હું બહાર આવીશ એટલે ખુલાસાઓ કરીશ, યુવરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અત્યારે જેલમાં છે. તોડકાંડ મામલે ફસાયેલા યુવરાજસિંહને ભાવનગર કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે,  હું બહાર આવી એટલે ખુલાસાઓ થશે. બીજું ઘણું બધુ બહાર આવશે આ સાથે એમ પણ કહ્યું હતું કે, મજબુતાઈથી જવાબ આપીશ. ભાવનગર કોર્ટમાં અગાઉ તોડકાંડ મામલે લાગેલા આક્ષેપ બાદ તેમના રીમાન્ડ પણ મંજૂર કરાયા હતા અને પોલીસે આ મામલે આગળની કાર્યવાહી પણ કરી હતી ત્યારે આજે કોર્ટમાં રજૂ કરતા મહત્વનું નિવેદન વિદ્યાર્થી નેતાએ આપ્યું હતું.

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં. રૂપિયાની લેવડદેવડમાં મારે કોઈ લેવા દેવા નથી.  આ સાથે કહ્યું કે, અમને ન્યાયતંત્ર પર ભરોસો છે ચોક્કસથી ન્યાય થશે.

મીડિયા સાથેની વાતચીતમાં તેણે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પોલીસે મજબૂત પુરાવા મુક્યા અમે પણ મજબૂત જવાબ આપીશું. અમારી પાસે ઘણુ બધુ છે. ક્યાંય પણ આર્થિક લેતી દેતીમાં મારું ઈનવોલમેન્ટ નથી. વન સાઈડમાં દેખાયું છે. પડદા પાછળનું પિક્ચર આવ્યું નથી. ટ્રેલર તો આવી ગયું છે. હું બહાર આવીશ એટલે ઘણું બધું નવું જાણવા મળશે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.