- World
- UPમાં જન્મેલા સબિહ ખાન Appleના COO બન્યા, સેલેરી જાણી ચોંકી જશો
UPમાં જન્મેલા સબિહ ખાન Appleના COO બન્યા, સેલેરી જાણી ચોંકી જશો
iPhone માટે જાણીતી અમેરિકાની જાયન્ટ કંપની એપલે ભારતીય મૂળના સબીહ ખાનને ચીફ ઓપરેટીંગ ઓફિસર(COO) તરીકે નિમણુંક કરી છે. ખાન આ મહિનાના અંત સુધીમાં તેમનું નવું પદ સંભાળી લેશે. છેલ્લાં 15 વર્ષથી એપલમાં COOનું પદ જેફ વિલિયમ્સ સંભાળતા હતા.
સબીહખાન મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરના છે. તેમનો જન્મ 1966માં થયો હતો અને 5 ધોરણ સુધી મુરાદાબાદમાં જ ભણ્યા હતા. એ પછી તેમનો પરિવાર સિંગાપુર શિફ્ટ થઇ ગયો અને બાકીનું શિક્ષણ સબિહ ખાને સિંગાપોરમાં લીધું અને પછી તેઓ અમેરિકા ચાલ્યા હતા. છેલ્લાં 30 વર્ષથી એપલ સાથે જોડાયેલા છે. હવે સબિહા ગૂગલના સુંદર પિચાઇ અને માઇક્રોસોફ્ટના સત્ય નડેલા જેવો ગ્લોબલ લીડર્સની યાદીમાં આવી ગયા છે.
બેરોનના રિપોર્ટ મુજબ, જેફ વિલિયમ્સ, જે સાબીહ ખાન પહેલા એપલના સીઓઓ હતા, તેમને $1 મિલિયન (લગભગ રૂ. 8 કરોડ) નો મૂળ પગાર મળતો હતો. બોનસ અને અન્ય સુવિધાઓ ઉમેર્યા પછી, તેમની કુલ કમાણી લગભગ $23 મિલિયન (લગભગ રૂ. 191 કરોડ) સુધી પહોંચી ગઈ. એવું માનવામાં આવે છે કે સાબીહ ખાનનો પગાર પણ આની આસપાસ હોઈ શકે છે, પરંતુ એપલે હજુ સુધી આ વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

