દુનિયાની ખુબસૂરત એકટ્રેસ મેરિલીનનું પોટ્રેટ 1500 કરોડમાં વેચાયુ

દુનિયાની બેહદ ખુબસૂરત અને મશહૂર દિવંગત અભિનેત્રી મેરિલીન મનરોનું પોટ્રેટ 1500 કરોડ રૂપિયા ( 195 મિલીયન ડોલર) માં વેચાયું છે. વર્ષ 1964માં બનેલી તેના આ પેઇન્ટિંગની હરાજી કરવામાં આવી હતી

. આ હરાજીનું આયોજન Christie's ઓકશન હાઉસ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં એક વ્યક્તિએ તેને ખરીધ્યું છે.  આ અત્યાર સુધીનું સૌથી મોંઘું સૌથી અમેરિકન આર્ટ છે, જેને કોઇએ ખરીધ્યું છે જો કે, મેરિલીનનું પોટ્રેટ કોણે ખરીદ્યું છે તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી.

ગેગોસિયન ગેલેરીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ટોચના ડીલર એન્ડ્રુ ફેબ્રિકન્ટે CNBCને જણાવ્યું, આ દર્શાવે છે કે કવોલીટી અને અછત હંમેશા બજારને આગળ ધપાવશે. આ ડીલથી લોકોની વિચારસરણીને મનોવૈજ્ઞાનિક દબાણ મળશે.

મેરેલીન મનરોના આ પોટ્રેટને Shot Sage Blue Marilynના નામથી ઓળખવામાં આવે છે. આ પેઇન્ટિંગને 1964માં આર્ટિસ્ટ એંડી વારહોલે બનાવ્યું હતુ. એંડીએ અલગ-અલગ કલર સ્કીમના 5 વર્જન પેઇન્ટ કર્યા હતા. જેને મેરેલીનના મોતના બે વર્ષ પછી બનાવવામાં આવ્યું હતું.

મેરિલીનનું પોટ્રેટ એક મહાન રંગ સંયોજન અને મનમોહક અભિવ્યક્તિ દર્શાવે છે. આ પેઇન્ટિંગ વોરહોલની સૌથી પ્રસિદ્ધ કલાકૃતિઓમાંની એક છે. મેરિલીનનું આ પોટ્રેટ તેની ફિલ્મ Niagara ના પોસ્ટર પર આધારિત છે.

મેરિલીન મનરોની Shot Sage Blue Marilyn’ પેઇન્ટિંગ સ્વિસ આર્ટ ડીલર ફેમિલી, અમ્માન્સને વેચવામાં આવી છે. આ પેઇન્ટિંગ તેમની પાસે વર્ષ 1980 થી હતુ. આ પોટ્રેટ વેચીને જે પૈસા મળશે તે ચેરિટીમાં જશે. ઝ્યુરિચ થોમસ અને ડોરિસ અમ્માન ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ વિશ્વભરના બાળકોના આરોગ્ય અને શિક્ષણ કાર્યક્રમોને સહયોગ આપવા માટે કરવામાં આવશે.

મેરિલીનનું પોટ્રેટ એ હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી અમેરિકન આર્ટવર્ક જ નથી, પરંતુ હરાજીમાં ખરીદવામાં આવેલી વિશ્વની બીજી સૌથી મોંઘી આર્ટવર્ક પણ છે.

આ પહેલાં જે પેઇન્ટિંગ વેચાયા છે, તેની વાત કરીએ તો લિયોનાર્દો દા વિંચીની  Salvator Mundi છે જે વર્ષ 2017માં અંદાજે 3500 કરોડ રૂપિયામાં વેચાઇ હતી. ત્રીજા નંબર પર પિકાસોનું આર્ટ  Les Femmes d’Alger છે જે પણ વર્ષ 2017માં 1400 કરોડ રૂપિયામાં વેચાયું હતું.

મેરિલીન મનરો એક હોલીવુડ અભિનેત્રી હતી. તેને લિજેન્ડ કેટેગરીમાં રાખવામાં આવે  છે. તે તેની સદાબહાર સુંદરતા માટે જાણીતી હતી. તેના ગ્લેમરને લઈને ઘણી ચર્ચા થતી. જો કે, 36 વર્ષની ઉંમરે, 5 ઓગસ્ટ, 1962 ના રોજ મેરેલીનનું અવસાન થયું હતું.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.