IPL જીત્યા પછી ધોની રાત્રે સાડા ત્રણ વાગ્યે ફરી મેદાન પર કેમ આવ્યો હતો?

IPL 2023ની 16મી સિઝનની ફાઇનલ મેચ ચેન્નઇ સુપર કિંગ્સ(CSK)એ પોતાના નામે કરી લીધી અને 5 વારની ચેમ્પિયન ટીમ બની ગઇ હતી. ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી આ મેચ છેલ્લા મેચ સુધી રોમાંચક રહી હતી અને એક તબક્કે મહેન્દ્ર સિંહ ધોનીને પણ મેચ જીતવા માટે શંકા હતી, પરંતુ રવિન્દ્ર જાડેજાએ છેલ્લી 2 બોલમાં રન ફટકારીને CSKને વિજયી બનાવી.  એ પછી CSKની જીતની ખુશીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. પરંતુ ધોનીના એક વીડિયોએ લોકોનું દિલ જીતી લીધું હતું. મેચ જીતી ગયા પછી CSKનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાડા ત્રણ વાગ્યે રાત્રે ફરી મેદાન પર એકલો આવ્યો હતો.

ટ્વીટર પર VK નામથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે,જેમાં મહેન્દ્ર સિંહ ધોની રાત્રે સાડા ત્રણ વાગ્યે ફરી મેદાન પર આવે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેક્ષકો હજુ મેદાન પર જ હતા,તેમનો આભાર માનવા માટે ધોની ફરી મેદાન પર આવ્યો હતો.ધોનીને જોઇને તેના ચાહકો ફરી ઉત્સાહમાં આવી ગયા હતા અને ભાવવિભાર થઇ ગયા હતા.

ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને CSKના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળતા ધોનીનું ફેન ફોલાઇંગ જબરદસ્ત છે. કોઇ સ્ટેડીયેમ એવું ન હોય જ્યાં ધોનીના ચાહકો કિકિયારી ન કરતા હોય.દરેક મેદાન પર તમને યલો જર્સી અને ધોની ધોનીના નારા જ સાંભળવા મળે.IPL 2023ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને CSK વચ્ચે હતી અને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ગુજરાત માટે હોમ ગ્રાઉન્ડ હતુ, પરંતુ આમ છતા આ મેદાન પર ધોનીના ફેન્સ મોટી સંખ્યામાં દેખાતા હતા.

ધોનીએ પોતાના ફેન્સ માટે કહ્યુ હતુ કે, બધું અહીંથી શરૂ થયું. જ્યારે હું પ્રથમ મેચમાં મેદાન પર આવ્યો ત્યારે તમામ ચાહકો મારા નામની બૂમો પાડી રહ્યા હતા. પછી મારી આંખો પાણીથી ભરાઈ ગઈ અને હું થોડીવાર ત્યાં જ ડગઆઉટમાં ઊભો રહ્યો. મને સમજાયું કે મારે તેનો આનંદ માણવો છે. ચેન્નાઈમાં પણ આવી જ લાગણી હતી, તે ત્યાં મારી છેલ્લી મેચ હતી, પરંતુ હું પાછા આવીને ચાહકો માટે જે કંઈ કરી શકું તે કરવા માંગુ છું અને રમવા માંગુ છું. હું જે છું તેના માટે તેઓ મને પ્રેમ કરે છે. હું જે પ્રકારનું ક્રિકેટ રમું છું.

About The Author

Related Posts

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.