અમે ભારત સાથે 3 યુદ્ધ લડ્યા, પાકિસ્તાને તેનો પાઠ ભણી લીધો:PM શાહબાઝનો સૂર બદલાયો

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આ દિવસોમાં તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના PM શાહબાઝ શરીફનું ભારતને લઈને એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમે (પાકિસ્તાન) ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે અને પાકિસ્તાને તેનો પાઠ શીખ્યો છે.

PM શાહબાઝે અલ અરેબિયા TVને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, 'ભારત અને પાકિસ્તાન પાડોશી છે અને બંનેએ એકબીજા સાથે જ રહેવાનું છે. તેમણે કહ્યું કે, તે આપણા પર નિર્ભર કરે છે કે, આપણે શાંતિથી રહીએ, પ્રગતિ કરીએ, કે પછી એકબીજા સાથે લડીને આપણો સમય અને સંસાધન વેડફીએ. ભારત સાથે અમારે ત્રણ યુદ્ધો થયા અને તેનાથી માત્ર ગરીબી અને બેરોજગારી જ આવી છે. અમે અમારો પાઠ શીખી લીધો છે. અમે હવે શાંતિથી જીવવા માંગીએ છીએ અને અમારી સમસ્યાઓ હલ કરવા માંગીએ છીએ.'

તેમણે કહ્યું કે, 'અમે ગરીબી ખતમ કરવા માંગીએ છીએ, દેશમાં સમૃદ્ધિ લાવવા માંગીએ છીએ. અમારા લોકોને સારું શિક્ષણ, સારી આરોગ્ય સુવિધાઓ અને રોજગાર આપવા માંગીએ છીએ. અમે અમારા સંસાધનો બોમ્બ અને દારૂગોળો પર વેડફવા માંગતા નથી. આ જ સંદેશ હું PM મોદીને આપવા માંગુ છું.'

PM શાહબાઝે કહ્યું કે, અમારી પાસે એન્જિનિયર, ડોક્ટર અને કુશળ મજૂરો છે. હું ભારતના PM નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે, અમે આ બધાનો ઉપયોગ દેશની સમૃદ્ધિ માટે કરવા માંગીએ છીએ, જેથી પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત થાય જેથી કરીને બંને દેશો પ્રગતિ કરી શકે.

તેમણે કહ્યું કે, UAE ભારત અને પાકિસ્તાનને સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

PM શાહબાઝે સાઉદી અરેબિયા વિશે કહ્યું કે, તે મિત્ર રાષ્ટ્ર છે અને પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સદીઓથી મૈત્રીપૂર્ણ સંબંધો છે. પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું તે પહેલાથી જ લાખો મુસ્લિમોના સાઉદી અરેબિયા સાથે ભાઈચારાના સંબંધો છે અને તેઓ મક્કા અને મદીનાની હજયાત્રા કરતા આવ્યા છે.

PM શાહબાઝે કહ્યું કે, UAE લાખો પાકિસ્તાનીઓ માટે બીજા ઘર જેવું છે. શેખ મોહમ્મદ બિન ઝાયેદ પાકિસ્તાનના ભાઈ અને સમર્થક છે.

નાહયાન એક મહાન મિત્ર છે અને પાકિસ્તાન તેના હૃદયમાં છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ગલ્ફ દેશોના નેતૃત્વએ વેપાર અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને એકબીજાને સહકાર આપ્યો છે અને સાથે મળીને તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદની નિંદા કરી છે.

આ દરમિયાન પાકિસ્તાનના PM શાહબાઝે ફરી એકવાર કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હું PM મોદીને કહેવા માંગુ છું કે અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ. માનવ અધિકારોનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ.

આ દરમિયાન PM શાહબાઝે કહ્યું કે, ભારતના PM મોદીને મારો સંદેશ છે કે, આપણે વાટાઘાટોના ટેબલ પર બેસીને કાશ્મીર જેવા સળગતા મુદ્દા પર ગંભીર વાતચીત કરવી જોઈએ.

તેમણે કહ્યું કે, આપણે બંને દેશો પરમાણુ સંપન્ન રાષ્ટ્રો છીએ. જો બંને દેશો આ દિશામાં આગળ વધે તો શું થશે તે અલ્લાહ જાણે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.