હું દેશદ્રોહી નથી, નસરુલ્લા સાથે ભારત આવીશ, પાકિસ્તાન ખૂબ સુંદર છે: અંજુ

ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ ત્યાંથી પોતાના દેશને સંદેશો આપ્યો છે. અંજુનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તેણે ભારત આવવાની વાત કહી છે. આ વીડિયોમાં અંજુ સાથે નસરુલ્લા પણ જોવા મળી રહ્યો છે. અંજુ જુલાઈમાં તેના પાકિસ્તાની ફેસબુક મિત્ર નસરુલ્લાને મળવા ખૈબર પખ્તુનખ્વા ગઈ હતી. અંજુનો વિઝા જે 20 ઓગસ્ટે પૂરો થવાનો હતો, તે હવે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. અંજુના મતે ભારત અને પાકિસ્તાન બંને સુંદર દેશ છે અને તે દેશદ્રોહી નથી. અંજુનો વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે તે મીડિયા સાથે વાત કરી રહી હતી.

નસરુલ્લાની સાથે હાજર રહેલી અંજુએ કહ્યું, 'દરેકને લાગે છે કે હું અહીં આવીને આ જગ્યાના વખાણ કરી રહી છું. એવું નથી, જે હકીકતમાં છે તે જ બતાવી રહી છું. ભારત પણ સુંદર છે અને આ એક જ ભૂમિ છે. સરહદ તો પાછળથી બનાવવામાં આવી છે. એવું નથી કે હું ભારતને પ્રેમ નથી કરતી. તેણે આગળ કહ્યું, 'હું ભારત પણ પાછી જઈશ. એકલી પણ જઈશ અને બંને સાથે પણ જઈશું.'

અંજુ કહે છે કે, તેના વિશે મીડિયામાં ઘણી અફવાઓ છે. તેનો ફોટો બતાવીને કહેવામાં આવી રહ્યું છે કે, તેણે પોતાના દેશ સાથે દગો કર્યો છે, બાળકો સાથે ખોટું કર્યું છે. પણ એવું નથી અને તેણે કહ્યું, 'હું પણ માણસ છું.' અંજુએ કહ્યું કે, મારા માટે થોડું પોઝિટિવ વિચારો અને તે કોઈની દુશ્મન નથી.

એવા અહેવાલો છે કે, અંજુએ પાકિસ્તાન જઈને ઈસ્લામ અંગીકાર કરી લીધો છે અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. તેનું ઇસ્લામિક નામ ફાતિમા જણાવવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે નસરુલ્લા અંજુને તેની પત્ની તો કહી રહ્યા છે, પણ અંજુએ હજુ સુધી તેને જાહેરમાં પતિ તરીકે સંબોધ્યો નથી. તાજેતરમાં જ નસરુલ્લાએ પોતે અંજુના વિઝા લંબાઈ ગયાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે તેમના વિઝાને એક વર્ષ માટે લંબાવ્યો છે.

નસરુલ્લાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ અંજુના બાળકોને પાકિસ્તાન મોકલવા માટે ભારત સરકારને અપીલ કરશે. બીજી તરફ અંજુના ભારતીય પતિ અરવિંદે સ્પષ્ટ કર્યું છે કે, બાળકો તેમની સાથે ભારતમાં જ રહેશે. અરવિંદે અંજુ વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. આ FIRના કારણે નસરુલ્લા ખૂબ ગુસ્સે છે. તેણે ભારતીય મીડિયા સાથે વાતચીતમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું છે કે, તે કોઈથી ડરતો નથી. સાથે જ તેણે અંજુને સુરક્ષા આપવાની શરતે ભારત મોકલવાની વાત કરી હતી.

Related Posts

Top News

ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...

ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. પહેલા દિવસની રમત દરમિયાન, રિષભ પંત...
Sports 
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...

આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે...
Astro and Religion 
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે...
Politics 
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે

ઓઝેમ્પિકની ચર્ચા સમગ્ર વિશ્વમાં વજન ઘટાડવાની દવા તરીકે થઈ રહી છે, જેનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં...
Health 
સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.