- Sports
- ઇશાન કિશને બાળકોને કેમ ન આપ્યો ઓટોગ્રાફ? આ છે કારણ
ઇશાન કિશને બાળકોને કેમ ન આપ્યો ઓટોગ્રાફ? આ છે કારણ
ભારતીય ક્રિકેટના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશન આ દિવસોમાં ચર્ચામાં છે. તેણે તાજેતરમાં જ ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2025માં તેણે કેપ્ટન્સી કરતા પહેલી ટ્રોફી અપાવી હતી. આ શાનદાર પ્રદર્શનથી ઇશાનને લગભગ 2 વર્ષ બાદ ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું છે અને તેની ICC T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદગી કરવામાં આવી છે. આ દરમિયાન ઇશાન કિશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે યુવા ખેલાડીઓને ઓટોગ્રાફ આપી નહોતી.
ઇશાન કિશને કેમ ઓટોગ્રાફ ન આપી?
વાયરલ વીડિયોમાં ઇશાન એક ક્રિકેટ એકેડેમીમાં યુવા ખેલાડીઓને મળતો જોવા મળે છે. અ દરમિયાન બાળકો તેની પાસે ઓટોગ્રાફ માંગે છે, પરંતુ ઇશાન તેમને પ્રેરણા આપતો જોવા મળે છે. ઇશાન કિશને કહ્યું, ‘ઓટોગ્રાફ તો ઠીક છે, અત્યારે તમે તમારી પ્રેક્ટિસ પર ધ્યાન આપો. અત્યારે હું સહી કરીશ, તેનાથી શું થશે? કાલે બેટ બદલાઈ પણ જશે. તમે લોકો માત્ર મહેનત કરો અને સારી પ્રેક્ટિસ કરો, રન બનાવો, વિકેટ લો અને કેચ પકડો.’ એક દિવસ તમારે બધાને ઓટોગ્રાફ આપવાની છે. તેનો અ મોતીવેશનલ વીડિયો ફેંસને ખૂબ પસંદ આવી રહ્યો છે.
https://twitter.com/souravreporter2/status/2003002120564625548?s=20
ઈશાન કિશન વર્ષ 2023થી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો. જોકે, તે ઘરેલુ ક્રિકેટમાં પાછો ફર્યો અને શાનદાર પ્રદર્શન સાથે હવે તેણે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. SMATમાં ઈશાનને શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 10 ઇનિંગ્સમાં 517 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની સ્ટ્રાઈક રેટ 197.32 રહી અને તેણે 33 છગ્ગા અને 51 ચોગ્ગા પણ ફટકાર્યા. તેણે ટુર્નામેન્ટની ફાઇનલમાં સદી પણ ફટકારી હતી.
આ શાનદાર ફોર્મે ટીમ ઈન્ડિયાના સિલેક્ટરોનું ધ્યાન ખેંચ્યું, અને ઈશાનને T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી ટીમમાં બીજા વિકેટકીપર તરીકે ઈશાનને પસંદ કરવામાં આવ્યો છે. ઈશાન લગભગ 2 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા પર ખૂબ જ ખુશ છે. તે T20 વર્લ્ડ કપ 2026 પહેલા ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં પણ રમતો જોવા મળશે.

