રાજકોટમાં દર્શિતા શાહે ડેપ્યુટી મેયર પદેથી આપ્યું રાજીનામું

રાજકોટથી મોટા સમાચાર આવ્યા છે. રાજકોટની હાઈ પ્રોફાઇલ ગણાતી બેઠક રાજકોટ પશ્ચિમ પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ડો. દર્શિતા શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે અગાઉ તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ મ્યુનિ.માં બીજેપીમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓને ડેપ્યુટી મેયરનું પદ આપવામાં આવ્યું હતું. જોકે ધારાસભ્ય બનતા તેઓએ આજે ડેપ્યુટી મેયર તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું છે. હાલ, તેઓ કોર્પોરેટર તરીકે યથાવત રહેશે.

ડિસેમ્બર, 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપમાંથી ડો. દર્શિતા શાહને ટિકિટ મળી હતી. તેઓ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. જો કે, આ પહેલા તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટ મ્યુનિ.માં ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને ત્યાર બાદ ડેપ્યુટી મેયરની જવાબદારી તેમને આપવામાં આવી હતી. જો કે, હવે માહિતી મળી છે કે ડો. દર્શિતા શાહે ડેપ્યુટી મેયરના પદથી રાજીનામું આપ્યું છે. પક્ષના આદેશ બાદ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, ડો. દર્શિતા શાહના દાદા અને પિતા સંઘના પાયાના પથ્થર હતા. જ્યારે નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ હતો.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષના અંતે યોજાયેલી ગુજરાત વિધાનસભાની બેઠકમાં બીજેપીએ ઔતિહાસિક જીત મેળવી હતી. આ ચૂંટણીમાં વિપક્ષના સૂપડાં સાફ થયા હતા. બીજેપીએ 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ પાર્ટીને માત્ર 17 બેઠકો પર જ જીત મળી હતી. જ્યારે રાજ્યમાં નવા રાજકીય પક્ષ આપ આદમી પાર્ટીને 5 બેઠક અને અન્યને 4 સીટ પર જીત મળી હતી.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.