દેશની સૌથી શ્રેષ્ઠ ઘઉંની જાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી

મધ્ય પ્રદેશના જબલપુરની જવાહરલાલ નહેરુ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વિકસાવવામાં આવેલી ઘઊંની નવી જાત અંગે દેશભરમાં ભારે જોરથી પ્રચાર કરવામાં આવે છે. 55 કિલો ઉત્પાદન આપતી આ નવી જાત જવાહર 1201 તેથી ગુજરાતના વેપારીઓ પણ એમપીના ઘઉં આયાત કરીને તે નામથી જ વેચેં છે. તેનાથી વધું સારું ઉત્પાદન આપતી અને સારી ગુણવત્તા ધરાવતી તથા સારી કુણી રોટલી બને તેવા ઘઉં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધાયા છે.

જેડબ્લ્યુ 1201: તે 118 દિવસમાં પરિપક્વ થાય છે, સારો દેખાવ અને ઉચ્ચ પ્રોટીન સામગ્રી ધરાવે છે. તે રોગ સામે પ્રતિરોધક છે અને મધ્યપ્રદેશની સિંચાઇની સ્થિતિ માટે યોગ્ય છે. એક હેક્ટરે ઊપજ 55 ક્વિન્ટલ છે. દેશની જે સૌથી વધું સારી જાત તરીકે પ્રચાર કરવામાં આવે છે. પણ તેનાથી શ્રેષ્ઠ જાત હમણાં જ જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધી છે. જે તેનાથી વધું ઉત્પાદન આપતી જાત છે.

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ 50 વર્ષમાં 10 જાતના ઘઊંની શોધ કરી છે. જેમાં 9 જાતની શોધ પછી 10મી જાતને 10 વર્ષ પછી શોધી છે. 10 વર્ષ સુધી સૌરાષ્ટ્રના ખેડૂતો જૂના બિયારણ વાવતા હતા.

ગુજરાત જૂનાગઢ ઘઉં - જીજેડબ્લ્યુ 463

ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ શોધેલા ઘઉંના બિયારણ ગુજરાત જૂનાગઢ ઘઉં - જીજેડબ્લ્યુ 463 સૌરાષ્ટ્ર પ્રદેશની વહેલી વાવણી માટે છે. ઘંઉનો દાણો સોનેરી છે. જાત ગેરૂ રોગ તથા ઊંચા તાપમાન સામે સહનશીલ છે. 2016માં શોધાયેલી આ નવી જાત બે વર્ષથી ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. જે બદલાઈ રહેલાં હવામાન સામે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં હેક્ટર દીઠ 55.57 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. જે મધ્ય પ્રદેશની દેશમાં વખણાતી જાત કરતાં વધું ઉત્પાદન આપે છે. ગુજરાતના બીજા વિસ્તારમાં તે 50.91 ક્વિન્ટલ એક હેક્ટર દીઠ પાકે છે.  લોક 1 ના 4289 કિલો હેક્ટરે પાકે છે, જી.ડબલ્યુ 366નું 4565 કિલો છે. જીડબલ્યુ 190નું ઉત્પાદન 4938 કિલો છે. તેનાથી 12.9 ટકથી 28.1 ટકા વધારે ઉત્પાદન નવી જાતના ઘઉંનું મળતું થયું છે.

તેનું હેક્ટોલીટર વજન 79.1 કિલો છે. પ્રોટીનનું પ્રમાણ 12.7% છે. અવશેષ મૂલ્ય 43.4 મિલી છે. સૂક્ષ્મ પોષકતત્વો સારા છે અને સારી રોટલી બનાવવાની ગુણવત્તા છે.

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં ઘઉંની 10 નવી જાત શોધી છે.

જે 1-7 ઘઉં 1971માં પ્રથમ શોધી હતી. જે કે.સોના કરતા 19% વધુ ઊપજ આપે છે. ગુલાબી, ઘઉંલો રંગ અને સમયસર વાવેતર માટે છે. .

જે 24 જાત 1974માં શોધી હતી. જે કે.સોના કરતા 11.55% વધુ ઊપજ આપે છે. નિસ્તેજ લીલો ઓરીકલ, બ્રાઉન કલરનો કાન, પ્યુબસેન્ટ-સમયસર વાવેતર માટે છે. .

જે 18 જાત 1977માં શોધાઈ હતી. કે.સોના કરતા 9% વધુ ઊપજ આપે છે. બ્રાઉન કલરનો કાન, ગ્લેબરસ - મોડેથી વાવી શકાય એવી જાય છે.

જે 40 જાત 1978માં શોધી હતી જે કે.સોના કરતા 5% વધુ ઊપજ આપે છે. નિસ્તેજ લીલો પર્ણ, સફેદ રંગનો કાન, ગ્લેબરસ - સમયસર વાવી શકાય છે. .

જીડબ્લ્યુ 2 (રેનફેડ) 1983માં શોધી હતી. એ-9-30-1 કરતા 7% વધુ ઊપજ આપે છે. નિસ્તેજ લીલો પર્ણ, બ્રાઉન કલરનો કાન, ગ્લેબરસ-રેઇનફેડ છે.

જીડબ્લ્યુ 405 જાત 1985માં શોધી હતી. જે લોક -1 કરતા 8% વધુ ઊપજ આપે છે. ગાઢ અને ઠંડા લીલા પાંદડા, સફેદ કાન ધરાવે છે.

જીડબ્લ્યુ 496 જાત 1989માં તૈયાર કરી હતી. જે કે.સોના કરતા 5% વધુ ઉપજ. નિસ્તેજ લીલા પાંદડા, સફેદ કાન, ગ્લેબરસ, કાસદાર અનાજ સાથે સમયસર વાવેતર માટે છે.

જીડબ્લ્યુ 503 જાતના ઘઉં 1989માં શોધાયા હતા. જી ડબ્લ્યુ 89 કરતા 11% વધુ ઊપજ આપે છે. બ્લૂમી લીલા પાંદડા, સફેદ રંગના કાન, ગ્લેબરસ સમયસર વાવેતર માટે છે.

જીડબ્લ્યુ 366 જાતના ઘઉં 2007માં શોધાયા હતા. જે અનુક્રમે લોક -1, જીડબ્લ્યુ 190 અને જીડબ્લ્યુ 322 ની સરખામણીએ અનુક્રમે 12%, 10% અને 6% વધુ અનાજનું ઉત્પાદન છે. ગુલાબી એરિકલ, વક્ર પેડુનકલ અને ટોચની ડૂડી કાનનો માથું. બોલ્ડ દાણો ધરાવે છે.

 
 
 

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.