પાકિસ્તાન-NZ મેચ રદ કે ટાઇ થઇ તો કોને ફાયદો? ભારતના સેમીફાઇનલ પહોંચવાના સમીકરણ..

ભારતે મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે હાથમાં આવેલી જીત ગુમાવીને પોતાને ફાલતુના સમીકરણમાં ગુંચવી દીધી છે. ભારતીય ટીમ જો અંતિમ ઓવરમાં 14 રન બનાવી લેતી તો તેની સેમીફાઇનલમાં જગ્યા પાક્કી થઇ ચૂકી હોત. પરંતુ એમ ન થયું અને હવે ભારતની બધી આશા પાકિસ્તાનની જીત પર જીવંત છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતને હરાવીને સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. ભારત, ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન વચ્ચે બીજી સેમીફાઇનાલિસ્ટ ટીમ બનવાની રેસમાં છે. આવો જાણીએ ગ્રુપ-Aનું આખું સમીકરણ.

મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપમાં 5 ટીમો છે. ઓસ્ટ્રેલિયા પોતાની બધી મેચ જીતીને 8 પોઇન્ટ્સ સાથે સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. શ્રીલંકા પોતાની બધી મેચ હારીને સ્વદેશ ફરવાની તૈયારીમાં છે. ભારત અને ન્યૂઝીલેન્ડના 4-4 પોઇન્ટ્સ છે. પાકિસ્તાનના 2 પોઇન્ટ્સ છે. ભારતની નેટ રનરેટ 0.322 અને ન્યૂઝીલેન્ડની 0.282 છે. પાકિસ્તાન (-0.488)ની નેટ રનરેટ માઇનસમાં છે. ભારત હવે સેમીફાઇનલ ત્યારે જ રમી શકે છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવે. પરંતુ એવું થવા પર પાકિસ્તાનની જીતનું અંતર 52 રન કે તેનાથી ઓછું હોવું જોઇએ.

જો પાકિસ્તાન 53 કે તેનાથીવધુ રનથી જીતે છે તો પોતે સેમીફાઇનલમાં પહોંચી શકે છે અને ન્યૂઝીલેન્ડ રનરેટના ગણિતથી બહાર છે. જો તે જીતે છે તો 6 પોઇન્ટ્સ સાથે સેમીફાઇનલ પહોંચી જશે. જો ન્યૂઝીલેન્ડ હાર્યું તો ભારત કે પાકિસ્તાન સેમીફાઇનલ રમશે. જો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ ટાઇ થાય છે તો તેના પરિણામ માટે સુપર ઓવર રમાશે. સુપર ઓવર જીતનારી ટીમને 2 પોઇન્ટ્સ મળશે. જો ન્યૂઝીલેન્ડ જીતે છે તો તેના 6 પોઇન્ટ્સ થઇ જશે. જો પાકિસ્તાન સુપર ઓવર જીતે છે તો પછી નેટ રનરેટ નક્કી કરશે કે કઇ ટીમ સેમીફાઇનલ રમશે.

ભારતને રવિવારે ખૂબ જ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રનથી હરાવ્યું. ભારતને અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર પીચ પર હતી. હાથમાં 5 વિકેટ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર એનાબેલ સદરલેન્ડે આ ઓવરમાં 4 બેટ્સમેન આઉટ કરીને ભારતની રમત ખતમ કરી દીધી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના 151 રનના જવબમાં 9 વિકેટ ગુમાવીને 142 રન જ બનાવી શકી.  

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.