- Astro and Religion
- BJP સાંસદ મેનકા ગાંધીનો આરોપ- ISKCON ચીટર છે, કસાઇઓને ગાયો વેચે છે
BJP સાંસદ મેનકા ગાંધીનો આરોપ- ISKCON ચીટર છે, કસાઇઓને ગાયો વેચે છે

ભાજપા સાંસદ મેનકા ગાંધીએ ISKCON પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈસ્કોન દેશમાં સૌથી મોટા ચીટર છે. કારણ કે, તેઓ પોતાની ગૌશાળાઓમાંથી ગાયોને કસાઇઓને વેચે છે. ભાજપા સાંસદ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ઈસ્કોને ખોટા ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પશુ સંરક્ષણના મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર સતત મુખર રહે છે. વાયરલ થયેલા એક વીડિયોમાં તે કહે છે કે, ઈસ્કોન દેશમાં સૌથી મોટું ચીટર છે. તેઓ ગૌશાળામાં ગાયોને રાખવાના નામ પર વિશાળ જમીન સહિત સરકાર પાસેથી લાભ પ્રાપ્ત કરે છે. પણ તેઓ ગૌશાળાની ગાયોને કસાઇઓને વેચે છે.
મેનકા ગાંધીનું શું હતું આખું નિવેદન
તેમણે કહ્યું કે, હું આંધ્ર પ્રદેશમાં ઈસ્કોનની અનંતપુર ગૌશાળામાં ગઇ હતી. ત્યાં મેં જોયું કે કોઇપણ એવી ગાય નહોતી જે દૂધ ન આપતી હોય કે વાછરડા ન આપતી હોય. આખી ડેરીમાં એકપણ સૂખી ગાય નહોતી. એકપણ વાછરડું નહોતું. તેઓ અર્થ એ છે કે, બધા વેચી દેવામાં આવ્યા હતા. ઈસ્કોન તેની બધી ગાયોને કસાઇઓને વેચી દે છે. ઈસ્કોન તરફથી એવા દાવા થતા રહ્યા છે કે, તેઓ જેટલું કરે છે એટલું કોઇ કરતું નથી. સાથે તેઓ રસ્તા પર હરે રામ હરે કૃષ્ણ ગાતા રહે છે. પછી તેઓ કહે છે કે, તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે. પણ કદાચ કોઇએ પણ આટલી ગાયો કસાઇઓને નથી વેચી જેટલી ઈસ્કોને વેચી છે.
ઈસ્કોન દ્વારા શું કહેવાયું
આરોપોને નકારતા ઈસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે, ધાર્મિક સંસ્થા ન માત્ર ભારતમાં પણ વિશ્વ સ્તરે ગાયો અને બળદોની સુરક્ષામાં આગળ રહી છે. તેમની સેવા જીવન ભરની જાતી છે. તેમને કસાઇઓને વેચવામાં આવતા નથી. આરોપો એકદમ ખોટા છે.
ઈસ્કોન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈસ્કોને દુનિયાના ઘણાં ભાગોમાં ગાય સંરક્ષણનો બેડો ઉઠાવ્યો છે. જ્યાં ગૌમાંસ એક મુખ્ય આહાર છે. તે સ્થાનો પર પણ ઈસ્કોન કામ કરી રહ્યું છે. શ્રીમતી ગાંધી એક પ્રસિદ્ધ પશુ અધિકાર કાર્યકર્તા અને ઈસ્કોનના શુભચિંતક છે. માટે અમે આ નિવેદનોથી આશ્ચર્યમાં છે.
ઈસ્કોનના દુનિયાભરમાં ઘણાં મંદિરો અને લાખો ભક્ત છે. થોડા મહિના પહેલા ઈસ્કોન ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમના એક ભિક્ષુએ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની ટીકા કરી હતી. ઈસ્કોને ભિક્ષુ અમોઘ લીલા દાસ પર તરત કાર્યવાહી તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.