ગુજરાત સામે હારીને પણ IPL પ્લેઓફની રેસમાં કાયમ છે હૈદરાબાદ, જાણો આખું સમીકરણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025મા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. સનરાઇઝર્સ હૈદરાબાદને હવે ગુજરાત ટાઇટન્સ (GT) સામે 38 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. 2 મે (શુક્રવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 225 રનનો ટારગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા હૈદરાબાદ 6 વિકેટ ગુમાવીને માત્ર 186 રન જ બનાવી શકી હતી.

આ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની આ 10 મેચમાં 7મી હાર હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે માત્ર 6 પોઇન્ટ છે અને તે 10 ટીમોના પોઇન્ટસ ટેબલમાં 9મા નંબરે છે. સનરાઇઝર્સ હૈદરાબાદે લીગ સ્ટેજ હજુ 4 મેચ રમવાની છે. હવે ફેન્સના મનમાં એવો સવાલ જરૂર થશે કે શું સનરાઇઝર્સ હૈદરાબાદ હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકશે? તો તેનો જવાબ છે- હાં. પરંતુ તેના માટે સનરાઇઝર્સ હૈદરાબાદને નસીબના સહારાની પણ જરૂર છે.

SRH
BCCI

સામાન્ય રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા 16 પોઈન્ટ હોવા જોઇએ. પરંતુ ક્યારેક-ક્યારેક 14 પોઈન્ટ પર પણ ટીમો ક્વોલિફાય થાય છે, જો તેમની નેટ રન રેટ (NRR) સારી હોય તો. ગત IPL સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ 14 પોઈન્ટ પર પ્લેઓફ માટે ક્વોલિફાય થઇ હતી. ગત સીઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પહેલી 8 મેચમાંથી માત્ર એક જ જીતી શકી હતી, પરંતુ, તેણે છેલ્લી 6 મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદને 14 પોઈન્ટ મેળવવા માટે બાકીની 4 મેચ મોટા અંતરથી જીતવી પડશે, જેથી તેની નેટ રન રેટ (NRR) સુધરી શકે. હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની NRR -1.192 છે. જોકે, તેનું ભાગ્ય અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેશે. સનરાઇઝર્સ હૈદરાબાદે આશા રાખવી પડશે કે તેમના સિવાય વધુમાં વધુ 3 ટીમો 14 કે તેથી વધુ પોઈન્ટ હાંસલ કરે.

ગુજરાત ટાઇટન્સ (GT), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) પાસે પહેલાથી જ 13 કે તેનાથી વધુ પોઈન્ટ છે. જો આ 4 ટીમો 14 કે તેનાથી વધુ પોઈન્ટ સુધી પહોંચી જાય છે તો સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી પૂરી રીતે બહાર થઈ જશે. આ ટીમો સાથે જોડાયેલી મેચો પર પણ સનરાઇઝર્સ હૈદરાબાદે નજર રાખવી પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદે હવે દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે મેચ રમવાની છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની બાકી મેચોનું શેડ્યૂલ:

5 મે વર્સિસ, દિલ્હી કેપિટલ્સ, હૈદરાબાદ, સાંજે 7:30 વાગ્યે

10 મે વર્સિસ, કોલકાતા નાઈટ રાઈડર્સ, હૈદરાબાદ, સાંજે 7:30 વાગ્યે

13 મે વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બેંગ્લોર, સાંજે 7:30 વાગ્યે

18 મે વર્સિસ લખનૌ સુપર જાયન્ટ્સ, લખનૌ, સાંજે 7:30 વાગ્યે

SRH1
BCCI

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમઃ

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જીશાન અંસારી, મોહમ્મદ શમી, ઈશાન મલિંગા, અભિનવ મનોહર, સચિન બેબી, રાહુલ ચાહર, વિયાન મુલ્ડર, જયદેવ ઉનાડકટ, કામિંદુ મેન્ડિસ, અથર્વ તાયડે, સિમરજીત સિંહ, સ્મરણ રવિચંદ્રન.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.