UK સ્પાઉસ વિઝા પર લાગી શકે છે બેન, જો આવુ થયુ તો ભારતીયોને લાગશે મોટો ઝટકો

UKની આંતરિક મામલાની મંત્રી સુવેલા બ્રેવરમેને એવુ કહીને ભારતીય ખાસ કરીને પંજાબી મૂળના વિદ્યાર્થીઓની ચિંતા વધારી દીધી છે કે, સ્પાઉસ વિઝા પર પ્રતિબંધ લાગી શકે છે કારણ કે, ઘણા નીચલા સ્તરના એવા લોકો UK આવી રહ્યા છે, જેમની પાસે પ્રતિભા નથી. એટલું જ નહીં, તેમની પાસે કોઈ ટેકનિકલ શિક્ષણ નથી કે જેના કારણે UKમાં ફાયદો થઈ શકે. UK સરકારે જાન્યુઆરી, 2021માં ઓછામાં ઓછાં 25 હજાર 600 પાઉન્ડ પ્રતિવર્ષ આવક નિર્ધારિત કરી દીધી હતી પરંતુ, ભારતીય ખાસ કરીને પંજાબથી એવા લોકો યૂકે પહોંચી ગયા, જે ખેતીવાડી ઉપરાંત હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ઓછાં પગાર પર કામ કરી રહ્યા છે. તેને કારણે ત્યાં સિસ્ટમ લથડી ગઈ છે અને યૂકેમાં રાઇટ ટૂ વર્ક પર અસર પડવા માંડી છે.

ખેતીવાડીથી લઇને ઇન્ડસ્ટ્રીમાં ઓછાં પગાર પર ભારતીય ખાસ કરીને પંજાબી મૂળના લોકો કામ કરવા માંડ્યા છે. યૂકેના મંત્રીનું કહેવુ છે કે, યૂકેમાં છેલ્લાં એક વર્ષમાં 2 લાખ 39 હજાર લોકો આવ્યા છે, જેની અસર ખૂબ જ ખતરનાકરીતે થઈ છે, તેને કારણે યૂકેમાં સિટીઝન પર પ્રભાવ પડવા માંડ્યો છે. યૂકેના મંત્રીનું કહેવુ છે કે, યૂકેમાં હવે ગેરકાયદેસરરીતે રહેવું સરળ નહીં હશે. પહેલા તો એવુ કહીને બચી જતા હતા કે, તેમને મજૂર બનાવીને રાખવામાં આવ્યા છે અને કામ કરાવવામાં આવી રહ્યું છે પરંતુ, હવે કોઈ જ બહાનું ચાલશે નહીં.

UKમાં 2020માં 48 હજાર 639 ભારતીય વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા, જેમા 80 ટકા પંજાબી મૂળના હતા જ્યારે 2021માં 55 હજાર 903 તેમજ 2022 માર્ચ સુધી એક લાખ 7 હજાર 978 લોકો યૂકેમાં પહોંચ્યા, જેમા 80 ટકા પંજાબી હતા. યૂકેએ પંજાબી મૂળના વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલ્યા હતા, જે અનુસાર યૂકેમાં સ્ટડી અનુસાર આવનારા વિદ્યાર્થીને સ્પાઉસ વિઝા પણ આપવામાં આવતા હતા. વિદ્યાર્થી સ્ટડી કરશે અને સ્પાઉસ કામ કરી શકે છે. સ્ટડી બાદ વિદ્યાર્થીને બે વર્ષના વર્ક વિઝા મળતા હતા અને સાથે જ તેના સ્પાઉસને પણ.

યૂકે માટે પંજાબના એજન્ટોએ જબરદસ્ત ગેમ રમી અને નકલી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની કમાણી કરી. એવા વિદ્યાર્થી યૂકેની ધરતી પર પહોંચી ગયા, જેમને અંગ્રેજીનું નોલેજ પણ નહોતું. તેના માટે નકલી દસ્તાવેજોનો સહારો લેવામાં આવ્યો. યૂકે દૂતાવાસ એક દિવસમાં પણ વિઝા આપી દે છે પરંતુ, શરત માત્ર એટલી કે તેની એક લાખ રૂપિયા ફી ચુકવવામાં આવે.

ઘણા એજન્ટોએ એક લાખ રૂપિયા ફી જમા કરાવીને 24 કલાકમાં વિઝા લીધા, આ દરમિયાન દૂતાવાસને દસ્તાવેજને ક્રોસ ચેક કરવાનો યોગ્ય સમય ના મળ્યો પરંતુ, જ્યારે આવા વિદ્યાર્થી તેમજ તેમના સ્પાઉસ યૂકેની ધરતી પર પહોંચ્યા તો ત્યાં સિસ્ટમ ઉથલપાથલ થઈ ગઈ અને મંત્રીએ કહેવુ પડ્યું કે, લો સ્કિલ લોકો યૂકેમાં આવી ગયા છે. આગામી સેમેસ્ટરની સ્ટડી માટે ભારે સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા માટે ફાઇલ તૈયાર કરી રાખી છે પરંતુ, મંત્રીના નિવેદનથી હડકંપ મચી ગઈ છે.

સ્ટડી વિઝા એક્સપર્ટ સુકાંત ત્રિવેદીનું કહેવુ છે કે, નકલી દસ્તાવેજોના કારણે અભણ લોકો પણ યૂકે પહોંચી ગયા છે, આ તો પહેલાથી જ લાગી રહ્યું હતું કે પરિસ્થિતિ અસંતુલિત થઈ જશે.

યૂકેના સ્ટડી વિઝાના એક્સપર્ટ ગુણદીપ સિંહનું કહેવુ છે કે, યૂકેમાં માહોલ ખરાબ થઈ ગયો છે, ત્યાં પણ વિદ્યાર્થી ચિંતામાં છે. છેલ્લાં 24 કલાકમાં સતત યૂકેથી ફોન આવી રહ્યા છે. યૂકેમાં લો સ્કિલ લોકોને પહોંચાડવા ખૂબ જ સંવેદનશીલ છે અને તેની ઉચ્ચસ્તરીય તપાસ પણ થવી જોઈએ કે કયા એજન્ટોએ નકલી દસ્તાવેજોના સહારે અભણ લોકોને યૂકે પહોંચાડી દીધા. તેની અસર બીજા સેમેસ્ટરમાં જનારા વિદ્યાર્થીઓ પર પણ પડી રહી છે. છેલ્લાં એક વર્ષમાં 122 ટકા ગ્રોથ આવ્યો હતો, જે હવે નીચે જતો રહેશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.