અચાનક શું થયું? 20 ટકા ઉછળ્યો આ શેર, રોકાણકારો થયા ગદગદ!

આજે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ આ દરમિયાન એક શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે આ શેરમાં 19 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આ કંપનીનું નામ જાયસ્વાલ નેકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. મંગળવારે શેરમાં થયેલા વધારાને કારણે રોકાણકારો ગદગદ છે. ચાલો જાણીએ કે આ શેરમાં આટલો તેજી કેમ આવી?

જાયસ્વાલ નેકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર આજે 19.98 ટકા વધીને 49.42 રૂપિયા પર પહોંચી ગયા આ શેરમાં તેજી પાછળ ઘણા પરિબળો સામે આવ્યા છે, પરંતુ સૌથી મોટું કારણ બલ્ક ડીલ માનવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ARCએ ગઈકાલે 3.98 કરોડ શેર વેચ્યા હતા, પરંતુ ઘણા ખરીદદારો સામે આવ્યા છે. સુભમ કેપિટલ પ્રાઇવેટે આ કંપનીના 52.98 લાખ શેર ખરીદ્યા છે, જે મજબૂત રોકાણકારોના ઇન્ટરેસ્ટના સંકેત આપે છે.

share-market1
thedailyjagran.com

જાયસ્વાલ નેકોએ નાણાકીય વર્ષ 2026ના પહેલા ક્વાર્ટરમાં શાનદાર નફો નોંધાવ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026ના પહેલા ક્વાર્ટરમાં 93.02 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ નોંધાવ્યું છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 31 કરોડ રૂપિયાના નુકસાન કરતા સુધારો બતાવે છે. કંપનીએ 1,659 કરોડ રૂપિયાની આવક પણ જનરેટ કરી છે, જે ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 1,437 કરોડ રૂપિયા કરતા વધુ છે. નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં વર્ષ દર વર્ષ 5000 ટકાનો નફો નોંધાવ્યો હતો. કંપનીએ પોતાની લોનમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2026ના પહેલા ક્વાર્ટરમાં બાકી લોન 2,557 કરોડ રૂપિયા હતી, જ્યારે નાણાકીય વર્ષ 24માં તે 3,227 કરોડ રૂપિયા હતી. કંપનીની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે, જે રોકાણકારો માટે તેને વધુ આકર્ષક બનાવે છે.

share-market
vocal.media

જાયસવાલ નેકો પોતાના ખાસ યુનિટ્સનું વિસ્તરણ કરી રહી છે, જેમાં બ્લાસ્ટ ફર્નેસ, સિન્ટર પ્લાન્ટ, પેલેટ પ્લાન્ટ, કોક ઓવન અને પાવર પ્લાન્ટ સામેલ છે. આ વસ્તુઓથી કંપનીની ઉત્પાદન ક્ષમતા વધી શકે છે અને પરિચાલનમાં ગ્રોથની અપેક્ષા છે. કંપનીના પ્રમોટરો પાસેથી કેટલાક વધુ શેર ગીરવે રાખવાની અપેક્ષા છે. સરળ શબ્દોમાં કહીએ તો, પ્રમોટરો પોતાની હિસ્સેદારીનું વેચાણ હજી વધારી કરી શકે છે. તેનાથી જોખમ ઊભું થઈ શકે છે. જોકે, રોકાણકારોની હજુ પણ આ શેરમાં રુચિ અકબંધ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.