શ્રીલંકાએ પાક.નું સપનું તોડ્યું, લગાવી રેકોર્ડ્સની લાઇન, ભારત સામે રમશે ફાઇનલ

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર-4 મેચમાં શું જોરદર મેચ જોવા મળી. મતલબ આખી મેચ જ પૈસા વસૂલ હતી. આ મેચના હીરો શ્રીલંકાના ચરિથ અસલંકા બની ગયો, તેણે 47 બૉલમાં નોટઆઉટ 49 રનોની ઇનિંગ રમી. અંતિમ બે બૉલ પર શ્રીલંકાને 6 રન અને છેલ્લી ઓવરમાં 8 રન જોઈતા હતા. અસલંકા શાંતચિત્ત રહ્યો અને ધૈર્ય બનાવી રાખ્યું અને મેચનો હીરો બનીને ફર્યો. તેની મદદથી શ્રીલંકન ટીમ ઇતિહાસમાં 11મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચી.

આ અગાઉ કુસલ મેન્ડિસે 87 બૉલમાં 91 રનોની ઇનિંગ રમીને શ્રીલંકાને જીત હાંસલ કરવા માટે મહત્ત્વનું યોગદાન પ્રદાન કર્યું. તો સદીરા સમરવિક્રમાએ પણ 48 રન બનાવ્યા. એશિયા કપના ઇતિહાસમાં એવું માત્ર 2 વખત થયું છે જ્યારે કોઈ રન ચેઝ છેલ્લા બૉલ પર થયા હોય. આ અગાઉ વર્ષ 2018માં એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમે 3 વેકેટે જીત હાંસલ કરી હતી. હવે 17 સપ્ટેમ્બરના રોજ ભારત શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ રમાશે. વરસાદથી બાધિત મેચમાં પાકિસ્તાને 42 ઓવરમાં 252 રનોનો સ્કોર ઊભો કર્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને નોટઆઉટ 86 રન બનાવ્યા હતા.

અંતિમ ઓવરનો રોમાંચ:

શ્રીલંકાને જીત માટે અંતિમ ઓવરમાં 8 રનની જરૂરિયાત હતી.

41.1 ઓવર: 1 રન લેગ બાઈ

41.2 ઓવર: 0 રન

41.3 ઓવર: 1 રન

41.4 ઓવર: આઉટ (પ્રમોદ)

41.5 ઓવર: 4 રન

42 ઓવર: 2 રન

વન-ડે એશિયા કપમાં જિતનું નજીકનું અંતર (વિકેટ દ્વારા)

1 વિકેટ પાકિસ્તાન વર્સિસ ભારત, મીરપુર (2014)

2 વિકેટ: શ્રીલંકા વર્સિસ ભારત, ફતુલ્લાહ, (2014)

2 વિકેટ: શ્રીલંકા વર્સિસ પાકિસ્તાન, કોલંબો (2023)

એશિયા કપ (વન-ડે)માં શ્રીલંકા દ્વારા સર્વોચ્ચ સફળ રનચેઝ

265 વર્સિસ ભારત, ફતુલ્લાહ, 2014

261 વર્સિસ પાકિસ્તાન, મીરપુર 2014

252 વર્સિસ પાકિસ્તાન, કોલંબો (DRL), 2023

240 વર્સિસ ભારત, કોલંબો (DRL), 1997

એશિયા કપ ફાઇનલમાં સૌથી વધુ વખત રમનારી ટીમ (ODI + T20I)

શ્રીલંકા: 12

ભારત: 10

પાકિસ્તાન: 5

બાંગ્લાદેશ: 3

ભારત-શ્રીલંકા વચ્ચે એશિયા કપમાં નવમી વખત ફાઇનલ મેચ:

ભારતીય ટીમ આ વખત વન-ડે એશિયા કપમાં 10મી વખત ફાઇનલ રમવા ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધી 9માંથી 6 વખત ટ્રોફી જીતી છે. ભારતીય ટીમે વર્ષ 2016માં T20 એશિયા કપની ટ્રોફી પણ જીતી હતી. ભારતીય ટીમે 9માંથી 8 વખત શ્રીલંકા વિરુદ્ધ અને એક વખત બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે એશિયા કપ ફાઇનલ રમી છે. આ વખત ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલમાં નવમી વખત મેચ થશે. ભારતીય ટીમે એશિયા કપની પહેલી ફાઇનલ વર્ષ 1984માં રમી હતી. ત્યારે ટૂર્નામેન્ટનું આયોજન USEમાં થયું હતું, આ ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકન ટીમને હરાવી હતી.

છેલ્લી વખત ભારતીય ટીમે વન-ડે એશિયા કપની ફાઇનલ 2018માં રમી હતી. દુબઈમાં થયેલી આ ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ટ્રોફી જીતી હતી. એશિયા કપ (T20, વન-ડે)ના ઇતિહાસમાં ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતે વર્ષ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને વર્ષ 2018માં એશિયા કપની ટ્રોફી જીતી હતી. તો બીજા નંબર પર શ્રીલંકા છે જેણે 6 વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી હતી. શ્રીલંકન ટીમે વર્ષ 1986, 1997, 2004, 2008, 2014 અને વર્ષ 2022માં એશિયા કપની ટ્રોફી જીતી ચૂકી છે. તો 2000 અને વર્ષ 2012માં એશિયા કપની ટ્રોફી પાકિસ્તાને જીતી હતી.

About The Author

Related Posts

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.