- Business
- 1.84 કરોડ રૂપિયાની નાણાકીય સંપત્તિઓનું કોઈ માલિક નહીં! નાણામંત્રીએએ શરૂ કર્યું ખાસ અભિયાન
1.84 કરોડ રૂપિયાની નાણાકીય સંપત્તિઓનું કોઈ માલિક નહીં! નાણામંત્રીએએ શરૂ કર્યું ખાસ અભિયાન
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્યું હતું કે, ‘બેંકો અને નિયમનકારો પાસે 1.84 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સંપત્તિઓ દાવા વિનાની પડી છે. અધિકારીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ સંપત્તિ તેમના અસલી માલિકો સુધી પહોંચે. સીતારમણે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, બેંકો અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ગાંધીનગરથી 3 મહિનાની ‘આપકી પૂંજી, આપકા અધિકાર’ અભિયાન શરૂ કર્યું હતું. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે બેંક થાપણો, વીમો, ભવિષ્ય નિધિ અથવા શેરના રૂપમાં 1.84 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સંપત્તિ બેંકો અને નિયમનકારો પાસે દાવા વિનાની પડી છે.
નાણા મંત્રીએ અધિકારીઓને 3 મહિનાના અભિયાન દરમિયાન ત્રણ પાસાઓ જાગૃતિ, પહોંચ અને કાર્યવાહી પર કામ કરવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે, દાવા વિનાની ધનરાશી બેંકો, RBI અથવા રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળ (IEPF) પાસે પડી છે. આપણે આ ફંડ્સના અસલી માલિકો અને દાવેદારોને શોધીને તેમને સોંપાવી પડશે.
નાણામંત્રીએ કહ્યું કે, ‘હું તમને ખાતરી આપી શકું છું કે તે પૂરી રીતે સુરક્ષિત છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે યોગ્ય દસ્તાવેજો સાથે આવી શકો છો. પૈસા તમને આપવામાં આવશે. સરકાર તેની રક્ષક છે. જો કોઈ કારણોસર કોઈ સંપત્તિ લાંબા સમય સુધી દાવો કરવામાં આવતો નથી, તો તે એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જમા રકમના મામલે તે બેંકોમાંથી RBI પાસે જાય છે અને શેર અથવા આ પ્રકારની સંપત્તિના કિસ્સામાં તે SEBIમાંથી ‘કોઈ અન્ય કેન્દ્ર અથવા IEPF’માં જાય છે.
સીતારમણે કહ્યું કે, ‘RBIએ અનક્લેમ્ડ ડિપોઝિટ ગેટવે ટુ એક્સેસ ઇન્ફર્મેશન (UDGAM) પોર્ટલ બનાવ્યું છે. એટલે તે એક દાવા વિનાના ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જઈ રહ્યું છે. જેવો જ તમે દાવો કરશો કે તરત જ તમને મળી જશે. એટલે મને ખરેખર લાગે છે કે આપણે બધાએ આ અંગે બધાને જણાવવાનો સમય આવી ગયો છે. મંત્રીએ સરકાર અને બેંક અધિકારીઓને આગ્રહ કર્યો કે તેઓ લોકોમાં જાગૃતિ લાવે જેથી તેઓ આગળ આવે અને તેમની યોગ્ય સંપત્તિ, જેમ કે વીમા પોલિસી જે પરિપક્વ થઈ ગઈ છે અને દાવા વિના પડી છે, તેનો દાવો કરે.
તેમણે અધિકારીઓને કહ્યું કે, ‘જાગૃતિ ફેલાવો. તેમને કહો કે તમારા પૈસા ત્યાં પડ્યા છે, આ દસ્તાવેજ સાથે આવો અને તેને લઈ જાવ. તમે દૂત બની શકો છો અને લોકોને કહી શકો છો કે જો તેમણે અત્યાર સુધી અને તેમની યોગ્ય સંપત્તિનો દાવો કર્યો નથી. બસ તેમને દસ્તાવેજો શોધવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા કહો. તમારી પાસે (અધિકારીઓ) જે કંઈ પણ છે, જેમ કે કાગળના નાના-નાના ટુકડા, તેના પર કાર્યવાહી કરો.’
તેમણે વધુમાં કહ્યું કે, એક સંકલિત પ્રયાસ જ આ અભિયાનને સફળ બનાવી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ તેમને અને મંત્રાલયને કહ્યું કે, વિવિધ સ્થળોએ જઈને લોકોને ફોન કરીને તેમના લેણાં લેવા કહો. સીતારમણે ગુજરાત ગ્રામીણ બેંકની પણ પ્રશંસા કરી, જેણે તેમને આશ્વાસન આપ્યું કે તેના અધિકારીઓ રાજ્યના દરેક ગામની મુલાકાત લઈને બેંકમાં પડેલી દાવા વિનાની પડેલી ધનરાશિ અસલી માલિકોને શોધશે.

