- World
- મૌલાનાએ આપ્યું નિવેદન, 'બ્રિટનમાં બિન-મુસ્લિમોનું ધર્મ પરિવર્તન થવું જોઈએ', મસ્ક ગુસ્સે થયા
મૌલાનાએ આપ્યું નિવેદન, 'બ્રિટનમાં બિન-મુસ્લિમોનું ધર્મ પરિવર્તન થવું જોઈએ', મસ્ક ગુસ્સે થયા

જ્યારથી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ USનો વહીવટ સાંભળ્યો છે ત્યારથી અબજોપતિ અને ટેસ્લાના માલિક એલોન મસ્ક વધુ સમાચારમાં રહ્યા છે. તે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ખૂબ જ સક્રિય છે અને દરરોજ કંઈક ને કંઈક નવું શેર કરતા રહે છે. તાજેતરમાં એલોન મસ્કે પોતાના એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વિડીયો એક બ્રિટિશ ઇસ્લામિક વિદ્વાનનો છે. એલોન મસ્કે વીડિયોના કેપ્શનમાં ફક્ત બે પ્રશ્નાર્થ ચિહ્નો મૂક્યા છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે, આ વીડિયો કેમ વાયરલ થઈ રહ્યો છે.

એલોન મસ્કે પોતાના 'X' એકાઉન્ટ પર એક બ્રિટિશ ઇસ્લામિક વિદ્વાનનો વીડિયો શેર કર્યો છે. જો કે, આ વીડિયો તો ઇયાન માઇલ્સ ચેઓંગ નામના યુઝરે પોસ્ટ કર્યો છે.
વીડિયો શેર કરતી વખતે, મસ્કે તેમાં બે પ્રશ્નાર્થ ચિહ્નો મૂક્યા છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોએ કોમેન્ટ કરી છે. તેમની આ પોસ્ટને 99 હજારથી વધુ લોકોએ લાઈક પણ કરી છે. વીડિયોમાં, ઇસ્લામિક વિદ્વાન કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપતા જોવા મળે છે.

એલોન મસ્ક દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં દેખાતો વ્યક્તિ અબુ વલીદ નામનો ઇસ્લામિક વિદ્વાન છે. આ વીડિયોમાં, અબુ વલીદ પૂછતો જોવા મળે છે કે, શું ઇસ્લામના બધા સભ્યોમાં સમાનતા નામની કોઈ વસ્તુ છે? તેમણે કહ્યું, 'કોઈ પણ સુન્ની મુસ્લિમ સહીહ મુસ્લિમ કે સદીહ બુખારી સામે દલીલ કરતો નથી.' આ ઉપરાંત, વીડિયોમાં, અબુ વલીદ ઘણા મુસ્લિમ ધાર્મિક નેતાઓના શબ્દોનો ઉલ્લેખ કરતો જોવા મળે છે.
British religious scholar Abu Waleed says it’s necessary to impose humiliating laws for non-Muslims in Britain and convert them. pic.twitter.com/supvLjvJnZ
— Ian Miles Cheong (@stillgray) February 22, 2025
એલોન મસ્ક દ્વારા શેર કરાયેલ ઇયાન માઇલ્સ ચેઓંગની આ પોસ્ટમાં, યુઝરે કેપ્શનમાં લખ્યું, 'બ્રિટિશ ઇસ્લામિક વિદ્વાન અબુ વલીદ કહે છે કે, બ્રિટનમાં બિન-મુસ્લિમો માટે કડક કાયદા લાગુ કરવા અને તેમનું ધર્માંતરણ કરવું જરૂરી છે.' ઇસ્લામિક વિદ્વાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.