- Sports
- ઈશાને મેચ એકતરફી કરી દીધી તો પણ કેપ્ટન સૂર્યકુમાર તેના પર કેમ ગુસ્સે થયો?
ઈશાને મેચ એકતરફી કરી દીધી તો પણ કેપ્ટન સૂર્યકુમાર તેના પર કેમ ગુસ્સે થયો?
કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને 'પ્લેયર ઓફ ધ મેચ' ઈશાન કિશને પોતાની શાનદાર ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમને જીત અપાવી હતી. જ્યારે ઈશાન કિશન બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 6 રન હતો. ત્યાંથી ઈશાન કિશને એવી ધમાલ મચાવી કે તેણે ક્યારે પોતાની અડધી સદી પૂરી કરી તે પણ ખબર ન પડી. આ કારણે ભારતે 209 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 15.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો. જ્યારે ઈશાન કિશને આટલી શાનદાર રમત બતાવી તો પછી સૂર્યાકુમાર યાદવ તેના પર કેમ ગુસ્સે થયો હતો?
સૂર્યાકુમાર યાદવે પણ 23 ઇનિંગ્સ બાદ આ મેચમાં અડધી સદી ફટકારી. તેણે ઈશાન કિશન સાથે માત્ર 48 બૉલમાં 122 રનની ભાગીદારી કરી. જોકે, પાવરપ્લેમાં સૂર્યકુમાર યાદવ સ્ટ્રાઈકથી દૂર નજરે પડ્યો અન અને ફેન્સને માત્ર ઈશાનની હીટિંગ જ દેખાઈ. બસ આ જ તેની નારાજગીનું કારણ હતું. મેચ બાદ સૂર્યાએ કહ્યું કે, ‘મને ગુસ્સો આવી રહ્યો હતો કે ઇશાન મને પાવરપ્લેમાં સ્ટ્રાઇક આપી રહ્યો નહોતો. પરંતુ હું પરિસ્થિતિને સમજવામાં સફળ રહ્યો. મેં નેટ્સમાં સારી બેટિંગ કરી, સારો બ્રેક લીધો છે અને મેચ પહેલા સારું પ્રેક્ટિસ સેશન પણ કર્યું છે.’
જોકે, સૂર્યકુમારે ઇશાન કિશનની ખૂબ પ્રશંસા પણ કરી. તેણે કહ્યું કે, ‘મને ખબર નથી કે ઇશાને બપોરના ભોજનમાં શું ખાધું હતું, પરંતુ મેં કોઈને પણ 6 રન પર 2 વિકેટ ગુવાવ્યા બાદ આ પ્રકારની બેટિંગ કરતા અને પાવરપ્લેના અંત સુધીમાં 60 થી વધુ (75) રન બનાવતા જોયો નથી. પરંતુ અમે એવું જ ઇચ્છીએ છીએ કે અમારા બેટ્સમેન ખૂલીને તેમની પ્રતિભાનું પ્રદર્શન કરી શકે.’
સૂર્યકુમાર યાદવે પોતાના બોલરોની પણ પ્રશંસા કરી. તેણે કહ્યું કે, ‘ટીમે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. જ્યારે તેમનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 110 રન હતો, ત્યારે મને લાગ્યું હતું કે સ્કોર 230ની આસપાસ હશે. પરંતુ બધા બોલરોએ પોતાનું યોગદાન આપ્યું અને જવાબદારી લીધી. જે કંઈ થઈ રહ્યું છે, મને તે ખૂબ સારું લાગી રહ્યું છે. ટીમમાં ઉત્સાહનો માહોલ છે અને અને હું તેને તે રીતે જાળવી રાખવા માંગુ છું.’
આ સાથે જ ભારતે T20Iમાં રનનો સૌથી મોટા સ્કોરનો પીછો કરવાના પોતાના રેકોર્ડની બરાબરી કરી. ટીમે અગાઉ 2023માં વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામે ટારગેટનો પીછો કરતા 209 રન બનાવ્યા હતા.

