રાજકોટમાં આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું સ્કૂલમાં હાર્ટ ઍટેક આવતા મોત

રાજકોટમાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થિનીને શાળામાં જ હાર્ટ એટેક આવી જતા તેનું મોત થઇ ગયું. વિદ્યાર્થિનીના પરિવારજનોએ પોતાની દીકરીના મોત માટે સ્કૂલ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર તરફથી શાળા પ્રશાસન પાસે ઘટનાનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. રાજકોટના જસાણી શાળામાં ધોરણ 8માં ભણતી રીયા સોની અચાનક જ અભ્યાસ કરતા-કરતા બેન્ચ પરથી પડી ગઇ. વિદ્યાર્થિનીને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવી, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

પરિવારજનોનો આરોપ છે કે ઠંડીના કારણે વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો છે. તેમની દીકરીને તાત્કાલિક સારવાર ન મળવાના કારણે મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે રીયા સોની સવારે 7 વાગ્યે શાળાએ પહોંચી હતી. ત્યારબાદ 7:30 વાગ્યે પ્રાર્થના કરીને 8 વાગ્યે ક્લાસમાં પહોંચી હતી. એ દરમિયાન ઠંડી લાગી રહી હતી અને અચાનક જ બેહોશ થઇ ગઇ. વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થતા શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયો છે. શિક્ષણ મંત્રીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

તેમણે મીટિંગમાં કહ્યું કે, વિદ્યાર્થીઓને ઠંડીના કારણે જેવો પણ સ્વેટર કે જેકેટ પહેરવા માગે છે તે પહેરી શકે છે. શાળા યુનિફોર્મનો જ જેકેટ કે સ્વેટર પહેરવો જરૂરી નથી. તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માગ કરી છે કે શિક્ષણ વિભાગ ઠંડીના કારણે શાળાનો સમય સવારે 7 વાગ્યાથી બદલીને 8 વાગ્યાનો કરી દે. આ અંગે ડૉક્ટરનું કહેવું છે કે ઠંડીના કારણે બ્લડ જામી જાય છે. એવામાં વિદ્યાર્થીએ જે સ્વેટર પહેર્યું હતું, તેનાથી બોડી ગરમ રહેવાની સંભાવના ઓછી હતી. એવામાં બ્લડ જામવાથી બ્લડનું ફ્લો ઓછું થઇ ગયું હશે.

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લખેલા પત્રમાં અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યામંદિર સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે, મંગળવારે સવારે 8માં ધોરણની વિદ્યાર્થિની રીયા સોનીએ સવારે 7:23 વાગ્યે બેચેનીની ફરિયાદ કરી. તેના માતા-પિતાને બોલાવવામાં આવ્યા, જે તેને હૉસ્પિટલ લઇ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

શિક્ષકોએ મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રિન્સિપાલ સ્મિતાબેન મુજબ જ્યારે રીયા પડી ગઇ તો તેના સહપાઠીઓ અને શિક્ષકોએ તેને હોશમાં લાવવા માટે હાથ-પગની માલિશ કરી. તો રિયાના માતા-પિતાનું કહેવું છે કે તેની દીકરી પૂરી રીતે સ્વસ્થ હતી. તે કોઇ બીમારીથી પીડિત નહોતી મેનેજમેન્ટે કહ્યું કે, નિર્ધારિત સ્વેટર બાળકોને શિતલહેરમાં બચાવવ પૂરતા નહોતા. હાલમાં એમ કહેવું વહેલું ગણાશે કે રિયાનું મોત શિતલહેરના કારણે થયું છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.