરણા આપે. આ પછી જ્યારે વિરાટ કોહલી મેડલ લેવા આવ્યો તો દિલીપે તેની તરફ મેડલ બોક્સ લંબાવ્યું હતું, પરંતુ વિરાટે કહ્યું કે, તેને મેડલ ગાળામાં પહેરાવીને આપવામાં આવે. આ મેચમાં વિરાટ કોહલીએ 85 રન બનાવ્યા હતા, જ્યારે K.L. રાહુલે અણનમ 97 રન બનાવ્યા હતા. K.L. રાહુલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
?️ BTS from the #TeamIndia ?? dressing room ?? - By @28anand
— BCCI (@BCCI) October 9, 2023
A kind of first ? #CWC23 | #INDvAUS
And the best fielder of the match award goes to....?
WATCH ??https://t.co/wto4ehHskB
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બે શાનદાર કેચ લીધા હતા. જસપ્રીત બુમરાહે ભારતને મેચની પ્રથમ સફળતા અપાવી હતી. વિરાટ કોહલીએ સ્લિપમાં કૂદીને મિશેલ માર્શનો તે કેચ લીધો હતો. આ પછી વિરાટે ડેથ ઓવરમાં હાર્દિક પંડ્યાના બોલ પર એડમ ઝમ્પાનો કેચ લીધો હતો. મેચ પછી ઈન્ટરવ્યુમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ ટીમની ફિલ્ડિંગની પ્રશંસા કરી હતી.