- World
- ‘મુલ્લાઓ દેશ છોડો...!’, ઈરાનમાં આવા નારા કેમ લાગી રહ્યા છે? ભીડ રસ્તાઓ પર ઉમટી
‘મુલ્લાઓ દેશ છોડો...!’, ઈરાનમાં આવા નારા કેમ લાગી રહ્યા છે? ભીડ રસ્તાઓ પર ઉમટી
ઈરાનના માર્ગો પર ભીડ ઉમટી રહી છે. ઠેર-ઠેર ‘મુલ્લાઓએ ઈરાન છોડવો પડશે’ અને ‘સરમુખત્યારશાહી મુર્દાબાદ’ જેવા નારા લાગી રહ્યા છે. ઈરાન પર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે. ડિસેમ્બર 2025ના અંત સુધીમાં ઈરાની રિયાલનું મૂલ્ય અમેરિકન ડોલરની તુલનમાં રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું છે. ઈરાનમાં ફુગાવો 42% સુધી પહોંચી ગયો છે, જેમાં માત્ર ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં 72%નો વધારો થયો છે. પરિસ્થિતિ એવી છે કે લાખો ઈરાનીઓ રોટલી, તેલ અને દવા જેવી મૂળભૂત જરૂરિયાતો ખરીદી શકતા નથી.
આર્થિક મુશ્કેલીઓથી પરેશાન લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારી ખુલ્લેઆમ મૌલવી શાસનને નકારી રહ્યા છે અને તેમને દેશ છોડવાનું કહી રહ્યા છે. લોકોનું માનવું છે કે, સત્તાધારી મૌલવીઓ ફક્ત ભ્રષ્ટાચાર કરે છે. આયાતુલ્લા અલી ખામનેઇની આગેવાનીવાળું ધાર્મિક શાસન 3 વર્ષમાં સૌથી મોટા વિરોધ પ્રદર્શનનો સામનો કરી રહ્યું છે. તેહરાનના ગ્રાન્ડ બજારમાં શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે મશહદ અને શિરાઝ સહિત ઘણા શહેરોમાં ફેલાઈ રહ્યું છે.
https://twitter.com/ShayanX0/status/2005776644116771233?s=20
https://twitter.com/D62Darya/status/2006294910710767965?s=20
2022ના મહસા અમીની વિરોધ પ્રદર્શન બાદ જ ઈરાની જનતા શાસન સામે વિરોધ કરી રહી છે. લોકો શાસન દ્વારા લાદવામાં આવેલા કડક સામાજિક અને વ્યક્તિગત પ્રતિબંધોથી પરેશાન છે. ઈરાની નાગરિકો ખાસ કરીને મહિલાઓ માટે વધુ સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે.
https://twitter.com/ShMadadzadeh/status/2005717036148596999?s=20
https://twitter.com/AldoriJamal/status/2006286175007654271?s=20
ઈરાની રિયાલના મૂલ્યમાં ઘટાડા બાદ સેન્ટ્રલ બેંકના વડા મોહમ્મદ રઝા ફર્ઝિનના રાજીનામાથી લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મૌલવી વહીવટીતંત્રએ આર્થિક મજબૂતી પર ધ્યાન ન આપીને બેકારની વાતો પર ધ્યાન આપ્યું છે, જેના કારણે ઈરાનની આ પરિસ્થિતિ છે. ઈરાનમાં કડક કાયદા હોવા છતા તેઓ હવે ચૂપ રહેવા માંગતા નથી.

